Deepti Sharma; MI Vs UPW WPL 2026 LIVE Score Update
સ્પોર્ટ્સ ડેસ્ક20 કલાક પેહલા
- કૉપી લિંક

વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની ચોથી સીઝનમાં યુપી વોરિયર્સને 3 હાર બાદ પ્રથમ જીત મળી. ટીમે ગુરુવારે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટે હરાવ્યું. નવી મુંબઈના DY પાટીલ સ્ટેડિયમમાં મુંબઈએ 161 રન બનાવ્યા. UPWએ 18.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો.
ખરાબ શરૂઆત બાદ મુંબઈએ મોટો સ્કોર બનાવ્યો ટૉસ હારતા પહેલી બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સે પાવરપ્લેમાં કોઈ વિકેટ ગુમાવી ન હતી, પરંતુ ટીમનો સ્કોર 36 રન સુધી જ પહોંચ્યો હતો. જી કમલિની 12 બોલમાં 5 રન બનાવીને આઉટ થઈ. તેમની સામે અમનજોત કૌરે 38 રન બનાવ્યા. બંને બાદ કેપ્ટન હરમનપ્રીત કૌર પણ 11 બોલમાં 16 રન જ બનાવી શકી.

નેટ સિવર-બ્રન્ટે WPLમાં 10મી ફિફ્ટી ફટકારી.
13 ઓવર સુધી મુંબઈએ 78 રન સુધીમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી નેટ સિવર બ્રન્ટે નિકોલા કેરી સાથે મળીને ટીમને 150ના પાર પહોંચાડી દીધી. સિવર-બ્રન્ટ 43 બોલમાં 65 રન બનાવીને આઉટ થઈ. કેરી 32 રન બનાવીને નોટઆઉટ રહી અને ટીમને 161 સુધી પહોંચાડી દીધી.
યુપી વોરિયર્સ તરફથી શિખા પાંડે, દીપ્તિ શર્મા, સોફી એકલસ્ટન અને આશા સોભનાને 1-1 વિકેટ મળી. એક બેટર રન આઉટ થઈ. ક્રાંતિ ગૌડ અને ક્લો ટ્રાયોન કોઈ વિકેટ લઈ શકી નહીં.

વિકેટની ખુશી મનાવતી યુપી વોરિયર્સની પ્લેયર્સ.
હરલીને ફિફ્ટી ફટકારીને જીતાડ્યું 162 રનના ટાર્ગેટ સામે કેપ્ટન મેગ લેનિંગ અને કિરણ નવગીરેએ યુપીને મજબૂત શરૂઆત અપાવી. બંનેએ 6 ઓવરમાં ટીમને 42 રન સુધી પહોંચાડી દીધી. નવગીરે 10 અને લેનિંગ 25 રન બનાવીને આઉટ થઈ. નંબર-3 પર ઉતરેલી ફીબી લિચફિલ્ડે પછી હરલીન દેઓલ સાથે ઇનિંગ્સ સંભાળી. બંનેએ ટીમને 118 રન સુધી પહોંચાડી દીધી.
લિચફિલ્ડ 25 રન બનાવીને આઉટ થઈ. 30 બોલ પર ટીમને 44 રન જોઈતા હતા. અહીં સંસ્કૃતિ ગુપ્તા વિરુદ્ધ હરલીને 3 ચોગ્ગા ફટકારીને ઓવરમાંથી 15 રન મેળવી લીધા. આગલી ઓવરમાં એમેલિયા કર વિરુદ્ધ ટીમે 11 રન મેળવી લીધા. 18 બોલ પર ટીમને 18 રનની જરૂર પડી. હરલીને ક્લો ટ્રાયોન સાથે મળીને યુપીને જીત અપાવી.
હરલીન 64 અને ટ્રાયોન 27 રન બનાવીને નોટઆઉટ રહી. મુંબઈ માટે નેટ સિવર-બ્રન્ટે 28 રન આપીને 2 વિકેટ લીધી. એમિલિયા કરને 1 વિકેટ મળી. સજીવન સાજના, ત્રિવણી વશિષ્ઠ, સંસ્કૃતિ ગુપ્તા, શબનિમ ઈસ્માઈલ અને નિકોલા કેરી કોઈ વિકેટ લઈ શકી નહીં.

હરલીન દેઓલે ફિફ્ટી ફટકારીને યુપીને પ્રથમ જીત અપાવી.
મુંબઈની બીજી હાર WPLની ચોથી સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સને બીજી હાર મળી. ટીમને પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પણ હરાવી હતી. ત્યારબાદ MIએ ગુજરાત અને દિલ્હી સામે જીત મેળવી. જ્યારે UPWને ગુજરાત, બેંગલુરુ અને દિલ્હી સામે હાર્યા બાદ પ્રથમ જીત મળી.
બંને ટીમની પ્લેઇંગ-11I મુંબઈ ઈન્ડિયન્સ: હરમનપ્રીત કૌર (કેપ્ટન), જી કમલિની (વિકેટકીપર), નેટ સિવર-બ્રન્ટ, એમેલિયા કર, નિકોલા કેરી, સજીવન સાજના, અમનજોત કૌર, પૂનમ ખેમનર, શબનિમ ઈસ્માઈલ, સંસ્કૃતિ ગુપ્તા, ત્રિવેણી વશિષ્ઠ.
યુપી વોરિયર્સ: મેગ લેનિંગ (કેપ્ટન), કિરણ નવગિરે, ફોબી લિચફિલ્ડ, હરલીન દેઓલ, ક્લો ટ્રાયોન, શ્વેતા સેહરાવત (વિકેટકીપર), દીપ્તિ શર્મા, શિખા પાંડે, ક્રાંતિ ગૌડ, આશા શોભના અને સોફી એક્લેસ્ટન.