ડોનાલ્ડ પર વરસ્યા ડોલર, ટ્રમ્પ ચારે બાજુથી માલામાલ થયા:રિપોર્ટ- રાષ્ટ્રપતિ પદનો ઉપયોગ કરીને ફેમિલી બિઝનેસ વધાર્યો, એક વર્ષમાં સંપત્તિ ₹12,800 કરોડ વધી, ભારતમાં 8 પ્રોજેક્ટ કાર્યરત
![]()
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે દાવોસમાં દાવો કર્યો કે તેઓ અમેરિકાને ફરીથી મહાન અને સમૃદ્ધ બનાવી રહ્યા છે. તેમણે પોતાની નીતિઓ અને ટેરિફના કારણે 16.48 લાખ કરોડ રૂપિયાનું રોકાણ આવવાનો દાવો કર્યો. જ્યારે 20 જાન્યુઆરીએ આવેલી ન્યૂયોર્ક ટાઈમ્સ (NYT)ના એક રિપોર્ટ અનુસાર, ટેરિફ વોરનો બોજ અમેરિકન ગ્રાહકો પર પડ્યો. આ દરમિયાન ટ્રમ્પની અંગત સંપત્તિમાં જબરદસ્ત વધારો થયો છે. NYT અનુસાર, જાન્યુઆરી 2025માં ફરીથી વ્હાઇટ હાઉસ પરત ફર્યા પછી છેલ્લા એક વર્ષમાં ટ્રમ્પની સંપત્તિ ઓછામાં ઓછી લગભગ 12,810 કરોડ રૂપિયા વધી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વાસ્તવિક કમાણી આનાથી પણ વધુ હોઈ શકે છે, કારણ કે ઘણા નફા જાહેર કરવામાં આવ્યા નથી. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ્સ અનુસાર, ભારતમાં 8 ટ્રમ્પ-બ્રાન્ડેડ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે અથવા પ્લાન કરવામાં આવ્યા છે, જેમાં રેસિડેન્શિયલ ટાવર્સ, કોમર્શિયલ સ્પેસ અને અન્યનો સમાવેશ થાય છે. પુણેમાં બની રહ્યું છે ટ્રમ્પ વર્લ્ડ સેન્ટર, 289 મિલિયન ડોલરની કમાણીનો અંદાજ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદની સત્તાનો ઉપયોગ કરીને પોતાને અને પરિવારને ફાયદો પહોંચાડ્યો. ટ્રમ્પ વિદેશી સરકારો અને કંપનીઓ સાથે એવા સોદા કરી રહ્યા છે જેનાથી તેમના પરિવારને પૈસા મળી રહ્યા છે. ટ્રમ્પની કમાણીનો મોટો હિસ્સો વિદેશી રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાંથી આવ્યો છે. ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન 20થી વધુ વિદેશી પ્રોજેક્ટ્સ ચલાવી રહ્યું છે. તેમણે ‘ટ્રમ્પ’ નામનું લાઇસન્સ આપીને લગભગ 210 કરોડ રૂપિયા કમાયા, જેમાં ઓમાનમાં લક્ઝરી હોટેલ અને સાઉદી અરેબિયામાં ગોલ્ફ કોર્સનો સમાવેશ થાય છે. ભારતમાં પહેલો ટ્રમ્પ-બ્રાન્ડેડ કોમર્શિયલ પ્રોજેક્ટ ટ્રમ્પ વર્લ્ડ સેન્ટર પુણેમાં બની રહ્યો છે. આનાથી ટ્રમ્પને 289 મિલિયન ડોલરથી વધુની કમાણી થવાનો અંદાજ છે. ગુરુગ્રામમાં રેસિડેન્શિયલ અને હોટેલ પ્રોજેક્ટ્સ લિસ્ટેડ છે. રસપ્રદ વાત એ છે કે, કેટલાક મહિના પહેલા ટ્રમ્પે ભારતને ડેડ ઇકોનોમી ગણાવ્યું હતું. ટેરિફના બદલામાં વિયેતનામ સાથે ગોલ્ફ પ્રોજેક્ટ શરૂ કરવાની ડીલ કરી ગયા વર્ષે અમેરિકાએ વિયેતનામ પર 46% ટેરિફ લગાવ્યો હતો. ટેરિફ ઘટાડવાના બદલામાં, ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનને હનોઈમાં 1.5 બિલિયન ડોલરનો ગોલ્ફ પ્રોજેક્ટ શરૂ કરવાની મંજૂરી મળી અને ટેરિફ ઘટાડીને 20% કરવામાં આવ્યો. રિપોર્ટ્સ અનુસાર, આ પ્રોજેક્ટને મંજૂરી આપવા માટે સ્થાનિક કાયદાઓને પણ અવગણવામાં આવ્યા હતા. એ જ રીતે, ઇન્ડોનેશિયામાં ઓક્ટોબર 2025ના એક વાયરલ વીડિયોમાં રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોને ટ્રમ્પના પુત્ર એરિકને મળવાની વાત કરતા સાંભળવામાં આવ્યા હતા. એરિક ટ્રમ્પ પરિવારનો વ્યવસાય સંભાળી રહ્યા છે. ઇન્ડોનેશિયામાં માર્ચમાં પ્રથમ ટ્રમ્પ-બ્રાન્ડેડ ગોલ્ફ ક્લબ ખુલ્યો. ત્યાં એક અન્ય પ્રોપર્ટી અને બાલીમાં એક રિસોર્ટ પણ ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનની વેબસાઇટ પર લિસ્ટેડ છે.
ક્રિપ્ટોકરન્સીથી ટ્રમ્પ પરિવારને સૌથી વધુ કમાણી થઈ ટ્રમ્પની સૌથી મોટી કમાણી ક્રિપ્ટોકરન્સીથી થઈ છે. ગયા વર્ષે તેમના પરિવાર સાથે સંકળાયેલી વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલ કંપની અને એક મીમ કોઈનમાંથી ઓછામાં ઓછા 867 મિલિયન ડોલર આવ્યા. 2025માં UAEની એક ફર્મે ટ્રમ્પની કંપનીમાં 2 બિલિયન ડોલરનું રોકાણ કર્યું, જે વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલ તરીકે ઓળખાય છે. થોડા અઠવાડિયા પછી ટ્રમ્પે UAEને સેમિકન્ડક્ટર ચિપ્સ વેચવાની મંજૂરી આપી. ટ્રમ્પ અને તેમના પુત્રો પાસે વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલમાં 5 બિલિયન ડોલરથી વધુના સ્ટેક છે, જે પરિવારની સૌથી મોટી સંપત્તિ બની ગઈ છે. પાકિસ્તાન સાથે પણ એક મોટી ક્રિપ્ટો ડીલ થઈ છે, જે 17,000 કરોડ રૂપિયાની હોવાનું કહેવાય છે. એમેઝોને 28 મિલિયન ડોલરમાં ડોક્યુમેન્ટરી મેલાનિયાના રાઇટ્સ ખરીદ્યા આ ઉપરાંત, ટ્રમ્પ અને મેલાનિયાએ ફિલ્મમેકિંગમાંથી પણ કમાણી કરી. એમેઝોને મેલાનિયાની આગામી ડોક્યુમેન્ટરી ‘મેલાનિયા’ના રાઇટ્સ માટે 28 મિલિયન ડોલર આપ્યા. આ સાથે, ટેક અને મીડિયા કંપનીઓ જેવી કે X, મેટા, યુટ્યુબ અને પેરામાઉન્ટે ટ્રમ્પ વિરુદ્ધના કેસ પતાવવા માટે કુલ 90.5 મિલિયન ડોલર આપ્યા. યુટ્યુબે ટ્રમ્પની ચેનલ સસ્પેન્ડ કરવા બદલ 24.5 મિલિયન ડોલર, જ્યારે પેરામાઉન્ટે કમલા હેરિસના ઇન્ટરવ્યુ એડિટ મામલે 16 મિલિયન ડોલર ચૂકવ્યા. ટ્રમ્પે એક વર્ષમાં ₹18 હજાર કરોડનું દાન લીધુ ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા પછી તેમની ટીમે મોટા પાયે ભંડોળ પણ એકત્ર કર્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સની તપાસમાં સામે આવ્યું છે કે ચૂંટણી પછી ટ્રમ્પ અને તેમના નજીકના લોકોએ લગભગ 2 અબજ ડોલર (18 હજાર કરોડ રૂપિયા) અલગ-અલગ ફંડ અને યોજનાઓ માટે એકઠા કર્યા. આ રકમ તેમના ચૂંટણી પ્રચાર માટે એકત્ર કરાયેલી રકમ કરતાં પણ વધુ છે. રિપોર્ટ અનુસાર, સરકારી દસ્તાવેજો, ફંડિંગ રેકોર્ડ્સ અને ઘણા લોકો સાથે વાતચીત કરીને જાણવા મળ્યું કે ઓછામાં ઓછા 346 મોટા દાતાઓ એવા છે, જેમાંથી દરેકે 2.5 લાખ ડોલર કે તેથી વધુનું દાન આપ્યું હતું. આ લોકો પાસેથી જ લગભગ 50 કરોડ ડોલરથી વધુની રકમ આવી હતી. તેમાંથી લગભગ 200 દાતાઓ એવા છે, જેમને અથવા જેમના વ્યવસાયને ટ્રમ્પ સરકારના નિર્ણયોથી ફાયદો થયો હતો. આમાં સુંદર પિચાઈ અને સત્ય નડેલા જેવા 6 ભારતીય મૂળના ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે. જોકે, રિપોર્ટ એમ પણ કહે છે કે કોઈએ પૈસા આપ્યા અને બદલામાં સીધો ફાયદો મળ્યો તે સાબિત કરવું મુશ્કેલ છે, પરંતુ એટલું ચોક્કસ છે કે પૈસા અને ફાયદાઓનો આ સંબંધ સવાલો ઉભા કરે છે. એરક્રાફ્ટ સહિત ઘણી લક્ઝરી ભેટો પણ ટ્રમ્પની સંપત્તિનો ભાગ ટ્રમ્પને તેમના કાર્યકાળ દરમિયાન ઘણી લક્ઝરી ભેટો પણ મળી હતી. જેમ કે કતાર તરફથી 400 મિલિયન ડોલરનું એરક્રાફ્ટ, જેને ‘પેલેસ ઓન વ્હીલ્સ’ કહેવામાં આવી રહ્યું છે. ટ્રમ્પ તેને એર ફોર્સ વન (ખાનગી પ્લેન) તરીકે ઉપયોગ કરવા માંગે છે અને ઓફિસ છોડ્યા પછી પણ તેને રાખવા માંગે છે. આ ભેટ ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનના દોહામાં લક્ઝરી ગોલ્ફ રિસોર્ટ ડીલના થોડા અઠવાડિયા પછી આવી. NYT અનુસાર, અમેરિકામાં મોંઘવારી અને ગ્રોસરીની કિંમતોમાં વધારા વચ્ચે ટ્રમ્પની ઝડપથી વધતી ખાનગી સંપત્તિ પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પના બીજા કાર્યકાળમાં તેમનું પદ માત્ર બિઝનેસ બનીને રહી ગયું છે. અમેરિકામાં એક સામાન્ય અમેરિકન પરિવારની સરેરાશ વાર્ષિક આવક લગભગ 83,000 ડોલર (લગભગ 76.7 લાખ રૂપિયા) છે. ટ્રમ્પની એક વર્ષની કમાણી આનાથી 16,720 ગણી વધારે છે. સરકારી તિજોરીમાં જમા થાય છે વિદેશી ભેટો
Source link