Abhishek Sharma; IND vs ZIM T20 World Cup LIVE Score Update
- Gujarati News
- Sports
- Cricket
- Abhishek Sharma; IND Vs ZIM T20 World Cup LIVE Score Update | Ishan Kishan Suryakumar Yadav Sikandar Raza
સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલા
- કૉપી લિંક

T20 વર્લ્ડ કપમાં સુપર-8ની 8મી મેચ આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાશે. મુકાબલો સાંજે 7 વાગ્યાથી ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં શરૂ થશે. ટૉસ સાંજે 6.30 વાગ્યે થશે.
બંને ટીમો માટે કરો યા મરોનો મુકાબલો છે. હારનારી ટીમ સેમિફાઇનલની રેસમાંથી બહાર થઈ જશે. જીતનારી ટીમ પાસે તક રહેશે. જીતનારી ટીમને વેસ્ટ ઇન્ડીઝની હારની પણ રાહ જોવી પડશે, જો વિન્ડીઝ આજની પહેલી મેચ જીતી જશે તો રાતની મેચ જીતીને પણ ટીમનો માર્ગ મુશ્કેલ જ રહેશે.
સુપર-8 સ્ટેજમાં બંને ટીમોની શરૂઆત ખરાબ રહી. ભારતને સાઉથ આફ્રિકાએ 76 રનથી હરાવ્યું. જ્યારે ઝિમ્બાબ્વેને વેસ્ટ ઇન્ડીઝે 107 રનથી હરાવ્યું.
ભારતે 77% મુકાબલા જીત્યા
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે T20 ફોર્મેટમાં અત્યાર સુધી 13 મેચ રમાઈ છે, જેમાં ટીમ ઈન્ડિયાએ 10 મેચ જીતી છે. માત્ર 3 મેચ ઝિમ્બાબ્વેએ પોતાના નામે કરી છે. બંને ટીમ T20 વર્લ્ડ કપમાં આ પહેલા એક જ વાર 2022માં ટકરાઈ હતી, ત્યારે સૂર્યકુમાર યાદવની અણનમ ફિફ્ટીના દમ પર ભારતે મેચ જીતી લીધી હતી.

સૂર્યા ભારતનો ટૉપ સ્કોરર
ભારત માટે ટુર્નામેન્ટમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે સૌથી વધુ 180 રન બનાવ્યા છે. તેના પછી ઈશાન કિશન પણ ટૉપ સ્કોરર છે. બોલિંગમાં વરુણ ચક્રવર્તી ટોપ વિકેટ ટેકર રહ્યા. જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહે તેને સારો સાથ આપ્યો.
પિતાની તબિયત બગડ્યા બાદ રિંકુ નોઈડા પરત ફર્યો હતો
ભારતીય બેટ્સમેન રિંકુ સિંહના પિતા ખાનચંદ લિવર કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી નોઈડાની હોસ્પિટલમાં દાખલ છે. મંગળવારે રિંકુ પણ પિતાની તબિયત ખરાબ થયા બાદ ચેન્નઈથી નોઈડા ગયો હતો. ત્યારથી ઝિમ્બાબ્વે સામેની મેચમાં તેની ઉપલબ્ધતા અંગે અટકળો ચાલી રહી હતી. આજની મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટીમના બેટિંગ કોચ સિતાંશુ કોટકે જણાવ્યું કે રિંકુ મેચ પહેલા ટીમ સાથે જોડાઈ શકે છે.

બેનેટ ઝિમ્બાબ્વેનો ટૉપ સ્કોરર
ઝિમ્બાબ્વે માટે ટુર્નામેન્ટમાં બ્રાયન બેનેટે સૌથી વધુ 182 રન બનાવ્યા છે. તેણે જ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા સામેની જીતમાં મહત્વનો ફાળો આપ્યો હતો. બ્લેસિંગ મુઝરબાની 11 વિકેટ લઈને ટીમનો ટૉપ વિકેટ ટેકર બન્યો છે.
- સિકંદર રઝા T20 ઇન્ટરનેશનલમાં 3000 રન બનાવનાર ઝિમ્બાબ્વેના પ્રથમ બેટર બનવાથી 15 રન દૂર છે. જ્યારે રાયન બર્લ 2000 રન બનાવવાથી 57 રન દૂર છે.
- ઝિમ્બાબ્વેએ ભારત સામે ભારતમાં ક્યારેય T20 ઇન્ટરનેશનલ રમ્યું નથી. ભારતમાં ટીમે 24 ઇન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં 19 વન-ડે અને 5 ટેસ્ટનો સમાવેશ થાય છે.

પીચ રિપોર્ટ અને રેકોર્ડ
ચેપોકની પીચ ધીમી અને સ્પિનરોને મદદ કરનારી હોય છે, પરંતુ આ વખતે ફ્રેશ પીચ તૈયાર કરવામાં આવી છે. આ વખતે સારો બાઉન્સ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં અહીં રન પણ બની રહ્યા છે. આ વર્લ્ડ કપમાં અહીં અત્યાર સુધી 6 મેચ રમાઈ છે અને બધામાં 170+ સ્કોર બન્યો છે.
અહીં અત્યાર સુધી 9 T20 રમાઈ છે. પહેલા બેટિંગ કરનારી ટીમે 4 અને ચેઝ કરનારી ટીમે 5 મેચ જીતી છે. અહીંનો હાઈએસ્ટ ટીમ સ્કોર 200/4 છે, જે અફઘાનિસ્તાને આ જ વર્લ્ડ કપમાં કેનેડા સામે બનાવ્યો હતો. અહીં પ્રથમ ઇનિંગ્સનો એવરેજ સ્કોર 182 છે.
ભારતીય ટીમે આ મેદાન પર અત્યાર સુધી 3 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે, જેમાંથી 2 માં જીત મેળવી છે, જ્યારે 1 મેચમાં તેને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે, ઝિમ્બાબ્વે પ્રથમ વખત અહીં રમશે.
ચેન્નઈમાં હવામાન સારું રહેશે
ગુરુવારે ચેન્નઈમાં હવામાન સારું રહેશે. આકાશ સંપૂર્ણપણે સ્વચ્છ રહેશે. 32 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ અને 24 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન રહેવાની સંભાવના છે. વરસાદ નહીં પડે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
ભારત: ઈશાન કિશન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ.
ઝિમ્બાબ્વે: બ્રાયન બેનેટ, તદિવાનાશે મારુમની, સિકંદર રઝા (કેપ્ટન), રાયન બર્લ, ડાયન માયર્સ, તાશિંગા મુસેકિવા, રિચાર્ડ નગારવા, બ્રેડ ઇવાન્સ, ટોની મુનયોંગા, ગ્રીમ ક્રેમર, બ્લેસિંગ મુજરબાની.
મેચ ક્યાં જોઈ શકાશે?
આ મેચનું LIVE સ્ટ્રીમિંગ સ્ટાર સ્પોર્ટ્સ પર થશે. તેને જિયોહોટસ્ટાર એપ પર પણ જોઈ શકાય છે. તમે દિવ્ય ભાસ્કર એપ પર મેચનું LIVE કવરેજ ફોલો કરી શકો છો.
