ગુજરાત ભાજપે મહિલા નેતૃત્વને પ્રાધાન્ય આપ્યું, નવા સંગઠન માળખામાં 19 મહિલાઓને સ્થાન મળ્યું-Gujarat BJP inducts 19 women in new organizational structure | ગાંધીનગર


Last Updated:

ગુજરાત ભાજપ દ્વારા જે નવું સંગઠન માળખું જાહેર થયું છે. તેમાં મહિલા નેતૃત્વને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. 79 સભ્યોની કારોબારીમાં 19 મહિલાઓને સ્થાન મળ્યું છે.

ગુજરાત ભાજપે મહિલા નેતૃત્વને પ્રાધાન્ય આપ્યું
ગુજરાત ભાજપે મહિલા નેતૃત્વને પ્રાધાન્ય આપ્યું

ગાંધીનગર: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા માટે નવી પ્રદેશ કારોબારીની જાહેરાત કરી છે. આવનારી મહાનગરપાલિકા, નગરપાલિકા તથા પંચાયતોની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રચાયેલ આ માળખામાં કુલ 106 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 79 કારોબારી સભ્યો, 27 પ્રદેશ હોદ્દેદારો તથા 26 વિશેષ આમંત્રિત સભ્યોનો સમાવેશ થાય છે. આ નવી યાદીમાં સૌથી વધુ ધ્યાન ખેંચતી બાબત એ છે કે ભાજપે મહિલા નેતૃત્વને પ્રાધાન્ય આપતા 19 મહિલાઓને કારોબારીમાં સ્થાન આપ્યું છે.

પક્ષ દ્વારા જાહેર કરાયેલ નવી ટીમમાં જ્ઞાતિગત અને પ્રાદેશિક સમતોલનનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી 22 સભ્યોને સ્થાન મળ્યું છે, જે આગામી રાજકીય સમીકરણોમાં આ ક્ષેત્રની મહત્વતા દર્શાવે છે. ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મજબૂત પ્રદર્શન માટે આ પ્રાદેશિક સંતુલન મહત્વની ભૂમિકા ભજવશે.

નવી કારોબારીમાં અનુભવી અને વરિષ્ઠ નેતાઓની સાથે યુવા ચહેરાઓને પણ મહત્વ આપવામાં આવ્યું છે. પૂર્વ મંત્રીઓ, પૂર્વ પ્રદેશ હોદ્દેદારો તથા લાંબા સમયથી સંગઠનમાં કાર્યરત કાર્યકરોને વિશેષ આમંત્રિત સભ્યો તરીકે સામેલ કરીને તેમના અનુભવનો લાભ લેવા યોજના બનાવાઈ છે. દિગ્ગજ નેતા વજુભાઈ વાળા સહિત અનેક વરિષ્ઠ આગેવાનોને આ કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આથી સ્પષ્ટ થાય છે કે પક્ષ એક તરફ અનુભવની મૂડી જાળવી રાખવા માંગે છે તો બીજી તરફ નવી પેઢીને આગળ લાવવા પણ પ્રયત્નશીલ છે.

મહિલાઓને મળેલું પ્રતિનિધિત્વ ભાજપની ‘નારી શક્તિ’ની નીતિને વધુ મજબૂત બનાવે છે. 19 મહિલા સભ્યોની નિમણૂકથી સંગઠનમાં લિંગ સમતોલન વધશે અને ગ્રામ્ય-શહેરી સ્તરે મહિલાઓ સુધી પહોંચ વધુ સરળ બનશે. સાથે જ યુવા મોરચા, કિસાન મોરચા, એસસી–એસટી મોરચા તથા અન્ય સેલના પ્રમુખોની પણ નિમણૂક કરીને સંગઠનને સંપૂર્ણ અને કાર્યક્ષમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *