Rajasthan Sadhvi Prem Baisa Controversial Death Update; Samadhi Given PHOTOS VIDEOS

બાડમેર7 કલાક પેહલા

  • કૉપી લિંક

રાજસ્થાનના કથાવાચક સાધ્વી પ્રેમ બાઈસા (23)ના રહસ્યમય મૃત્યુ પછી આજે તેમને સમાધિ આપવામાં આવી. બાઈસાને બુધવારે જોધપુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. થોડી મિનિટોમાં જ તેમનું અવસાન થયું હતું.

પ્રેમ બાઈસાના પિતા વિરમનાથનો દાવો છે કે તેમને ફક્ત સામાન્ય શરદી હતી. જોધપુરના જ આશ્રમમાં તેમને એક ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું, આ પછી તેમની તબિયત બગડી ગઈ હતી.

હોસ્પિટલમાં મૃત્યુ પછી તેમની એક કથિત સુસાઈડ નોટ સામે આવી હતી. આ પછી સાધ્વી સાથે જોડાયેલો જૂનો બ્લેકમેઇલિંગ કેસ ફરી ચર્ચામાં આવી ગયો છે. જ્યારે ઘણા ભક્તોએ તેમના પિતાની ભૂમિકા પર પણ સવાલો ઉઠાવ્યા છે.

સાધ્વી પ્રેમ બાઈસાને શુક્રવારે બપોરે લગભગ 12.30 વાગ્યે બાલોતરાના પરેઉ ગામમાં તેમના આશ્રમમાં સમાધિ આપવામાં આવી.

સાધ્વી પ્રેમ બાઈસાને શુક્રવારે બપોરે લગભગ 12.30 વાગ્યે બાલોતરાના પરેઉ ગામમાં તેમના આશ્રમમાં સમાધિ આપવામાં આવી.

સૌથી પહેલા વાંચો- શું છે સાધ્વી સાથે જોડાયેલો વિવાદ

13 જુલાઈ 2025ના રોજ સોશિયલ મીડિયા પર સાધ્વીનો એક વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં તેઓ એક વ્યક્તિને ભેટતા જોવા મળી રહ્યાં હતાં. તેને અશ્લીલ ગણાવીને પ્રચારિત કરવામાં આવ્યાં હતાં.

સાધ્વીએ 16 જુલાઈએ બોરાનાડા પોલીસ સ્ટેશનમાં આ મામલે રિપોર્ટ નોંધાવ્યો હતો. તેમણે પોતાની FIRમાં જણાવ્યું હતું કે વીડિયોમાં દેખાતી વ્યક્તિ તેમના પિતા વિરમલાલ (ગુરુજી) છે. આ વીડિયો 2021નો હતો, જ્યારે તેઓ ડિપ્રેશનમાં હતાં અને પિતાએ તેમને હિંમત આપી હતી.

સાધ્વીના જૂના સાથીઓની ધરપકડ

કેસની તપાસ બાદ પોલીસે 4 લોકોની ધરપકડ કરી હતી, જેમાં સાઉન્ડ સિસ્ટમ લગાવવાનું કામ કરનાર જોગેન્દ્ર ઉર્ફે જોગારામ (29), પૂર્વ ડ્રાઈવર રમેશ, ક્રિષ્ના (જોગેન્દ્રની પત્ની) અને અન્ય બે લોકોનો સમાવેશ થતો હતો.

સાધ્વીએ આરોપ લગાવ્યો હતો કે જોગેન્દ્રએ ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાંથી આ ફૂટેજ કાઢ્યા હતા. ત્યાર બાદ તેણે અને તેના સાથીઓએ વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને 20 લાખ રૂપિયાની માગણી કરી હતી.

જ્યારે સાધ્વીએ પૈસા આપવાનો ઇનકાર કર્યો ત્યારે તેમણે 13 જુલાઈ 2025ના રોજ વીડિયોને એડિટ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો.

સાધ્વીએ કહ્યું હતું- હું અગ્નિપરીક્ષા માટે તૈયાર છું

તત્કાલીન પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે આરોપીઓએ બાપ-દીકરીના સંબંધને ખોટી રીતે રજૂ કરીને સાધ્વીની છબિને ખરાબ કરી. સાધ્વીએ એ સમયે કહ્યું હતું – આ લોકોએ ભગવા પર કલંક લગાવ્યું છે. હું મારી સચ્ચાઈ સાબિત કરવા માટે અગ્નિપરીક્ષા આપવા તૈયાર છું.

મોત બાદ એક સુસાઈડ નોટ સામે આવી હતી

સુસાઇડ નોટમાં પણ એે જ ઘટના તરફ ઇશારો

બુધવારે સાધ્વીના મૃત્યુ પછી તેમના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર આવેલી કથિત સુસાઇડ નોટમાં પણ એે જ ઘટના તરફ ઇશારો કરવામાં આવ્યો છે.

સાધ્વીએ લખ્યું કે મેં આદિ ગુરુ શંકરાચાર્ય અને દેશના ઘણા મહાન સંતોને પત્ર લખ્યો, અગ્નિપરીક્ષા માટે વિનંતી કરી, પરંતુ પ્રકૃતિને શું મંજૂર હતું?

મૃત્યુ પછી પૈતૃક ગામમાં સમાધિ આપવામાં આવી

બુધવારે સાધ્વીના નિધન પછી ઘણા ભક્તોએ તેમના પિતા વિરમનાથ પર પણ આરોપ લગાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે વિરમનાથે પોસ્ટમોર્ટમ ન કરાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.

પોલીસની સમજાવટ બાદ તેઓ માન્યા હતા. ગુરુવારે સાધ્વીનો પાર્થિવદેહ બાલોતરા જિલ્લાના તેમના પૈતૃક ગામ પરેઉ લઈ જવામાં આવ્યો હતો. શુક્રવારે બપોરે સંત પરંપરા અનુસાર ગામના જ તેમના આશ્રમમાં તેમને સમાધિ આપવામાં આવી હતી.

હવે જુઓ- સાધ્વી પ્રેમ બાઈસા સાથે જોડાયેલા PHOTOS…

સાધ્વી પ્રેમ બાઈસા 12 વર્ષની ઉંમરથી કથા કરી રહ્યાં હતાં. તેમના ભક્તોમાં દરેક ઉંમરના લોકો સામેલ હતા.

સાધ્વી પ્રેમ બાઈસા 12 વર્ષની ઉંમરથી કથા કરી રહ્યાં હતાં. તેમના ભક્તોમાં દરેક ઉંમરના લોકો સામેલ હતા.

બાલોતરાના પરેઉ ગામમાં સાધ્વીના આશ્રમની બહાર સવારથી તેમના ભક્તોની ભીડ જામી હતી.

બાલોતરાના પરેઉ ગામમાં સાધ્વીના આશ્રમની બહાર સવારથી તેમના ભક્તોની ભીડ જામી હતી.

શુક્રવારે સવારે તેમના ગામના આશ્રમમાં સમાધિ સ્થળનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું.

શુક્રવારે સવારે તેમના ગામના આશ્રમમાં સમાધિ સ્થળનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું.

દીકરીના મૃતદેહ સાથે ગામ પહોંચેલા પિતા વિરમનાથ ગ્રામીણ સાથે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા.

દીકરીના મૃતદેહ સાથે ગામ પહોંચેલા પિતા વિરમનાથ ગ્રામીણ સાથે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા.

સાધ્વીના પિતા વિરમનાથે પોલીસને જાણ કરી હતી કે બુધવારે બપોરે સાધ્વીને એક ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. થોડા કલાકો પછી તબિયત બગડતાં તેમને પ્રેક્ષા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.

ગુરુવારે જોધપુરની MGH હોસ્પિટલની બહાર સાધ્વીના પિતા પોલીસ અધિકારી સાથે વાત કરતા જોવા મળ્યા હતા. અહીં સાધ્વીનું પોસ્ટમોર્ટમ કરાયું હતું.

ગુરુવારે જોધપુરની MGH હોસ્પિટલની બહાર સાધ્વીના પિતા પોલીસ અધિકારી સાથે વાત કરતા જોવા મળ્યા હતા. અહીં સાધ્વીનું પોસ્ટમોર્ટમ કરાયું હતું.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *