ભારત-EU વચ્ચે ટ્રેડ ડીલની જાહેરાત:લક્ઝરી કાર પર ટેરિફ 110થી ઘટીને 10%, દારૂ સસ્તો થશે, PM મોદીએ કહ્યું-ઇતિહાસના સૌથી મોટા FTA પર હસ્તાક્ષર; ટ્રમ્પને ખટક્યું




ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA)ની જાહેરાત કરવામાં આવી છે. પીએમ મોદીએ એને “મધર ઓફ ઓલ ડીલ” ગણાવી છે. આ કરાર હેઠળ ભારત યુરોપનાં અનેક ઉત્પાદનો પરના ભારે ટેકસને દૂર કરવા અથવા નોંધપાત્ર રીતે ઘટાડવા સંમત થયું છે, જેમાં કેમિકલ, વિમાન, અંતરિક્ષનાં સાધનો અને મેડિકલનાં સાધનોનો સમાવેશ થાય છે. લગભગ 90% મેડિકલ અને સર્જિકલ સાધનો હવે કરમુક્ત થશે. આ ડીલ બાદ ભારતમાં BMW અને મર્સિડીઝ-બેન્ઝ જેવી યુરોપિયન કાર પરનો ટેક્સ 110% થી ઘટાડીને 10% કરવામાં આવશે. વધુમાં, યુરોપિયન દારૂ અને વાઇન પરના ટેક્સમાં ઘટાડો થઈ શકે છે. અગાઉ, મંગળવારે એક કાર્યક્રમને સંબોધતાં પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે ભારત અને EU વચ્ચે FTA પર કરાર થયો છે. વિશ્વભરમાં એની ચર્ચા “મધર ઓફ ઓલ ડીલ” તરીકે થઈ રહી છે.
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ ડીલની જાહેરાત કરવામાં આવી. આ જાહેરાત 16મી ભારત-યુરોપિયન યુનિયન સમિટ દરમિયાન થશે. એના સહ-અધ્યક્ષતા યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિયો લુઈસ સાન્તોસ દા કોસ્ટા અને યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન કરી રહ્યાં છે. બંને નેતા હાલમાં ભારતની સત્તાવાર મુલાકાતે છે અને 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ કરાર વેપાર, સુરક્ષા અને સ્વચ્છ ઊર્જા જેવાં ક્ષેત્રોમાં સહયોગને મજબૂત બનાવશે. EU કમિશન અને કાઉન્સિલના અધ્યક્ષોની ભારત મુલાકાતના ફોટા… ભારત અને EU ટ્રેડ ડીલ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…



Source link