'તમે તમારી આખી પેઢીને ખતમ કરી રહ્યા છો':પાકિસ્તાને ભારત સામેની મેચનો બહિષ્કાર કરતા કપિલ દેવ ભડક્યા; કહ્યું- તમારા જ પ્લેયર્સને નુકસાન થશે




પાકિસ્તાને T20 વર્લ્ડ કપ 2026માં ભારત સામે 15 ફેબ્રુઆરીએ થનારી મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે, જેનાથી ક્રિકેટ જગતમાં વિવાદ ઊભો થયો છે. આના પર કપિલ દેવે હવે જોરદાર કમેન્ટ કરતા કહ્યું કે આ નિર્ણય પાકિસ્તાનની પોતાની યુવા પેઢી અને ક્રિકેટના ભવિષ્યને નુકસાન પહોંચાડશે. T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં થવાનું નક્કી હતું, પરંતુ પાકિસ્તાની સરકારે આ મેચ રમવાની ના પાડી દીધી છે. ભારત-પાકિસ્તાનની મેચ ક્રિકેટની સૌથી મોટી રાઇવલરી છે. પરંતુ મેદાન પર એક્શન પહેલા જ માહોલ ગરમાઈ ગયો છે. હવે પાકિસ્તાનના આ નિર્ણય પર તીખી પ્રતિક્રિયાઓનો ચાલુ થઈ ગઈ છે. ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવે પણ આવું જ રિએક્શન આપ્યું છે. જેમણે સાફ કહ્યું કે આ પગલું ભારત કરતા વધારે પાકિસ્તાનના પોતાના ભવિષ્યને નુકસાન પહોંચાડનારું છે. NDTV સાથેની વાતચીતમાં કપિલ દેવે પાકિસ્તાનના વલણ પર ખુલીને પોતાની વાત રાખી. 1983 વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટને કહ્યું કે આ મામલો રાજનીતિ કે છબી સુધી સીમિત નથી, પરંતુ સીધી રીતે યુવા ક્રિકેટરોના કરિયરને પ્રભાવિત કરે છે. તેમણે વધુમાં કહ્યું, ‘જો આ નિર્ણય ખેલાડીઓએ લીધો છે, તો તેઓ સામે આવીને કહી શકે છે. પરંતુ જો બોર્ડ એવું કહે છે કે તમે નહીં રમો, તો તેનાથી દેશની શાખ ઘટે છે.’ તેમણે આગળ ચેતવણી આપી કે વારંવાર પાછળ હટવા અને બહિષ્કાર કરવાથી પાકિસ્તાન ક્રિકેટ જગતથી અલગ પડી જશે. પાકિસ્તાન માટે હાલત સારા દેખાઈ રહ્યા નથી. તમે એક આખી પેઢીને ખતમ કરી રહ્યા છો. ‘તમે તમારા જ ખેલાડીઓને અન્યાય કરી રહ્યા છો’ આ બહિષ્કારે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને અસહજ સ્થિતિમાં મૂકી દીધું છે. ભારત-પાકિસ્તાનના મુકાબલા ICC ટુર્નામેન્ટ્સની વ્યાવસાયિક કરોડરજ્જુ માનવામાં આવે છે અને અવારનવાર પ્રસારણ આવકનો મોટો હિસ્સો આનાથી જ આવે છે. NDTV સાથે વાત કરતા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવે કહ્યું, “જો નિર્ણય ખેલાડીઓએ લીધો છે, તો તેઓ સામે આવીને કહી શકે છે, પરંતુ જો બોર્ડ કહે છે કે તમે નહીં રમો, તો દેશની ઈજ્જત ઘટે છે. પાકિસ્તાન માટે બધું સારું લાગી રહ્યું નથી. તમે આખી પેઢીને ખતમ કરી રહ્યા છો. પાકિસ્તાને આપણને આટલા વર્ષોમાં શાનદાર ટેલેન્ટ આપ્યું છે, પરંતુ જો તમે આ છોકરાઓને વર્લ્ડ કપમાં રમવા નહીં દો, તો તમે આખી પેઢીને ખતમ કરી રહ્યા છો અને રમતને નુકસાન પહોંચાડી રહ્યા છો. તમે તમારા જ ખેલાડીઓ સાથે અન્યાય કરી રહ્યા છો.” ICCએ પાકિસ્તાનને ચેતવણી આપી ICCએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પાસે જવાબ માગ્યો છે, કારણ કે ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ પર ઘણું બધું ટકેલું હોય છે. ICCએ કહ્યું છે કે તેમને પોતાના વલણ પર ફરીથી વિચાર કરવો જોઈએ. ICCએ ચેતવણી પણ આપી છે કે આના ખરાબ પરિણામો આવી શકે છે. બીજી તરફ, કપિલ દેવે કહ્યું છે કે જો મેચ નહીં થાય તો દર્શકો દુઃખી થશે, પરંતુ જો પાકિસ્તાન ભારત સામેની મેચના બૉયકૉટ કરવાના પોતાના નિર્ણય પર અડગ રહેશે તો તેણે પોતાના ફેન્સ અને સપોર્ટર્સ ખોવા પડશે. તેમણે કહ્યું, “ઇમોશન્સ અને દર્શકો પર અસર પડશે, પરંતુ લાંબા સમયમાં, કોઈ પણ તેમને મિસ નહીં કરે. લોકો આના વિશે વધારે સમય સુધી નહીં વિચારે અને અંતે તેઓ આગળ વધી જશે.”



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *