ઇટાલીની ટીમ T20 વર્લ્ડ કપમાં પહેલી મેચ જીતી:નેપાળને 10 વિકેટે હરાવ્યું; મોસ્કા બ્રધર્સની 124 રનની ભાગીદારી, બંનેએ ફિફ્ટી ફટકારી
![]()
ઇટાલીએ T20 વર્લ્ડ કપમાં પ્રથમ જીત મેળવી છે. ટીમે નેપાળને 10 વિકેટે હરાવ્યું. ગ્રુપ-Cની આ મેચમાં ઇટાલીએ 124 રનનો ટાર્ગેટ 12.4 ઓવરમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના ચેઝ કરી લીધો. મોસ્કા બ્રધર્સે સદીની ભાગીદારી કરી. જસ્ટિન મોસ્કાએ અણનમ 60 અને એન્થોની મોસ્કાએ અણનમ 62 રન બનાવ્યા. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઇટાલીએ ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. નેપાળ 19.3 ઓવરમાં 123 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું. નેપાળના આરિફ શેખે સૌથી વધુ 27 રન બનાવ્યા. દીપેન્દ્ર સિંહ ઐરી 17 રન, રોહિત પૌડેલ 23 રન અને આસિફ શેખ 20 રન બનાવીને આઉટ થયા. ઇટાલી માટે ક્રિશન કાલુગામગેએ 3 વિકેટ ઝડપી. બેન મેનેન્ટીને 2 વિકેટ મળી. અલી હસન, જેજે સ્મટ્સ અને જસપ્રીત સિંહને એક-એક વિકેટ મળી. બન્ને ટીમની પ્લેઇંગ-11 નેપાળ (NEP): કુશલ ભુર્તેલ, આસિફ શેખ, રોહિત પૌડેલ (કેપ્ટન), દીપેન્દ્ર સિંહ ઐરી, આરિફ શેખ, લોકેશ બમ, ગુલશન ઝા, કરણ કેસી, નંદન યાદવ, સંદીપ લામિછાને અને લલિત રાજબંશી. ઇટાલી (ITA): જસ્ટિન મોસ્કા, એન્થોની મોસ્કા, જેજે સ્મટ્સ, હેરી મેનેન્ટી (કેપ્ટન), બેન મેનેન્ટી, માર્કસ કેમ્પોપિનો, ગ્રાન્ટ સ્ટુઅર્ટ, જીપી મીડે, જસપ્રીત સિંહ, ક્રિશન કાલુગામગે, અલી હસન.
Source link