ગાંધીનગર: સાયબર ફ્રોડના મોટા નેટવર્કનો પર્દાફાશ, કુલ 1229 ગુનામાં સંડોવાયેલા 8 આરોપીઓ ઝડપાયા-8 accused involved in major cyber fraud arrested | ગાંધીનગર


Last Updated:

સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં કુલ 1229 ગુનામાં સંડોવાયેલા કુલ 8 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો
સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો

ગાંધીનગર: સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા મોટું સાયબર ફ્રોડ ઝડપી પાડવામાં આવ્યું છે. સુરત શહેરના કુલ નવ આરોપીની સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર સાયબર ફ્રોડ અંગે માહિતી આપતા સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસ.પી. રાજદીપ સિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, અમે ટીમે સાયબર ફ્રોડ આચરનાર 8 આરોપીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા તમામ આરોપી સુરત શહેરના છે.

મુખ્ય આરોપી અબ્દુલરબ કાદિર ચામડિયા છે. જ્યારે અન્ય આરોપીઓના નામ ફેહ્ઝાન જુસાણી, શેખ મોહમ્મદ, જુબેર મોહમ્મદ, નૂર અહમદ યાસીન, નુર અહમદ સરફરાજ, મોહમ્મદ રફીક શેખ, સાજીદ મયુદ્દીન અને અબ્દુલ રજાક હોવાનું સામે આવ્યું છે જેમની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપી અલગ અલગ નવ જેટલી ખોટી પેઢીઓ જેવી કે, એઆર માર્કેટિંગ ગલ્ફ ટુરીઝમ પ્રાઇવેટ લિમિટેડ, વિસત એન્જિનિયરિંગ રાજવી સ્ક્રેપ ટ્રેડિંગ, ડિજિટલ મોબાઈલ ટ્રેડિંગ, એ જે શૂઝ ક્રોસ રોડ ટ્રેડિંગ ડાયમંડ, વોટર એવર ગ્રીન ટ્રેડ ગ્રુપ નામની ખોટી બનાવેલી પેઢીઓમાં પણ નાણાં મોકલતા હોવાનું સામે આવ્યું છે.

આ તમામ સેલ કંપનીઓના આધારે સાયબર ક્રિમિનલ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી એસએમએસ, વોટ્સએપ, ટેલિગ્રામ દ્વારા ખોટી ઓળખ ઉભી કરીને અલગ અલગ પ્રકારની વધુ રૂપિયા કમાવવાની લાલચ આપીને છેતરપિંડી આચરતા હોવાનું સામે આવ્યું છે. તેમજ ભારતના અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ લોકો પાસેથી કમિશન ઉપર બેંક એકાઉન્ટ લઈ તેમાં છેતરપિંડીના રૂપિયા ટ્રાન્સફર કરાવતા હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં બેન્કમાં કુલ 28 કરંટ તેમજ 54 સેવિંગ જેટલા એકાઉન્ટ મળીને કુલ 82 એકાઉન્ટ ખોલાવડાવીને તે બેંક ખાતામાં અલગ અલગ મોર્ડસ ઓપરેન્ડીથી સાયબર ફ્રોડના ગુનામાં સંકળાયેલા છે. જેમાં દેશના 28 રાજ્યોના કુલ 12229 ગુનાઓમાં કુલ 826 કરોડથી પણ વધારે સાયબર ક્રાઇમના ગુનાઓ આચર્યા હોવાનું સામે આવ્યું છે.

ધરપકડ બાદ તમામ  આરોપીઓ પાસેથી મોબાઇલ ફોનમાંથી 82 થી વધુ બેંક એકાઉન્ટની વિગત પણ મળી આવી છે. તેમજ આંતરરાષ્ટ્રીય અને રાજ્યમાં ગેંગ ચલાવતા હોવાનું પણ સામે આવ્યું છે. આ તમામ આરોપી પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચીને આર્થિક રીતે સધ્ધર થવા માટે પોતાની સ્વચ્છ છબી ઊભી કરીને વ્યક્તિઓને લોભ લાલચ આપીને છેતરપિંડી આચરતા હતા.

આરોપીઓ છેતરપિંડી કરવાના ઇરાદાથી અલગ અલગ નવ પેઢી ઊભી કરીને અલગ અલગ બેંકમાં ખાતા ખોલાવીને એકાઉન્ટ ધારકો પાસેથી એકાઉન્ટ કીટો તેમજ એકાઉન્ટ રજીસ્ટર કરાવેલા મોબાઈલ નંબરના સીમકાર્ડ મેળવી લોકોને ઇન્ટરનેટના માધ્યમથી ઠગાઈ કરતા હોવાનું માહિતી પ્રાપ્ત થઈ છે. આ ઉપરાંત આરોપી પોતાના મળતીયાના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણા જમા કરાવીને  વિડ્રો કરાવીને જુદી જુદી રકમના કમિશનનો મેળવતા હોવાનું સામે આવ્યું છે. જે અંતર્ગત પોલીસ દ્વારા બેન્ક એકાઉન્ટની વિગતો ચેક કરતા અંદાજે 826 કરોડની સાયબર ઠગાઈની અરજીઓ દ્વારા જાણકારી પ્રાપ્ત થઈ છે.

ઉલ્લેખનીય છે કે 1930 પોર્ટલ પર સમગ્ર દેશના 1229 જેટલા સાયબર ફ્રોડના ગુનાઓ નોંધાયેલા છે. જેમાંથી 1930 પોર્ટલ પર ગુજરાતમાં 91 સાયબર ફ્રોડના ગુનાઓને નોંધાયેલી હકીકતો પણ મળી છે. જે અંતર્ગત પોલીસે ડિજિટલ એરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફંડ, યુપીઆઈ રીલેટેડ ફંડ, ડિપોઝિટ ફંડ, લોન ફંડ, પાર્ટ ટાઈમ જોબ પર સહિતની વિગતો મેળવીને તેમાંથી નાણાંની હેરફેર કરતા હોવાની પણ જાણકારી પ્રાથમિક તપાસમાં પોલીસને હાથ લાગી છે. સમગ્ર મામલે પોલીસ આરોપીઓની પૂછરપરછ કરી રહી છે જેમા આ મામલે વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *