Amit Shah to Attend Ajit Pawars Funeral in Baramati


બારામતી/મુંબઈ/નવી દિલ્હી4 મિનિટ પેહલા

  • કૉપી લિંક

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારના આજે સવારે 11 વાગ્યે બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ પહેલા તેમના પાર્થિવ દેહને વિદ્યા પ્રતિષ્ઠાન અને તેમના વતન કોટેવાડીમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.

પવારના અંતિમ સંસ્કારમાં મહારાષ્ટ્ર સરકારનું આખું મંત્રીમંડળ સામેલ રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ બારામતી આવશે. પીએમ નરેન્દ્ર મોદી પણ અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શકે છે. જોકે આ અંગે હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પવારનો આખો પરિવાર પણ બારામતી પહોંચી ગયો છે.

બુધવારે રાત્રે પણ પવારનો પાર્થિવ દેહ વિદ્યા પ્રતિષ્ઠાનમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરી પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોળકર ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યો હતો.

પવારનું ચાર્ટર્ડ પ્લેન બુધવારે સવારે 8.45 વાગ્યે ક્રેશ થયું હતું. તેઓ 66 વર્ષના હતા. બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન પ્લેન ક્રેશ થયું હતું. અકસ્માતમાં પવારના સુરક્ષાકર્મી, બે પાઇલટ અને એક મહિલા ક્રૂ સહિત 5 લોકોના મોત થયા હતા.

પવાર 5 ફેબ્રુઆરીએ પુણેમાં યોજાનારી જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 4 રેલીઓને સંબોધિત કરવાના હતા. તેઓ મુંબઈથી સવારે 8.10 વાગ્યે રવાના થયા હતા. પવારના નિધન પર મહારાષ્ટ્રમાં 3 દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

બારામતીની પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોલકર ગવર્નમેન્ટ મેડિકલ કોલેજમાં અજિત પવારની પત્ની સુનેત્રા સાથે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ મુલાકાત કરી.

બારામતીની પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોલકર ગવર્નમેન્ટ મેડિકલ કોલેજમાં અજિત પવારની પત્ની સુનેત્રા સાથે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ મુલાકાત કરી.

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમના પ્લેન દુર્ઘટના સંબંધિત આ સમાચાર પણ વાંચો…

1. મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારનું પ્લેન ક્રેશ, PHOTOS-VIDEOS:લેન્ડિંગ દરમિયાન બારામતીમાં રનવે પરથી લપસ્યો, આખેઆખું વિમાન બળીને ખાખ

2. જ્યારે વોશરૂમમાં એક કોલથી પક્ષ બદલ્યો:અજિત પવારના કિસ્સાઓ, જેમણે 6 વખત ડેપ્યુટી CM તરીકે શપથ લીધા; આજે પ્લેન ક્રેશમાં નિધન

3. ફ્લાઈટની એ ‘ખતરનાક’ 11 મિનિટ!:અજીત પવારના વિમાનમાં સર્જાયેલી ખામી પાછળનું શું છે ગણિત? જાણો લેન્ડિંગ-ટેકઓફ સમયે જ કેમ ગોથે ચડે છે

4. ઓહ શિટ…ઓહ શિટ, પાઇલટના છેલ્લા શબ્દો:પહેલી લેન્ડિંગ નિષ્ફળ રહી, બીજી કોશિશમાં પ્લેન ક્રેશ થયું; અજિત પવારના મૃત્યુના છેલ્લા ક્ષણોની કહાની

5. અજિત પવાર લિયરજેટ 45 ચાર્ટર્ડ પ્લેનમાં સવાર હતા:આ જ મોડેલનું જેટ 2023માં પણ ક્રેશ થયું હતું, મુંબઈ રનવે પર વિમાનના બે ટુકડા થયા હતા

6. ‘રનવેથી 100 ફૂટ ઉપરથી જ પડવા લાગ્યું હતું’:અજિત પવારનું લિયરજેટ પ્લેન કેવી રીતે ક્રેશ થયું, પ્લેનમાં ખામી કે પાઇલટની ભૂલ

લાઈવ અપડેટ્સ

8 મિનિટ પેહલા

  • કૉપી લિંક

પવારનો પાર્થિવ દેહ મેડિકલ કોલેજથી લઈ જવામાં આવ્યો

અજિત પવારનો પાર્થિવ દેહ પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોળકર મેડિકલ કોલેજથી લઈ જવામાં આવ્યો છે.

12 મિનિટ પેહલા

  • કૉપી લિંક

અજિત પવારના પુત્ર પાર્થ હોસ્પિટલ પહોંચ્યા, વ્યવસ્થાઓ નિહાળી

અજિત પવારના પુત્ર પાર્થ પવાર અહિલ્યાબાઈ હોળકર મેડિકલ કોલેજ પહોંચ્યા. અહીં જ પાર્થિવ દેહ રાખવામાં આવ્યો છે.

13 મિનિટ પેહલા

  • કૉપી લિંક

પવારનો પાર્થિવ દેહ લઈ જવા માટે વાહન તૈયાર

આ વાહનમાં અજિત પવારનો પાર્થિવ દેહ રાખવામાં આવશે.

આ વાહનમાં અજિત પવારનો પાર્થિવ દેહ રાખવામાં આવશે.

14 મિનિટ પેહલા

  • કૉપી લિંક

અજિત પવારના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલુ

અજિત પવારના અંતિમ સંસ્કાર માટે બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

17 મિનિટ પેહલા

  • કૉપી લિંક

પવારનો પાર્થિવ દેહ લઈ જવા માટે વાહન તૈયાર

આ વાહનમાં અજિત પવારનો પાર્થિવ દેહ રાખવામાં આવશે.

આ વાહનમાં અજિત પવારનો પાર્થિવ દેહ રાખવામાં આવશે.

19 મિનિટ પેહલા

  • કૉપી લિંક

પવારના અંતિમ દર્શન માટે લોકોનું પહોંચવાનું શરૂ

અજિત પવારના અંતિમ દર્શન માટે લોકો બારામતીની અહિલ્યાબાઈ હોળકર ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ પહોંચવા લાગ્યા છે. અહીં જ પવારનો પાર્થિવ દેહ રાખવામાં આવ્યો છે.

20 મિનિટ પેહલા

  • કૉપી લિંક

અકસ્માતના 2 CCTV ફૂટેજ

પ્લેન પડતા દેખાયું.

પ્લેન પડતા દેખાયું.

નીચે પડતા જ આગનો ગોળો બન્યું.

નીચે પડતા જ આગનો ગોળો બન્યું.

22 મિનિટ પેહલા

  • કૉપી લિંક

નાયડુ બોલ્યા- વિમાન રનવે પહેલા જ પડ્યું, આગ લાગી

દુર્ઘટના અંગે માહિતી આપતા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે પાઇલટે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રનવે સ્પષ્ટ દેખાયો નહોતો એટલે તે પ્લેનને ફરી ઊંચાઈ પર લઈ ગયો હતો.

પ્રથમ પ્રયાસ નિષ્ફળ રહ્યા બાદ બારામતીના રનવે-11 પર ફરીથી લેન્ડિંગનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વિમાન રનવે પહેલા જ પડી ગયું અને તેમાં આગ લાગી ગઈ. આ દરમિયાન પાઇલટે કોઈ ઈમરજન્સી સિગ્નલ આપ્યું નહોતું. તેણે ‘મેડે’ (Mayday) કોલ પણ કર્યો નહોતો.

23 મિનિટ પેહલા

  • કૉપી લિંક

પ્લેન ક્રેશ પછીની 4 તસવીરો…

બારામતી એરપોર્ટ પર અકસ્માત બાદ સળગતા વિમાનની તસવીર, જેમાં ડાબી બાજુએ એક મૃતદેહ દેખાઈ રહ્યો છે.

બારામતી એરપોર્ટ પર અકસ્માત બાદ સળગતા વિમાનની તસવીર, જેમાં ડાબી બાજુએ એક મૃતદેહ દેખાઈ રહ્યો છે.

પ્લેનનો કાટમાળ, જેમાં ટેલ દેખાઈ રહી છે. સામાન્ય રીતે બ્લેક બોક્સ આ જ ભાગમાં હોય છે.

પ્લેનનો કાટમાળ, જેમાં ટેલ દેખાઈ રહી છે. સામાન્ય રીતે બ્લેક બોક્સ આ જ ભાગમાં હોય છે.

એરક્રાફ્ટની સીટ અને તેની આસપાસ વિખરાયેલા કાગળો. અકસ્માત બાદ આ સીટ દૂર જઈને પડી હતી.

એરક્રાફ્ટની સીટ અને તેની આસપાસ વિખરાયેલા કાગળો. અકસ્માત બાદ આ સીટ દૂર જઈને પડી હતી.

પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોળકર ગવર્નમેન્ટ મેડિકલ કોલેજની બહાર અજિત પવારના સમર્થકો.

પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોળકર ગવર્નમેન્ટ મેડિકલ કોલેજની બહાર અજિત પવારના સમર્થકો.

28 મિનિટ પેહલા

  • કૉપી લિંક

અજિત પવારના પરિવાર વિશે જાણો…

30 મિનિટ પેહલા

  • કૉપી લિંક

AAIB એ દુર્ઘટનાની તપાસ શરૂ કરી

એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ દુર્ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. તપાસ એજન્સીની એક ટીમ દિલ્હીમાં વિમાનની ઓપરેટર કંપની VSR વેન્ચર્સની ઓફિસ પહોંચી હતી. બીજી ટીમ પણ બારામતી આવી છે.

VSR વેન્ચર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પાઇલટ સુમિત કપૂર પાસે 16 હજાર કલાકનો ફ્લાઈંગ એક્સપિરિયન્સ હતો. વિમાનના કો-પાઇલટ શાંભવી પાઠક પાસે 1500 કલાકનો અનુભવ હતો. કંપનીએ દાવો કર્યો છે કે એરક્રાફ્ટમાં કોઈ ટેકનિકલ ખામી નહોતી.

32 મિનિટ પેહલા

  • કૉપી લિંક

મહારાષ્ટ્ર સરકારમાં NCP અજિતના 41 ધારાસભ્યો

અજિત પવારની પાર્ટી NCP ભાજપ-શિવસેના મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં સામેલ છે. તેમને મળીને પાર્ટીના કુલ 41 ધારાસભ્યો હતા. તેઓ પોતે નાયબ મુખ્યમંત્રી હતા. તેમના સિવાય 7 કેબિનેટ અને 1 રાજ્ય મંત્રી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *