અમદાવાદ: કારની ટક્કરે એક્ટિવા સવાર દંપતિ ફંગોળાયું; બ્રિજ નીચે પટકાતા યુવકનું મોત- Couple riding Activa Fluffy after being hit by car on Ahmedabads GST Bridge Husband dies after falling under bridge | અમદાવાદ


Last Updated:

અમદાવાદના GST બ્રિજ પર એક્ટિવા અને કાર વચ્ચે અકસ્માતમાં કિશન વછેટાનું મોત થયું, જ્યારે પત્ની કોમલ વછેટા ઈજાગ્રસ્ત થઈ. અજાણ્યા ફોર વ્હીલ ચાલકે પૂરઝડપે ગાડી હંકારી ટક્કર મારતા દંપતી દૂર ફંગોળાયા હતા. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી.

News18
News18

અમદાવાદ: શહેરમાં ફરી એકવાર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જે અંગેની મળતી માહિતી મુજબ, ગત મોડી રાત્રે શહેરના જી. એસ. ટી. બ્રિજ પર એક્ટિવા અને કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો છે. પુરપાટ ઝડપે આવી રહેલી કારે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા પર સવાર પુરુષ અને સ્ત્રી દૂર ફંગોળાયા હતા, જેમાં એક્ટિવા ચાલક પુરુષ બ્રિજ પરથી નીચે પટકાતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાની વિગતો હાલ સામે આવી રહી છે. જે મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરના ચાંદખેડા જનતાનગર વિસ્તારમાં રહેતા 28 વર્ષીય કિશન વછેટા તેમની પત્ની કોમલ વછેટા સાથે એક્ટિવા નંબર જીજે-01-એનવી-4549 પર ગતકાલે તારીખ 30મી જાન્યુઆરી બલોલનગરથી ન્યુ રાણીપ થઈ ચાંદખેડા તરફ જઈ રહ્યા હતા, ત્યારે રાતે 11.30 વાગ્યાની આસપાસ બલોલનગર બ્રિજ પર એક અજાણ્યા ફોર વ્હીલ ચાલકે પોતાની ગાડી પૂરઝડપે હંકાવી આ એક્ટિવા સવાર દંપતીને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.

આ અકસ્માત એટલો જોરદાર હતો કે, કારની ટક્કર વાગતા જ એક્ટિવા સવાર દંપતી દૂર ફંગોળાઈ ગયું હતું. જેમાંથી કિશન વછેટા બ્રિજ પરથી નીચે પટકાયા હતા. ફોરવ્હીલ ચાલકે ટક્કર મારતા કિશનભાઈ બ્રિજ ઉપરથી નીચે પડી જતા માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી તેમને સારવાર માટે તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જોકે આજે (તા-31/01)ના રોજ સવારે 3.30 વાગ્યે ફરજ પરના ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા છે.

જ્યારે કારની ટક્કર બાદ એક્ટિવા સવાર દંપતીમાંથી કોમલબેન પણ રોડ પર દૂર ફંગોળાતા તેમને કમરના ભાગે તથા શરીરે ઈજાઓ પહોંચી હોવાની સામે આવી રહી છે, ત્યારે હાલ તેમની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યારે આ અકસ્માત મામલે મૃતક કિશન વછેટાના પરિવારજન ચેતનકુમાર વછેટાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ફોર વ્હીલ ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *