શેર માર્કેટ ક્રેશઃ એક જ દિવસમાં 10 લાખ કરોડ ડૂબ્યા! સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધારે તૂટ્યો; જાણો કારણ – stock market crash sensex nifty sharp fall invetors lost 10 lakhs crore today | સ્ટોક માર્કેટ સમાચાર
Last Updated:
Stock Market Crash: ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે સેન્સેક્સ 1065 પોઈન્ટ તૂટીને 82,180.47ની સપાટી પર બંધ થયો છે, જ્યારે નિફ્ટી 353 પોઈન્ટ ઘટીને 25,232.50ના સ્તરે બંધ થયો છે.
Stock Market Crash: ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે સેન્સેક્સ 1065 પોઈન્ટ તૂટીને 82,180.47ની સપાટી પર બંધ થયો છે, જ્યારે નિફ્ટી 353 પોઈન્ટ ઘટીને 25,232.50ના સ્તરે બંધ થયો છે. બેંક નિફ્ટીમાં પણ આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે, આજે બેંક નિફ્ટીમાં 487 પોઈન્ટનો ઘટાડો થયો છે. જોકે, ઇન્ટ્રાડે દરમિયાન સેન્સેક્સ 1200 પોઈન્ટ અને નિફ્ટી 400 પોઈન્ટ સુધી ઘટ્યો હતો. આટલા મોટા ઘટાડાને કારણે મંગળવારે રોકાણકારોના 10.12 લાખ કરોડ રૂપિયા એક જ દિવસમાં ધોવાઈ ગયા છે.
BSEના ટોપ 30 શેરમાંથી માત્ર HDFC Bankને છોડીને બાકીના તમામ 29 શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. સૌથી વધારે ઘટાડો Zomatoના શેરમાં થયો છે, જે 4 ટકાથી વધારે તૂટ્યો છે. તે પછી Bajaj Finance, Sun Pharma, IndiGo, Reliance, TCS જેવા શેરો પણ ધડામ કરતા પડ્યા છે.
સોમવારે BSE માર્કેટ કેપિટલાઇઝેશન 465.68 લાખ કરોડ રૂપિયા હતું, પરંતુ આજે તે 455.72 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું. એટલે કે એક જ દિવસમાં BSE માર્કેટ કેપિટલાઇઝેશનમાં 10.12 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. બીજા શબ્દોમાં કહીએ તો રોકાણકારોના 10.12 લાખ કરોડ રૂપિયા એક જ દિવસમાં ધોવાઈ ગયા છે.
શેરબજારમાં કેમ ‘ભૂકંપ’ આવ્યો?
IT કંપનીઓના શેરમાં ઘટાડો – મંગળવારે IT કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો. રોકાણકારોએ આ શેરોમાં જોરદાર વેચાણ કર્યું, જેના કારણે બેન્ચમાર્ક ઇન્ડેક્સ બે મહિનાથી વધુ સમયના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો. Wiproના શેર 3 ટકા, LTIMindtreeના શેર 6 ટકા સુધી તૂટ્યા હતા.
ટેરિફે વધાર્યું ટેન્શન – નવા ટેરિફના ડરથી ગ્લોબલ સેન્ટિમેન્ટ પર અસર પડી છે અને ગ્લોબલ માર્કેટમાં ટ્રેડ વોરનું જોખમ વધ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર વધુ અમેરિકી નિયંત્રણ સ્થાપિત કરવાના પ્રયાસમાં આઠ યુરોપિયન યુનિયનના સભ્ય દેશો પર નવા ટેરિફની ધમકી આપી છે. તો બીજી બાજુ ફ્રાન્સે 200 ટકા ટેરિફ લગાવવાની ધમકી આપી છે.

વિદેશી રોકાણકારોની વેચવાલી – વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણથી બજારની ભાવના પર દબાણ બન્યું રહ્યું. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)એ સતત દસમા સેશનમાં નેટ વેચાણ ચાલુ રાખ્યું છે. સોમવારે FIIsએ લગભગ 3,263 કરોડ રૂપિયાની ઇક્વિટી વેચી.
સોના-ચાંદીની ડિમાન્ડ – સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં રોકાણકારો વધુ પૈસા લગાવી રહ્યા છે. મંગળવારે સોનું પહેલી વખત $4,700 પ્રતિ ઔંસને પાર કરી ગયું હતું, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુરોપિયન સહયોગીઓ પર વધારાના ટેરિફ લગાવવાની ધમકી પછી ચાંદી રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગઈ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી શેરબજારની જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Mumbai,Maharashtra
