Pakistan Border Terror Camps Active; Iran Protests 12K Deaths; Silver Surges | મોર્નિંગ ન્યૂઝ બ્રીફ: પાકિસ્તાન બોર્ડર પર 8 આતંકી કેમ્પ એક્ટિવ; ઈરાનના હિંસક પ્રદર્શનમાં 12 હજાર મોત; ચાંદી બે દિવસમાં ₹20,000 વધી – Gujarat News
.
ગઈકાલના મોટા સમાચાર પાકિસ્તાન બોર્ડર પર 8 આતંકી કેમ્પ એક્ટિવ હોવાની જાણકારી સાથે જોડાયેલા રહ્યા. બીજા મોટા સમાચાર ઈરાનના હિંસક પ્રદર્શનમાં 12 હજાર મોતના દાવાને લઈને રહ્યા.
⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર નજર રહેશે…
1. PM મોદીનું કાર્યાલય (PMO) નવી બિલ્ડિંગ ‘સેવા તીર્થ’ પરિસરમાં શિફ્ટ થઈ શકે છે.
2. કલકત્તા હાઈકોર્ટ ED વિરુદ્ધ TMC કેસની સુનાવણી કરશે. EDનો આરોપ છે કે I-PAC ડાયરેક્ટર પ્રતીક જૈનના ઠેકાણાઓ પર દરોડા દરમિયાન મમતા બેનર્જીએ અડચણ ઊભી કરી હતી.
📰 કાલના મોટા સમાચારો
1. PAKના આઠ કેમ્પ પર ભારતીય સેનાની નજર:આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું- ઓપરેશન સિંદૂર ચાલુ, કોઈપણ કૃત્યનો જવાબ આપવામાં આવશે

આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ મંગળવારે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. ભવિષ્યમાં કોઈપણ પ્રકારના આતંકવાદી કે સૈન્ય દુસ્સાહસ માટે અમે સંપૂર્ણપણે તૈયાર છીએ. ભારત પૂરી તાકાતથી જવાબ આપશે.
જનરલ દ્વિવેદીએ જણાવ્યું કે સરહદ પાસે 8 આતંકવાદી કેમ્પ હજુ પણ એક્ટિવ છે. જો કોઈ હરકત થશે તો કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર, થલસેના, વાયુસેના અને નૌસેનાના તાલમેલનું ઉત્તમ ઉદાહરણ છે. ઓપરેશન સિંદૂરમાં 100 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા.
રવિવારે સરહદ પાસે ડ્રોન જોવા મળ્યા હોવાના સવાલ પર આર્મી ચીફે કહ્યું- તે ખૂબ નાના ડ્રોન છે. આ લાઇટ ચાલુ કરીને ઉડે છે. તે વધુ ઊંચાઈ પર ઉડતા નથી અને બહુ ઓછા જોવા મળ્યા છે. 10 જાન્યુઆરીએ લગભગ 6 ડ્રોન જોવા મળ્યા હતા, જ્યારે 11 અને 12 જાન્યુઆરીએ 2 થી 3 ડ્રોન દેખાયા હતા.
આર્મી ચીફ બોલ્યા- 1963નો પાક-ચીન કરાર ગેરકાયદેસર
આર્મી ચીફે કહ્યું કે ભારત, પાકિસ્તાન અને ચીન વચ્ચે 1963ના કરારને ગેરકાયદેસર માને છે. જે અંતર્ગત પાકિસ્તાને શક્સગામ ઘાટીમાં પોતાનો વિસ્તાર ચીનને સોંપી દીધો હતો.
તેમણે કહ્યું કે અમે ત્યાં કોઈપણ હલચલ સ્વીકારતા નથી. જ્યાં સુધી ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોરનો સવાલ છે. અમે તેને સ્વીકારતા નથી. અમે તેને બંને દેશોની ગેરકાયદેસર કાર્યવાહી માનીએ છીએ. વાંચો સંપૂર્ણ સમાચાર
2. હવે 10 મિનિટમાં ડિલિવરી નહીં મળે:બ્લિન્કિટે ’10 મિનિટ ડિલિવરી’નો દાવો હટાવ્યો; સરકારે ઝેપ્ટો, સ્વિગી અને ઝોમેટો સાથે પણ વાત કરી

ક્વિક કોમર્સ પ્લેટફોર્મ બ્લિન્કિટે તેનાં તમામ બ્રાન્ડ પ્લેટફોર્મ્સ અને જાહેરાતોમાંથી ’10 મિનિટમાં ડિલિવરી’નો દાવો હટાવી લીધો છે. કેન્દ્રીય શ્રમમંત્રી મનસુખ માંડવિયાના હસ્તક્ષેપ અને ડિલિવરી પાર્ટનર્સની સુરક્ષાને લઈને વ્યક્ત કરાયેલી ચિંતા બાદ કંપનીએ આ પગલું ભર્યું છે.
સરકાર સાથેની બેઠકમાં સ્વિગી, ઝોમેટો અને ઝેપ્ટોએ પણ ખાતરી આપી છે કે તેઓ હવે ગ્રાહકોને સમય મર્યાદાનું વચન આપતી જાહેરાતો કરશે નહીં.
લેબર મિનિસ્ટરે કંપનીઓ સાથે બેઠક કરી
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં બ્લિન્કિટ, ઝેપ્ટો, સ્વિગી અને ઝોમેટોના ટોચના અધિકારીઓ સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠક કરી હતી. આ બેઠકમાં ડિલિવરી પાર્ટનર્સની સલામતી અને તેમના પર પડતા માનસિક દબાણ પર ચર્ચા થઈ. વાંચો સંપૂર્ણ સમાચાર
3. બાંગ્લાદેશે હઠ પકડી, T20 WCમાં સ્થળ બદલવાની ફરી માગ કરી:કહ્યું- ખેલાડીઓની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા; ICCનો હુકમ- ભારતમાં જ રમવું પડશે

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) T20 વર્લ્ડ કપમાં પોતાની મેચના સ્થળ ભારતની બદલે શ્રીલંકા કરવાની માગ પર અડગ છે.
BCBએ પ્રેસ રિલીઝ જાહેર કરીને જણાવ્યું છે કે- તેણે મંગળવારે ICC સાથે વીડિયો કોન્ફરન્સથી ફરી એકવાર પોતાની માગણી કરી છે. ICCએ બાંગ્લાદેશી બોર્ડને આ માગ પર ફરીથી વિચાર કરવા માટે જણાવ્યું છે.
ANIના રિપોર્ટ મુજબ, સોમવારે ICCએ BCBની વેન્યુ બદલવાની માગને ફગાવી દીધી હતી.
બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યાને કારણે BCCIએ મુસ્તફિઝુરને IPL રમવાની પરવાનગી આપી નહોતી અને 3 જાન્યુઆરીએ KKRએ તેને ટીમમાંથી બહાર કરી દીધો હતો.
આનાથી ઉશ્કેરાયેલા બાંગ્લાદેશે પોતાના દેશમાં IPL મેચના પ્રસારણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. એટલું જ નહીં, જોખમનો હવાલો આપીને 7 ફેબ્રુઆરીથી શરૂ થનારા T20 વર્લ્ડ કપમાં વેન્યુ બદલવાની માગ કરવા લાગ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર
4. ઈરાનમાં અત્યાર સુધી 12 હજાર લોકોની હત્યાઃ ટ્રમ્પે કહ્યું- ઈરાની પ્રદર્શનકારીઓ સરકારી ઈમારતો પર કબજો કરી લે; હુમલો કરનારાઓના નામ નોંધાઈ રહ્યા છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાં પ્રદર્શન કરી રહેલા લોકોને સરકારી ઈમારતો પર કબજો કરવાની સલાહ આપી છે. તેમણે મંગળવારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું કે ઈરાનના દેશભક્તો પ્રદર્શન ચાલુ રાખે અને પોતાની સંસ્થાઓને પોતાના કબજામાં લે.
ટ્રમ્પે લોકોને પ્રદર્શન ચાલુ રાખવાની અપીલ કરી અને કહ્યું કે મદદ રસ્તામાં છે. જે લોકો પ્રદર્શનકારીઓની હત્યા અને તેમના પર અત્યાચાર કરી રહ્યા છે, તેમના નામ નોંધવામાં આવી રહ્યા છે. તેમને આની ભારે કિંમત ચૂકવવી પડશે.
ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેમણે ઈરાનના અધિકારીઓ સાથે થનારી તમામ બેઠકો રદ કરી દીધી છે. જ્યાં સુધી પ્રદર્શનકારીઓની હત્યાઓ બંધ નહીં થાય, ત્યાં સુધી કોઈ વાતચીત થશે નહીં.
દાવો- ઈરાનમાં અત્યાર સુધી 12 હજાર લોકોની હત્યા
ઈરાનમાં 12 હજાર પ્રદર્શનકારીઓની હત્યા કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઈરાન સાથે જોડાયેલા મુદ્દાઓને કવર કરતી બ્રિટિશ વેબસાઈટ ‘ઈરાન ઈન્ટરનેશનલ’એ દાવો કર્યો છે કે આ હત્યાઓ છેલ્લા 17 દિવસમાં થઈ છે.
વેબસાઈટે તેને ઈરાનના આધુનિક ઈતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો નરસંહાર ગણાવ્યો છે. અત્યાર સુધીના મોટાભાગના અહેવાલોમાં મૃત્યુઆંક 600ની આસપાસ જણાવવામાં આવતો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર
5. ચાંદી બે જ દિવસમાં રૂ. 20,000 મોંઘી થઈ:આજે સોનાના ભાવમાં પણ ભડકો, આવનારા દિવસોમાં હજુ ભાવ વધશે; ખરીદીમાં આટલું ધ્યાન રાખો

આજે (13 જાન્યુઆરી) સોના-ચાંદીના ભાવ સતત બીજા દિવસે ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયા છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, એક કિલો ચાંદીની કિંમત 6,566 રૂપિયા વધીને 2,62,742 રૂપિયા પર પહોંચી ગઈ છે. ગઈકાલે એણે 2,57,283 રૂપિયાનો સર્વકાલીન ઉચ્ચતમ સ્તર બનાવ્યો હતો.
બે દિવસમાં ચાંદી લગભગ 20 હજાર રૂપિયા મોંઘી થઈ ગઈ છે, જ્યારે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 33 રૂપિયા વધીને 1,40,482 રૂપિયાના ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. ગઈકાલે એ 1,40,449 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.

આવનારા દિવસોમાં ભાવ વધુ વધી શકે છે
કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયાએ જણાવ્યું હતું કે ચાંદીની માગમાં હાલ તેજી છે, જે આગળ પણ જળવાઈ રહેવાનો અંદાજ છે. આવી સ્થિતિમાં ચાંદી આગામી 1 વર્ષમાં 2.75 લાખ સુધી પહોંચી શકે છે. સોનાની વાત કરીએ તો એની માગમાં પણ તેજી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં આવતા વર્ષ સુધીમાં એ 10 ગ્રામદીઠ 1.50 લાખ રૂપિયાને પાર કરી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર
6. છેલ્લી ઘડીએ બજારોમાં ઉત્તરાયણની ધૂમ ખરીદી, ભારે ભીડનો ડ્રોન નજારો:અમદાવાદ-સુરતની માર્કેટમાં પગ મૂકવાની જગ્યા નહીં, વડોદરાના ચાર દરવાજા પાસે પોલીસની વાહનો પર પ્રવેશબંધી

ગુજરાતમાં ઉત્તરાયણ પર્વને લઈને પતંગ બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો હતો. ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના મહાનગરોના બજારોમાં પતંગો અને દોરી તેમજ અન્ય ચીજવસ્તુઓ ખરીદવા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. જેના કારણે પતંગ બજારોમાં લોકોને પગ મૂકવાની જગ્યા ન હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. મોડી રાત સુધી પતંગ બજારોમાં લોકો દ્વારા ખરીદી કરવામાં આવી હતી.
ઓપરેશન સિંદૂર, નરેન્દ્ર મોદીની ફોટાવાળી, લાલો, ધુરંધર, પુષ્પા ફિલ્મ, બરેલીની ટુર્નામેન્ટ સહિતની ડિઝાઈન સાથેની પતંગો બજારમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. તો બીજી તરફ શાંતિ અને સુરક્ષા જાળવવા માટે પોલીસ વિભાગ દ્વારા ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી હતી. સાથે જ ખિસ્સાકાતરૂઓથી બચવા માટે લાઉડસ્પીકર દ્વારા સતત સૂચનાઓ આપવામાં આવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર
7. ‘બિગ બી’ સામે ક્રિકેટના ભગવાન એક રન ન કરી શક્યા!:સચિન અને અમિતાભ વચ્ચે ફિંગર ક્રિકેટની જંગ; મેચ, મજા અને મસ્તીનો વાઈરલ VIDEO

બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન માત્ર ફિલ્મી પડદા પર જ નહીં, પણ રમતગમતના મેદાનમાં પણ તેટલા જ ઉત્સાહી જોવા મળે છે. ક્રિકેટ પ્રત્યેનો તેમનો પ્રેમ જગજાહેર છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ધૂમ મચાવી રહ્યો છે, જેમાં બિગ બી ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર સાથે ‘ફિંગર ક્રિકેટ’ રમતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો જોઈને ફેન્સ મંત્રમુગ્ધ થઈ ગયા છે.
ક્રિકેટના ભગવાન સાથે ‘બિગ બી’ની મસ્તી ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL) ની ત્રીજી સીઝન દરમિયાન આ બંને દિગ્ગજો એકસાથે જોવા મળ્યા હતા. અમિતાભ બચ્ચને પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વીડિયો શેર કરતા લખ્યું- ક્રિકેટના ભગવાન સાથે ફિંગર ક્રિકેટની રમત. વીડિયોમાં જોઈ શકાય છે કે સચિન સાથે રમતી વખતે અમિતાભ બચ્ચનનું બાળપણ જાગી ઉઠ્યું હતું. જ્યારે તેઓ આઉટ થયા ત્યારે થોડીવાર માટે ઉદાસ થઈ ગયા હતા, પરંતુ તરત જ ફરી રમતમાં પરત ફર્યા હતા. બંને વચ્ચેની કેમેસ્ટ્રી અને હસતાં ચહેરા નેટિઝન્સ માટે કોઈ ભેટથી ઓછું નથી. વાંચો સંપૂર્ણ સમાચાર
🎭 આજનું કાર્ટૂન

⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં
1.નેશનલ : જમ્મુ-કાશ્મીરમાં LoC નજીક શંકાસ્પદ ડ્રોન દેખાયું:સેનાએ ફાયરિંગ કર્યું તો પાકિસ્તાન તરફ ભાગ્યો, 3 દિવસમાં બીજો કિસ્સો (વાંચો સંપૂર્ણ સમાચાર)
2.ઈન્ટરનેશનલ : ISROનું રોકેટ નિષ્ફળ, છતાં સ્પેનિશ સેટેલાઇટ એક્ટિવ:સ્પેસમાંથી સિગ્નલ મોકલ્યો; કંપની બોલી- કયા રસ્તેથી પહોંચ્યો, તે શોધી રહ્યા છીએ (વાંચો સંપૂર્ણ સમાચાર)
3.નેશનલ : SCએ કહ્યું, કૂતરાંમાં વાઇરસ, એનાથી થતી બીમારીની સારવાર નથી:જો કોઈનું મોત થશે તો સરકારે વળતર ચૂકવવું પડશે; જેમને રખડતા કૂતરાઓની ચિંતા છે, તેઓ તેને ઘરે લઈ જાય (વાંચો સંપૂર્ણ સમાચાર)
4.ઈન્ટરનેશનલ : બાંગ્લાદેશમાં વધુ એક હિંદુની હત્યા:28 વર્ષના ઓટો-ડ્રાઇવરને ઘરે પરત ફરતી વખતે ચાકુ માર્યું; 23 દિવસમાં 7 હિંદુની હત્યા (વાંચો સંપૂર્ણ સમાચાર)
5.બિઝનેસ : એપલે AI માટે ગૂગલ જેમિની સાથે ભાગીદારી કરી:આઇફોનમાં સિરીને સુધારશે, મસ્કે ડીલને ખોટી ગણાવી (વાંચો સંપૂર્ણ સમાચાર)
6.સ્પોર્ટ્સ : રોહિત-કોહલી રાજકોટમાં છેલ્લી મેચ રમશે!:મેચ પહેલાં પ્લેયર્સે નેટ્સમાં પરસેવો પાડ્યો; બુધવારે બીજી વન-ડેમાં રનનો વરસાદ જોવા મળી શકે (વાંચો સંપૂર્ણ સમાચાર)
7.ધર્મ તહેવાર જ્યોતિષ : મકરસંક્રાંતિની તારીખને લઈને પંચાંગ ભેદ!:14 જાન્યુઆરીએ સૂર્ય અને ભગવાન વિષ્ણુની પૂજાનો શુભ યોગ; તલ સંબંધિત 6 કાર્યો કરવા ફળદાયી (વાંચો સંપૂર્ણ સમાચાર)
🗣️ ચર્ચિત નિવેદન

😲 અજબ ગજબ
ખિસ્સામાં કોબ્રા લઈને ડોક્ટર પાસે પહોંચ્યો શખ્સ

મથુરામાં એક શખ્સને કોબ્રા સાપ કરડ્યો. તે સાપને ખિસ્સામાં રાખીને જિલ્લા હોસ્પિટલ પહોંચી ગયો. ડોક્ટરને કહ્યું કે સાહેબ ઈલાજ કરી દો, આ જ સાપ કરડ્યો છે. ત્યારબાદ તેનો ઈલાજ કરવામાં આવ્યો. હાલમાં તેની હાલત સ્થિર છે.
📸 ફોટો, જે પોતે સમાચાર છે

🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ
🌍 કરંટ અફેર્સ

⏳ આજના દિવસનો ઈતિહાસ

📊 માર્કેટની સ્થિતિ

🌦️ મોસમનો મિજાજ

રાશિફળ
બુધવારનું રાશિફળ:મેષ, મિથુન અને સિંહ રાશિ માટે મકરસંક્રાંતિનો ‘પવન’ સારો, કન્યા-મકરના જાતકોનું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે વાંચો સંપૂર્ણ સમાચાર