બગદાણા વિવાદની વચ્ચે આ ગુજરાતી ગીત ફરી વાયરલ થયું, જાણો આ ગીત સાથે શું છે સંબંધ?- bagdana controversy gujarati song bhai no ave call | ભાવનગર
Last Updated:
આ ગીતના ગાયક અનિલ ભરવાડ છે. જે ચૂંટણીના સમયે અને લોકોની ડિમાન્ડ પર આવા ગીતો બનાવતા હોય છે. ત્યારે હાલમાં બગદાણાના વિવાદની વચ્ચે આ ગીત ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે.
બગદાણા: બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહિરના દીકરાની સંડોવણીએ આ કેસને વધારે હાઈપ્રોફાઈલ બનાવી દીધો છે. આ કેસમાં જયરાજ આહિરની ધરપકડ પણ થઈ છે. જો કે આ સમગ્ર વિવાદની વચ્ચે હાલમાં એક ગીત સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આ ગીતને હવે આ વિવાદ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. જો કે આ ગીત 2 વર્ષ પહેલા સોશિયલ મીડિયા પર આવ્યું હતું, પણ ગીતના જે શબ્દો છે, તે આ વિવાદની વચ્ચે ફરી એક વાર આ ગીત વાયરલ થઈ રહ્યું છે. જેના શબ્દો છે કે “ભાઈનો આવે કોલ એટલે મેટર થઈ જાય સોલ્વ”.
આ ગીતના ગાયક અનિલ ભરવાડ છે. જે ચૂંટણીના સમયે અને લોકોની ડિમાન્ડ પર આવા ગીતો બનાવતા હોય છે. ત્યારે હાલમાં બગદાણાના વિવાદની વચ્ચે આ ગીત ફરી એક વાર ચર્ચામાં આવતા ન્યૂઝ 18 ગુજરાતીએ ગીતના ગાયક અનિલ ભરવાડ સાથે ખાસ વાતચીત કરી આ ગીત અંગે રસપ્રદ વાતો જાણવાની કોશિશ કરી છે.
ન્યૂઝ 18 સાથે વાત કરતા ગાયક અનિલ ભરવાડ જણાવે છે કે આ ગીત લગભગ બે વર્ષ પહેલા રેકોર્ડ કર્યું હતું. ચૂંટણીના સમયે આવા ગીત બનાવવા માટે ઘણા કોલ આવતા હોય છે. ઘણા એમએલએના કોલ પણ આવતા હોય છે. એ સમયે તેમને કાળુભાઈ જાંબુચાનો કોલ આવેલો, અને તેમની ડિમાન્ડ પર આ ગીત બનાવેલું હતું. જ્યારે આ ગીત આવ્યું ત્યારે પણ તેને સારો રિસ્પોન્સ મળ્યો હતો અને હાલમાં જ સોશિયલ મીડિયા પર રિલ્સમાં તે વાયરલ થઈ રહ્યું છે. બે વર્ષ પહેલા આ ગીત બનાવ્યું હતું ત્યારે આવો કંઈ વિચાર નહોતો.
ગાયક અનિલ ભરવાડ જણાવે છે કે આ ગીત આમ તો પરસોત્તમ ભાઈ સોલંકી અને દિવ્યેશ ભાઈ માટે બનાવ્યું હતું. તેમની સાથે ફરતા લોકો અને ખાસ કરીને કાળુ ભાઈ જાંબુચા વાત કરી અને પછી અમે રાઈટર પાસેથી ગીત લખાવી આ સોંગ બનાવ્યું.
જ્યારે ગીત બનાવ્યું ત્યારે આવો કોઈ આઈડિયા નહોતો, અમારા અજય ભાઈએ આ સોંગ લખ્યું છે. જેને બે વર્ષ જેવો સમય થઈ ગયો છે. આમાં ભાઈ એટલે પુરુષોત્તમ ભાઈને ભાઈ કહેવામાં આવ્યા છે. જે અત્યાર સુધી ચાલી રહ્યું છે.
આ ગીત અંગે વાત કરતા ગાયક જણાવે છે કે અમે આવા હેતુ માટે થઈને ગીત નહોતું બનાવ્યું. પણ પબ્લિક અત્યારે એક્સેપ્ટ કરી રહી છે.
ગાયક જણાવે છે કે આ ગીતમાં આમ તો સેવાકીય પ્રવૃત્તિનો જ ઉલ્લેખ છે. જો કે કલાકારે જણાવ્યું કે આ વિવાદમાં અમે પડવા નથી માગતા. અમારે તો કલાકારની દ્રષ્ટિએ ઘણા બધા ગીતો આવતા હોય છે. મેં ઘણા બધા સોંગ બનાવેલા છે. અમારે રાજકારણ સાથે કંઈ લેવા દેવા નથી. અમારે કામથી કામ મતલબ હોય.
Ahmedabad,Gujarat
