Abhishek Sharma; India Vs South Africa 4th T20 LIVE Score Update | Shubman Gill Hardik Pandya | ધુમ્મસના કારણે IND-SA ચોથી T20 મેચ રદ: હાર્દિક પંડ્યા માસ્ક પહેરેલો જોવા મળ્યો, હવે છેલ્લી મેચ 19 ડિસેમ્બરે અમદાવાદમાં રમાશે
સ્પોર્ટ્સ ડેસ્ક4 કલાક પેહલા
- કૉપી લિંક

ધુમ્મસના કારણે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચોથી T20 રદ કરી દેવામાં આવી છે. લખનઉના ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યાથી રમાવાની હતી, પરંતુ ગાઢ ધુમ્મસના કારણે ટોસ પણ થઈ શક્યો નહીં. અમ્પાયરોએ 6 વાર સ્થિતિનું નિરીક્ષણ કર્યું, પરંતુ રાત્રે 9:30 વાગ્યા સુધી સ્થિતિમાં સુધારો ન થતા મેચ રદ કરી દેવામાં આવી. હવે છેલ્લી મેચ 19 ડિસેમ્બરે અમદાવાદમાં રમાશે.
5 મેચની સિરીઝમાં ટીમ ઇન્ડિયા 2-1થી આગળ છે. ભારતે પ્રથમ મેચ 101 રનથી જીતી હતી, ત્યારબાદ સાઉથ આફ્રિકાએ મુલ્લાંપુરમાં રમાયેલી બીજી મેચમાં 51 રનથી જીતીને વાપસી કરી, પરંતુ ત્રીજી મેચમાં ધર્મશાલામાં ભારતે 7 વિકેટથી જીત મેળવીને ફરીથી લીડ મેળવી લીધી.
ધુમ્મસના ફોટા જુઓ…

લખનઉમાં મંગળવાર રાતથી ધુમ્મસ છવાયેલું હતું.

સાંજે 6:28 વાગ્યે ધુમ્મસના કારણે ટોસને આગળ વધારવામાં આવ્યો.

અમ્પાયરોએ 6 વાર મેદાનની સ્થિતિનું નિરીક્ષણ કર્યું.
3 કલાકથી વધુ સમય સુધી ફેન્સે રાહ જોઈ
લખનઉના ઈકાના સ્ટેડિયમમાં સાંજે 6 વાગ્યાથી ફેન્સ પહોંચી ગયા હતા. તેઓ આશરે સાડા ત્રણ કલાક સુધી મેચ શરૂ થવાની રાહ જોતા રહ્યા, પરંતુ ધુમ્મસ ઓછું થયું નહીં. આવી સ્થિતિમાં ફેન્સને નિરાશ થઈને પરત ફરવું પડ્યું.

ધુમ્મસ ઓછું થવાની રાહ જોઈ રહેલા ચાહકો.
2 વર્ષ પહેલા ધર્મશાળામાં ભારત-ન્યૂઝીલેન્ડ મેચ રોકવામાં આવી હતી
2 વર્ષ પહેલા 2023 વનડે વર્લ્ડ કપ દરમિયાન ધુમ્મસના કારણે ભારત-ન્યૂઝીલેન્ડ મેચને રોકવામાં આવી હતી. 15થી 20 મિનિટ માટે થોડા સમય સુધી મેચ રોકાયા બાદ મુકાબલો શરૂ થયો હતો. તે મુકાબલો ભારતે 4 વિકેટથી જીત્યો હતો.
અપડેટ્સ
04:08 PM17 ડિસેમ્બર 2025
- કૉપી લિંક
મેચ રદ થઈ, ભારત સિરીઝમાં 2-1થી આગળ
લખનઉમાં ધુમ્મસના કારણે IND-SA ચોથી T20 મેચ કેન્સલ થઈ ગઈ છે. અમ્પાયરોએ છઠ્ઠા નિરીક્ષણ બાદ નિર્ણય લીધો છે. હવે છેલ્લી મેચ 19 ડિસેમ્બરે અમદાવાદમાં રમાશે.
03:41 PM17 ડિસેમ્બર 2025
- કૉપી લિંક
રાત્રે 9.25 વાગ્યે છઠ્ઠી વખત નિરીક્ષણ થશે
03:19 PM17 ડિસેમ્બર 2025
- કૉપી લિંક
રાત્રે 9 વાગ્યે પાંચમી વખત નિરીક્ષણ થશે
02:37 PM17 ડિસેમ્બર 2025
- કૉપી લિંક
રાત્રે 8:30 વાગ્યે ચોથી વખત નિરીક્ષણ થશે
02:18 PM17 ડિસેમ્બર 2025
- કૉપી લિંક
ઇકાના સ્ટેડિયમની બહાર ફેન્સે કહ્યું- મેચ થવી જ જોઈએ
02:17 PM17 ડિસેમ્બર 2025
- કૉપી લિંક
ઇકાનાની બહાર ધુમ્મસ વધ્યું, વિઝિબિલિટી ઘટી

લખનઉમાં ઇકાના સ્ટેડિયમની આસપાસ ગોમતી નદીના કારણે ધુમ્મસ વધી ગયું છે. વિઝિબિલિટી પણ ઘણી ઓછી થઈ ગઈ છે. ફ્લડલાઇટ્સના પ્રકાશ પર પણ ધુમ્મસની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે.
02:16 PM17 ડિસેમ્બર 2025
- કૉપી લિંક
ઇકાનામાં છવાયું ધુમ્મસ, ગ્રાઉન્ડ પર વધારાનો ભેજ

લખનઉના ઇકાના સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યાથી ધુમ્મસ છવાયેલો છે. ઝાકળના કારણે ગ્રાઉન્ડમાં વધારાનો ભેજ છે. વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ છે.
02:07 PM17 ડિસેમ્બર 2025
- કૉપી લિંક
બીજું નિરીક્ષણ રાત્રે 8 વાગ્યે થશે
અમ્પાયરોએ બીજી વખત પરિસ્થિતિનું નિરીક્ષણ કરી લીધું છે. હવે બીજું નિરીક્ષણ રાત્રે 8 વાગ્યે થશે.
02:01 PM17 ડિસેમ્બર 2025
- કૉપી લિંક
મેચ પહેલા હર્ષિત રાણાએ ફોટોગ્રાફી કરી

01:29 PM17 ડિસેમ્બર 2025
- કૉપી લિંક
સાંજે 7:30 વાગ્યે ફરી એકવાર પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવશે
01:27 PM17 ડિસેમ્બર 2025
- કૉપી લિંક
ઇકાના સ્ટેડિયમથી ભાસ્કર રિપોર્ટર ફરીદુલ હસન
01:20 PM17 ડિસેમ્બર 2025
- કૉપી લિંક
ગિલ ઈજાગ્રસ્ત, રમવા પર શંકા
મેચમાં ગિલના રમવા પર શંકા છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેને ઈજા થઈ છે. બીજી તરફ, કુલદીપ યાદવની વાપસી થઈ શકે છે.
01:19 PM17 ડિસેમ્બર 2025
- કૉપી લિંક
ઇકાના સ્ટેડિયમની બહાર ‘ભારત માતા કી જય’ના નારા લાગ્યા
ઇકાના સ્ટેડિયમની બહાર ક્રિકેટ ફેન્સ ‘ભારત માતા કી જય’ના નારા લગાવતા જોવા મળ્યા હતા. તિરંગો લહેરાવતા ફેન્સને જોઈને અન્ય ફેન્સ પણ નારા લગાવવા લાગ્યા હતા.
01:15 PM17 ડિસેમ્બર 2025
- કૉપી લિંક
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અતુલ સિંહે જણાવ્યું- 200-800 મીટર સુધીની વિઝિબિલિટી રહી શકે
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અતુલ સિંહે જણાવ્યું હતું કે-
સાંજે 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી જે સમયે મેચ રમાવાની છે, તે સમયે શહેરમાં 200-800 મીટર સુધીની વિઝિબિલિટી રહી શકે છે. આ ઉપરાંત ઝાકળ પણ પડશે. ઇકાના સ્ટેડિયમ ગોમતી નદીના કિનારે છે. આખો વિસ્તાર ખુલ્લા મેદાન જેવો છે, ત્યાં ધુમ્મસ વધુ આવી શકે છે. આમ પણ જ્યાં ભેજનું પ્રમાણ વધુ હોય છે, ત્યાં ધુમ્મસ વધારે પડે છે.

01:10 PM17 ડિસેમ્બર 2025
- કૉપી લિંક
સ્ટેડિયમની અંદર-બહારની તસવીરો

આ તસવીર મંગળવાર સાંજ આશરે 7 વાગ્યાની છે, જ્યારે ટીમ ઈન્ડિયા પ્રેક્ટિસ કરી રહી હતી. ઈકાના સ્ટેડિયમમાં અંદર સુધી ધુમ્મસ છવાયેલું હતું.

સચિન તેંડુલકરના ફેન સુધીર શંખ લઈને પહોંચ્યા હતા. તેમણે ટીમ ઈન્ડિયાની જીત માટે શંખનાદ કર્યો હતો.

મેચ જોવા આવેલા બાળકોએ ઈકાના સ્ટેડિયમની બહાર તિરંગો લહેરાવ્યો હતો.
01:03 PM17 ડિસેમ્બર 2025
- કૉપી લિંક
લખનઉમાં ધુમ્મસને કારણે ટોસમાં વિલંબ
12:56 PM17 ડિસેમ્બર 2025
- કૉપી લિંક
સાઉથ આફ્રિકા સામે ભારત આગળ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 34 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ ચૂકી છે. જેમાંથી ટીમ ઈન્ડિયાએ 20 મેચમાં જીત મેળવી છે, જ્યારે સાઉથ આફ્રિકાને 13 મેચમાં સફળતા મળી છે. બંને ટીમ વચ્ચે એક મેચ અનિર્ણિત રહી છે.

12:55 PM17 ડિસેમ્બર 2025
- કૉપી લિંક
બંને ટીમના ટોપ પ્લેયર્સ


12:55 PM17 ડિસેમ્બર 2025
- કૉપી લિંક
પિચ રિપોર્ટ: પહેલા બેટિંગ કરનાર ટીમે 84% મેચ જીતી
ઇકાના સ્ટેડિયમની પિચ સામાન્ય રીતે ધીમી રહે છે, તેથી અહીં રન બનાવવા સરળ હોતા નથી. મેચની શરૂઆતમાં ફાસ્ટ બોલરોને થોડી મદદ મળી શકે છે, પરંતુ બાદમાં સ્પિનરો અસર બતાવે છે.
જોકે આજની મેચમાં આવું ઓછું જોવા મળી શકે છે, કારણ કે શિયાળામાં ઝાકળ પડે છે અને તેનાથી સ્પિન બોલરોને મુશ્કેલી પડે છે. આ મેદાન પર અત્યાર સુધી 6 ટી-20 ઇન્ટરનેશનલ રમાઈ છે. જેમાંથી 5 મેચ પહેલા બેટિંગ કરનાર ટીમે જીતી છે, જ્યારે માત્ર 1 મેચ ચેઝ કરનાર ટીમ જીતી શકી છે.
પરંતુ આજે ઝાકળ વધારે રહેવાની સંભાવના છે, તેથી ટીમો ટાર્ગેટનો પીછો કરવાનું વધારે યોગ્ય માની શકે છે.
12:54 PM17 ડિસેમ્બર 2025
- કૉપી લિંક
હવામાનની સ્થિતિ- લખનઉમાં ધુમ્મસ છવાયું
લખનઉમાં ધુમ્મસ છવાયેલું છે. અહીં મંગળવાર રાત્રે અને બુધવાર સવારે ધુમ્મસ એટલું ઘટ્ટ હતું કે શહેરમાં વિઝિબિલિટી ઘટીને 50 મીટર થઈ ગઈ હતી. હવામાન વિભાગે આજે સાંજે 7 વાગ્યાથી જ ધુમ્મસ છવાવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. આનાથી સ્ટેડિયમની અંદર વિઝિબિલિટી ઘટી શકે છે.

12:52 PM17 ડિસેમ્બર 2025
- કૉપી લિંક
સૂર્યા-ગિલનું ફોર્મ ચિંતાનો વિષય
સિરીઝની પ્રથમ ત્રણ મેચમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને વાઇસ-કેપ્ટન શુભમન ગિલનો બેટ શાંત રહ્યો છે. બંને ખેલાડીઓ અત્યાર સુધી મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યા છે.
ધર્મશાલામાં ભારતની જીત દરમિયાન ગિલે 28 રન બનાવ્યા હતા, જે આ સિરીઝમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે, જ્યારે સૂર્યકુમાર યાદવે ત્રણ મેચમાં 12, 5 અને 12 રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં, લખનઉમાં બંને પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રાખવામાં આવશે.

લખનઉમાં ભારતે છેલ્લો મેચ 2023માં ન્યૂઝીલેન્ડ સામે રમ્યો હતો. આ મેચમાં ટીમે 6 વિકેટે જીત મેળવી હતી.
12:49 PM17 ડિસેમ્બર 2025
- કૉપી લિંક
ભારત-સાઉથ આફ્રિકા ચોથી ટી-20 આજે