Bengaluru Pet Dog Attack Leaves Woman Critically Injured; Video
બેંગલુરુ27 મિનિટ પેહલા
- કૉપી લિંક

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં મોર્નિંગ વોક દરમિયાન એક મહિલા પર પાલતુ કૂતરાએ જીવલેણ હુમલો કર્યો. તેના ગળા, ચહેરા, હાથ અને પગ પર બચકાં ભર્યા. સાથે જ મહિલાને બચાવવા આવેલા એક યુવક પર પણ હુમલો કર્યો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલામાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી, ત્યારબાદ તેને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ડોકટરોએ જણાવ્યું કે મહિલાની હાલત ગંભીર હતી. તેના ચહેરા અને માથા પર 50થી વધુ ટાંકા લગાવવામાં આવ્યા છે.
આ ઘટના 26 જાન્યુઆરીની સવારે લગભગ 6:54 વાગ્યે HSR લેઆઉટના ટીચર્સ કોલોની વિસ્તારમાં બની હતી. મહિલા પોતાના ઘરની સામે ચાલી રહી હતી, ત્યારે કૂતરાએ તેના પર હુમલો કર્યો હતો. તેનો વીડિયો શુક્રવારે સામે આવ્યો.
7 તસવીરોમાં આખી ઘટના જુઓ

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં મોર્નિંગ વોક દરમિયાન એક મહિલા પર પાલતુ કૂતરાએ જીવલેણ હુમલો કર્યો.

કૂતરાએ અચાનક મહિલા પર હુમલો કર્યો અને તેની ગરદન, ચહેરા, હાથ અને પગ પર કરડ્યો.

આ દરમિયાન એક યુવકે મહિલાને કૂતરાથી બચાવી.

કૂતરાએ તે યુવક પર ઝપટ મારી અને તેને પણ ખરાબ રીતે કરડ્યો.

કૂતરો કોઈની પણ પકડમાં ન આવ્યો અને તેનો માલિક જબરદસ્તી પકડીને લઈ ગયો.

કૂતરો તો પણ શાંત ન થયો અને ફરીથી ઘરમાંથી બહાર નીકળીને લોકો પર હુમલો કરવા લાગ્યો.
મહિલાના ચહેરા, માથા, હાથ અને પગમાં ગંભીર ઇજાઓ
હુમલામાં મહિલાના ચહેરા, હાથ અને પગમાં ગંભીર ઇજાઓ થઈ છે. તેના શરીર પર ઊંડા ઘા છે, જેના પર તાત્કાલિક ટાંકા લેવા પડ્યા. હાલ મહિલાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મહિલાની તસવીર પણ સામે આવી છે, જેમાં તે ગંભીર રીતે ઘાયલ છે અને ચહેરા અને માથા પર ઘણા ટાંકા દેખાઈ રહ્યા છે.

હુમલામાં મહિલાના ચહેરા પર ઈજા થઈ છે, ઘણી જગ્યાએ ટાંકા લેવાયા.

મહિલા ગંભીર રીતે ઘાયલ છે અને માથા પર ઘણા ટાંકા લેવાયા છે.
મહિલાના પતિએ બેદરકારીનો આરોપ લગાવ્યો
પોલીસના જણાવ્યા અનુસાર, કૂતરો અમરેશ રેડ્ડી નામના વ્યક્તિનો છે. મહિલાના પતિએ HSR લેઆઉટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કૂતરાના માલિક પર બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી દીધી છે.
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તેઓ સાક્ષીઓના નિવેદનો નોંધી રહ્યા છે અને પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે, જેથી હુમલો કઈ પરિસ્થિતિઓમાં થયો તે સ્પષ્ટ થઈ શકે. હાલમાં કૂતરાના માલિક વિરુદ્ધ આગળ શું કાર્યવાહી થશે, તે અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.