અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત, 4નાં મોત:ટ્રેલર સાથે અથડાતા 16 શ્રદ્ધાળુ ઘાયલ, રામદેવરાથી દર્શન કરીને ગુજરાત પરત ફરી રહ્યા હતા
![]()
જોધપુરમાં બસ અને ટ્રેલર વચ્ચે સામસામે ભયાનક અથડામણ થઈ. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા. 16 ઘાયલ થયા. આ અકસ્માત જોધપુર-જેસલમેર નેશનલ હાઈવે-125 પર કેરુ ગામમાં મુલાનાડા રોયલ્ટી નાકા પાસે મંગળવારે સાંજે 4:30 વાગ્યે થયો હતો. પોલીસે ગ્રામજનોની મદદથી ઘાયલોને બસમાંથી બહાર કાઢ્યા. ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા જોધપુરની મથુરાદાસ માથુર (MDM) હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા. મૃતદેહોને મોર્ચ્યુરીમાં રાખવામાં આવ્યા. બસમાં સવાર તમામ લોકો ગુજરાતના અરવલ્લી જિલ્લાના રમાણા રૂપણ ગામના રહેવાસી છે. તેઓ રામદેવરા (જેસલમેર)માં બાબા રામદેવના દર્શન કરીને ગુજરાત પરત ફરી રહ્યા હતા. શાસ્ત્રી નગર પોલીસ સ્ટેશનના અધિકારી ઝુલ્ફિકારે જણાવ્યું- બસમાં કુલ 20 લોકો હતા. તેમાંથી 4 લોકોના મોત થયા. 16 ઘાયલોની એમડીએમ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જુઓ, અકસ્માત સંબંધિત PHOTOS… પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ…
Source link