ગાંધીનગર: અમિત શાહે બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર BSL-4નું ખાતમુહૂર્ત કર્યું, 362 કરોડના ખર્ચે આ સેન્ટર નિર્માણ પામશે-Amit Shah inaugurated the foundation stone of Biotechnology Research Center BS-4 in Gandhinagar | ગાંધીનગર


Last Updated:

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગરના પેથાપુરમાં બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર BSL-4નું ખાતમુહૂર્ત કર્યું હતું. 362 કરોડના ખર્ચે 11 હજાર વર્ગ મીટરમાં આ સેન્ટરનું નિર્માણ થશે.

બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર BSL-4નું ખાતમુહૂર્ત
બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર BSL-4નું ખાતમુહૂર્ત

ગાંધીનગર: જિલ્લામાં બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર આકાર લેશે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર BSL-4 નો ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટમંત્રી અર્જુન મોઢવાડીયા, સાંસદ હસમુખ પટેલ, રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, સાંસદ હરિ પટેલ તેમજ ગાંધીનગર મેયર મીરા પટેલ, ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર અને રીટાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગરમાં બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર અંદાજિત આશરે રૂ.362 કરોડના ખર્ચે અને 11 હજાર વર્ગ મીટરમાં નિર્માણ પામશે. જે પુણેની વાયરોલોજી ઇન્સ્ટિટ્યૂટ બાદ દેશની બીજા નંબરની ઉચ્ચસ્તરીય લેબ નિર્માણ થશે. જ્યારે ગુજરાતને પ્રથમ લેબનો શ્રેય મળશે એટલું જ નહીં દુનિયામાં જ્યાં રિસર્ચની જરૂર છે. ત્યાં ઘણા વર્ષો સુધી ક્યાંકને ક્યાંક ભારત પાછળ હતું. પરંતુ, સુવિધાના કારણે આ ક્ષેત્રમાં કાર્ય કરનારા યુવાનોને નવો મોકો પણ મળશે.

ભૂમિ પૂજન સમયે હાજર રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારતની સ્વાસ્થ્ય સુરક્ષા, બાયોસેફ્ટી તેમજ બાયોક્ષેત્રના નવા યુગની શરૂઆત અંગે વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં BSL-4 ના શિલાન્યાસથી આવનાર દિવસોમાં સમગ્ર ભારત માટે સ્વાસ્થ્ય ક્ષેત્રનું સુરક્ષા કવચ તરીકે પ્રસ્થાપિત થશે. BSL-4 ઉપર સારામાં સારો અભ્યાસ કરીને તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે.

વધુમાં તેમણે કહ્યું કે માત્ર માનવો માટે જ નહીં પણ પશુઓથી માનવીઓ સુધી પહોંચતા રોગોનું પણ અધ્યયન કરવાની વિશ્વ કક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. એક અધ્યયન છે કે, 60 થી 70 ટકા નવી બીમારીઓ પશુથી માનવી સુધી પહોંચે છે. તેના માટે કેન્દ્ર સરકારે વન હેલ્થ મિશનથી માનવ અને પશુ બંનેની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

સાથે જ તેમણે કહ્યું કે દેશના વૈજ્ઞાનિકોને ખતરનાક વાયરસનાં સેમ્પલ તપાસવા માટે વિદેશ ઉપર નિર્ભર નહીં રહેવું પડે. આથી સ્વાભાવિક પણે વિદેશ પર નિર્ભર નહીં રહીએ તો, તપાસ ઝડપથી થશે અને દેશ આત્મનિર્ભર પણ બનશે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ અને લંપી સ્કિન વાયરસને સૌએ જોયો છે. આ બીમારીઓએ ચેતવણી આપી છે કે, BSL-3 થી પણ ઉચ્ચસ્તરીય સુવિધાઓની જરૂર છે. BSL-4 કામચલાઉ સુરક્ષાનું લક્ષ્ય નથી એક પ્રકારે રિસર્ચ બેઝ્ડ આજીવન સુરક્ષા છે. ગત 11 વર્ષમાં બાયોટેકનોલોજી ક્ષેત્રમાં અભૂતપૂર્વ વિકાસ અને સફળતા મળી છે. 2014 માં ભારતની બાયોઇકોનોમી 10 મિલિયન ડોલર હતી જ્યારે 2024 ના ફાઇનાન્સ વર્ષ સમાપ્ત થતાંની સાથે જ 166 બિલિયન ડોલર થઈ છે. તેમજ 2014 માં બાયો સ્ટાર્ટઅપની સંખ્યા 500 થી પણ ઓછી હતી જ્યારે, અત્યારે આ સંખ્યા 10 હજાર પાર કરી ચૂકી છે.

અમિત શાહે જણાવ્યું કે, ભારત દુનિયાનો સૌથી વધારે વેક્સિન નિર્માતા દેશ છે. વિશ્વની 60 ટકા વેક્સિન ભારતમાં બની છે. સર્વાઇકલ કેન્સરની પ્રથમ સ્વદેશી વેક્સિન સર્વાવેક અને વિશ્વની પ્રથમ DNA આધારિત વેક્સિન કોરોના માટે ભારતમાં બની. આજના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સફળ વૈજ્ઞાનિક બની ભારતને વિશ્વમાં સર્વશ્રેષ્ઠ સાબિત કરશે. ગુજરાત આજે દેશના સર્વશ્રેષ્ઠ 5 રાજ્યોમાંનું એક રાજ્ય છે. પરંતુ જ્યારે આ BSL-4 બનશે ત્યારે સૌથી સર્વશ્રેષ્ઠ ગુજરાત સાબિત થશે. જ્યારે કોરોના સમાપ્ત થયો અને કોરોના સામે સૌથી વધારે કોઈએ સ્પર્ધા જીતી હોય તો એ માત્ર ભારત છે. ભારતની 140 કરોડની જનતાને 2 વાર ડોઝ આપવામાં આવ્યા અને તરત જ સર્ટિ આપવામાં આવ્યા. ભારતે એક મિશન સાથે સફળતાથી સુરક્ષિત રીતે કોરોનાને માત આપી. ભારતે સૌથી પહેલા વેક્સિન બનાવી, લગાવી અને વિશ્વના ઘણા દેશોને પણ સુરક્ષિત બહાર લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *