Abhishek Sharma; IND Vs SA 5th T20I Match LIVE Score Updates | Ahmedabad Narendra Modi Stadium Sanju Samson Surya Kumar Yadav | આજે અમદાવાદમાં શુભમન ગિલ કદાચ નહીં રમી શકે: ભારત ઘરઆંગણે 17 T20 સિરીઝથી હારી નથી, IND Vs SA વચ્ચે પાંચમી મેચ
- Gujarati News
- Sports
- Cricket
- Abhishek Sharma; IND Vs SA 5th T20I Match LIVE Score Updates | Ahmedabad Narendra Modi Stadium Sanju Samson Surya Kumar Yadav
સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલા
- કૉપી લિંક

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 સિરીઝની છેલ્લી મેચ આજે અમદાવાદમાં રમાશે. આ મેચની સાથે જ સાઉથ આફ્રિકાનો 35 દિવસનો ભારત પ્રવાસ પણ સમાપ્ત થઈ જશે. આ પ્રવાસમાં પ્રોટિયાઝ ટીમે ટેસ્ટ સિરીઝ 2-0 થી પોતાના નામે કરી હતી, જ્યારે વન-ડે સિરીઝમાં તેને ભારત સામે 2-1 થી હારનો સામનો કરવો પડ્યો હતો.
T20 સિરીઝમાં હાલમાં ભારત 2-1 થી આગળ છે. જોકે અમદાવાદમાં સાઉથ આફ્રિકા પાસે સિરીઝ બરાબર કરવાની સુવર્ણ તક હશે. ભારતીય ટીમ લખનઉમાં જ સિરીઝ જીતી શકતી હતી, પરંતુ ચોથી T20 મેચ ગાઢ ધુમ્મસને કારણે એક પણ બોલ ફેંક્યા વગર રદ થઈ ગઈ હતી. હવે સિરીઝનો નિર્ણય અમદાવાદની મેચમાં થશે.
ભારત ઘરઆંગણે સતત 17 T20 સિરીઝથી હાર્યું નથી. ટીમને છેલ્લી હાર 2019માં ઓસ્ટ્રેલિયા સામે મળી હતી. ત્યારપછી 17 સિરીઝ રમાઈ છે, જેમાંથી 15 જીતી છે અને 2 ડ્રો રહી છે.
અમદાવાદમાં ધુમ્મસની શક્યતા નથી રિપોર્ટ અનુસાર શુક્રવારે મેચ દરમિયાન અમદાવાદમાં ધુમ્મસની શક્યતા નથી. આકાશ બિલકુલ સાફ રહેવાનું અનુમાન છે. તાપમાન 16 થી 30 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. એટલે કે મેચ પૂરી 40 ઓવરની થઈ શકે છે. આ ભારતનો એ હિસ્સો છે જ્યાં નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ થવું જોઈએ. અહીં વધારે ઠંડી હોતી નથી અને ધુમ્મસની કોઈ સમસ્યા નડતી નથી.
સાઉથ આફ્રિકા સામે ભારત આગળ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં 34 T20 ઈન્ટરનેશનલ મુકાબલા થયા છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 20 મેચ જીતી છે અને સાઉથ આફ્રિકાએ 13 મેચમાં જીત મેળવી છે. જ્યારે 1 મેચનું પરિણામ આવી શક્યું નથી.
ટીમ અપડેટ
- અંગત કારણોસર ત્રીજી T20 રમી ન શક્યા બાદ જસપ્રીત બુમરાહ ચોથી મેચ પહેલા લખનઉમાં જોડાઈ ગયો હતો અને હવે પાંચમી મેચમાં તેના હોવાથી ભારતીય ટીમને મજબૂતી મળશે.
- આજની મેચમાં વાઇસ કેપ્ટન શુભમન ગિલના રમવા પર સંશય છે. રિપોર્ટ અનુસાર, તેને ઈજા થઈ છે. સંજુ સેમસનને તક મળી શકે છે.
તિલક વર્મા ભારતનો ટૉપ સ્કોરર

આ સિરીઝમાં ભારત તરફથી તિલક વર્મા સૌથી સફળ બેટર રહ્યો છે. તેણે 3 મેચમાં 114 રન બનાવ્યા છે અને સ્ટ્રાઈક રેટ 114.00નો રહ્યો છે. આ દરમિયાન તિલકે એક ફિફ્ટી પણ ફટકારી છે. બોલિંગમાં વરુણ ચક્રવર્તીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 3 મેચમાં 6 વિકેટ ઝડપી છે.
માર્કરમે સૌથી વધુ રન બનાવ્યા

અત્યાર સુધી થયેલી T20Iમાં સાઉથ આફ્રિકા તરફથી કેપ્ટન એડન માર્કરમ ટૉપ સ્કોરર છે. તેના નામે 104 રન છે. આ દરમિયાન તેણે પણ એક ફિફ્ટી ફટકારી છે. બોલિંગમાં લુંગી એન્ગિડીએ ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવી છે. તેણે 3 મેચમાં 6 વિકેટ લીધી છે.
પહેલા બેટિંગ કરનાર ટીમે 57% મેચ જીતી નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ પર બેટર્સને વધુ મદદ મળે છે. આ કારણે અહીં હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે. મેદાન પર T20 ક્રિકેટનો બેસ્ટ ટીમ સ્કોર 234 રન છે, જે ભારતે 2023માં ન્યૂઝીલેન્ડ સામે બનાવ્યો હતો. બીજી ઇનિંગમાં ઝાકળને ધ્યાનમાં રાખતા કેપ્ટન ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે.
આ મેદાન પર અત્યાર સુધી 7 T20 ઈન્ટરનેશનલ રમાઈ છે. જેમાંથી 4 મેચ પહેલા બેટિંગ કરનાર ટીમે જીતી છે, જ્યારે 3 મેચ ચેઝ કરનાર ટીમે જીતી છે.
બન્ને ટીમની પોસિબલ પ્લેઇંગ-11
ભારત (IND): સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, શુભમન ગિલ/સંજુ સેમસન, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જિતેશ શર્મા (વિકેટકીપર), હર્ષિત રાણા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને અર્શદીપ સિંહ.
સાઉથ આફ્રિકા (SA): એડન માર્કરમ (કેપ્ટન), રીઝા હેન્ડ્રિક્સ, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), ડેવોલ્ડ બ્રેવિસ, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડોનોવન ફરેરા, માર્કો યાન્સેન, કોર્બિન બોશ, એનરિક નોર્કિયા, લુંગી એન્ગિડી અને ઓટ્ટનીલ બાર્ટમેન.