આશીષ કચોલિયાના રોકાણવાળા આ શેરમાં તોફાની તેજી, એક જ દિવસમાં 13% ભાગ્યો; રોકાણકારો ખુશ-ખુશ થઈ ગયા – ashish kacholia backed balu forge share price surge after income tax search update | વેપાર
Last Updated:
આજે 13 જાન્યુઆરી મંગળવારે આશીષ કચોલિયાના રોકાણવાળી એક કંપનીના શેરમાં તોફાની તેજી જોવા મળી છે. આજે ટ્રેડિંગ દરમિયાન આ શેર 13 ટકાથી વધારે ઉછળ્યા હતા. ત્યારે ચાલો જાણીએ આ શેરમાં અચાનક આટલી તેજી કેમ આવી
Balu Forge Industries Share Price: શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. આ વચ્ચે સ્ટોક સ્પેસિફિક એક્શન પણ યથાવત છે. આ ક્રમમાં મંગળવાર, 13 જાન્યુઆરીએ આશીષ કચોલિયાના રોકાણવાળી એક કંપનીના શેરમાં તોફાની તેજી જોવા મળી છે. આજે ટ્રેડિંગ દરમિયાન આ શેર 13 ટકાથી વધારે ઉછળ્યા હતા. અમે જે શેર વિશે વાત કરી રહ્યા છીએ, તેનું નામ બાલુ ફોર્જ ઇન્ડસ્ટ્રીઝ (Balu Forge Industries) છે. આ શેરમાં ઉછાળો કંપની દ્વારા એક અપડેટ જાહેર કરાયા બાદ આવ્યું છે.
કંપનીએ શેરબજારને જણાવ્યું કે, કંપની સામેની ઈનકમ ટેક્સની તપાસ હવે પૂરી થઈ ચૂકી છે. આવકવેરા વિભાગને કોઈ પણ આપત્તિજનક દસ્તાવેજો કે અઘોષિત સંપત્તિ મળી આવી નથી. આ સમાચાર પછી બાયર્સ એક્ટિવ થઈ ગયા છે.
કંપનીએ પોતાના નિવેદનમાં વધુમાં જણાવ્યું કે, આ તપાસની તેના સામાન્ય વ્યવસાય કે કામગીરી પર કોઈ પ્રતિકૂળ અસર પડી નથી. જ્યારે તપાસ ચાલુ હતી, ત્યારે પણ ફેક્ટરીઓમાં કામ રાબેતા મુજબ ચાલુ રહ્યું હતું. મેનેજમેન્ટના આ સ્પષ્ટીકરણ પછી બજારનો ડર ખતમ થયો અને ઇન્ટ્રાડે વેપાર દરમિયાન શેરના ભાવમાં લગભગ 13% સુધીનો ભવ્ય વધારો નોંધાયો. NSE પર બાલુ ફોર્જનો શેર 457 રૂપિયાના સ્તરે ખુલ્યો હતો, જ્યારે તે 499.45 રૂપિયાના ઉચ્ચતમ સ્તર સુધી પહોંચ્યો હતો. બીજી તરફ, સોમવારે તે 441.40 રૂપિયાના ભાવે બંધ થયો હતો.
નોંધનીય છે કે, સ્ટોક માર્કેટ “એલિફન્ટ” તરીકે જાણીતા આશીષ કચોલિયાએ પણ આ કંપનીમાં રોકાણ કર્યું છે. આ કારણે રિટેલ રોકાણકારોને આ સ્ટોકમાં ખાસ રસ રહે છે. તાજા આંકડા અનુસાર, બાલુ ફોર્જમાં આશીષ કચોલિયાની 1.64% હિસ્સેદારી છે, જે લગભગ 18,65,933 શેરની બરાબર છે.

બાલુ ફોર્જ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો જોવા મળી રહ્યો હતો. છેલ્લા એક મહિના દરમિયાન તેના શેરમાં 25 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. તેમજ 6 મહિનાના ગાળામાં 30 ટકાથી વધુનો ઘટાડો થયો છે. છેલ્લા એક વર્ષમાં બાલુ ફોર્જના શેરમાં 26 ટકાનો ઘટાડો નોંધાયો છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી શેરબજારની જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Mumbai,Maharashtra
