દુનિયાનું સૌથી મોટું મર્જર! 150 વર્ષ જૂની કંપનીની 18.63 લાખ કરોડની ડીલ; બદલી દેશે આખી દુનિયાની ઈકોનોમી? – world biggest merger of 150 year old company 18 lakh rupee deal will change global economy? | વેપાર
Rio Tinto 151 વર્ષ જૂની કંપની છે. 1873માં બનેલી આ કંપનીનું મુખ્ય મથક મેલબોર્ન અને લંડનમાં છે અને દુનિયાભરમાં તેના 45,000થી વધુ લોકો કામ કરે છે. કંપની આયર્ન ઓર, એલ્યુમિનિયમ, કોપર, લિથિયમ, યુરેનિયમ, સોનું, ચાંદી અને ટાઇટેનિયમ ડાયોક્સાઇડ સહિત વિવિધ ધાતુઓનું ઉત્પાદન કરે છે. તેની હાજરી ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુનાઇટેડ સ્ટેટ્સ, દક્ષિણ આફ્રિકા, મોઝામ્બિક અને મંગોલિયા સુધી છે. 55 બિલિયન ડોલરથી વધુની વાર્ષિક આવક સાથે તે દુનિયાના સૌથી મોટા માઇનિંગ ગ્રુપમાંથી એક છે.
