American think tank said – India-Pakistan war likely in 2026 | 2026માં ભારત-પાક યુદ્ધ સંભવ!: અમેરિકી થિંક ટેન્કે દાવો કરતાં કહ્યું- કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ કારણ બનશે; બંને દેશોએ હથિયારોની ખરીદી વધારી
વોશિંગ્ટન ડીસી6 કલાક પેહલા
- કૉપી લિંક

ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારસુધીમાં પાંચ યુદ્ધો થયાં છે અને એ બધાંમાં પાકિસ્તાનની હાર થઈ છે.
અમેરિકાના મોટા થિંક ટેન્ક કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ (CFR)એ ચેતવણી આપી છે કે 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી યુદ્ધ થઈ શકે છે. CFRના રિપોર્ટ ‘કોન્ફ્લિક્ટ્સ ટુ વોચ ઇન 2026’ અનુસાર, કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ વધવાથી બંને દેશો વચ્ચે સંઘર્ષની મધ્યમ સંભાવના છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે જો ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ થાય છે, તો એની અસર અમેરિકાનાં હિતો પર પણ મધ્યમ સ્તર સુધી પડી શકે છે, જોકે જમ્મુ-કાશ્મીરમાં હજુ સુધી કોઈ મોટો આતંકવાદી હુમલો થયો નથી, પરંતુ ગુપ્તચર એજન્સીઓ અનુસાર આ શિયાળામાં જમ્મુ ક્ષેત્રમાં 30થી વધુ પાકિસ્તાની આતંકવાદીઓ સક્રિય છે.
આ તરફ ભારત-પાકિસ્તાન વચ્ચે 10 મેના રોજ થયેલા યુદ્ધવિરામ છતાં બંને દેશોએ હથિયારોની ખરીદી તેજ કરી દીધી છે. ભારતમાં સંરક્ષણ અધિગ્રહણ પરિષદ (DAC)એ હાલમાં 79 હજાર કરોડ રૂપિયાના સંરક્ષણ સોદાઓને મંજૂરી આપી છે, જેમાં ડ્રોન, એર-ટુ-એર મિસાઈલ અને ગાઈડેડ બોમ્બનો સમાવેશ થાય છે.
બીજી તરફ પાકિસ્તાને પણ તુર્કી અને ચીન પાસેથી નવાં ડ્રોન અને એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માટે વાતચીત શરૂ કરી છે, જેથી ઓપરેશન સિંદૂર દરમિયાન સામે આવેલી નબળાઈઓને દૂર કરી શકાય.

ભારત-પાકિસ્તાન વચ્ચે મે 2025માં થયેલા યુદ્ધમાં ભારતે PAKના 9 એરબેઝ ઉડાવી દીધા હતા.
અફઘાનિસ્તાન-પાકિસ્તાન સંઘર્ષની પણ આશંકા
રિપોર્ટમાં એક વધુ મોટા ખતરા તરફ ઈશારો કરવામાં આવ્યો છે. CFR અનુસાર, 2026માં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પણ સશસ્ત્ર સંઘર્ષની મધ્યમ સંભાવના છે, જોકે એની અસર અમેરિકી હિતો પર ઓછી થશે.
ઓક્ટોબરમાં 2600 કિલોમીટર લાંબી ડુરંડ લાઇન પર પાકિસ્તાન અને તાલિબાન શાસિત અફઘાનિસ્તાન વચ્ચે ભીષણ અથડામણો થઈ હતી. બંને દેશોની સેનાઓએ ઘણા વિસ્તારોમાં એકબીજા પર ગોળીબાર કર્યો હતો અને સરહદી ચોકીઓ ઉડાવી દેવાના દાવા કર્યા હતા. આ પછી બંને દેશોના સંબંધો અને વેપાર પર ખરાબ અસર થઈ છે.

પાકિસ્તાને ઓક્ટોબરમાં અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર હુમલો કર્યો હતો.
અમેરિકી નીતિ નિર્ધારકો માટે ચેતવણી
CFRનો આ અહેવાલ અમેરિકી વિદેશનીતિ નિષ્ણાતોના સર્વે પર આધારિત છે. એનો હેતુ અમેરિકી નીતિ-નિર્માતાઓને એ ક્ષેત્રો વિશે સાવચેત કરવાનો છે, જ્યાં ભવિષ્યમાં સંઘર્ષ ફાટી નીકળી શકે છે. અહેવાલમાં સંઘર્ષોને ત્રણ શ્રેણી ટિયર-1, ટિયર-2 અને ટિયર-3માં વિભાજિત કરવામાં આવ્યા છે, જેથી એ સમજી શકાય કે ક્યાં સંઘર્ષની સંભાવના અને એની અસર કેટલી ગંભીર હોઈ શકે છે.
અહેવાલ સૂચવે છે કે દક્ષિણ એશિયા આવનારાં વર્ષોમાં ફરી એકવાર મોટા ભૌગોલિક-રાજકીય તણાવનું કેન્દ્ર બની શકે છે, જેમાં ભારત-પાકિસ્તાન અને પાકિસ્તાન-અફઘાનિસ્તાન બંને મોરચે સ્થિતિ બગડવાનું જોખમ યથાવત્ છે.
હવે CFR વિશે જાણો…
કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ (CFR) અમેરિકાનો એક મુખ્ય અને પ્રભાવશાળી થિંક ટેન્ક છે. તેની સ્થાપના વર્ષ 1921માં થઈ હતી. આ સંસ્થા અમેરિકાની વિદેશનીતિ, રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય સંબંધો પર રિસર્ચ કરે છે અને અહેવાલો બહાર પાડે છે. CFRમાં પૂર્વ રાજદ્વારીઓ, સૈન્ય અધિકારીઓ, પ્રોફેસરો અને નીતિ નિષ્ણાતોનો સમાવેશ થાય છે.
આ થિંક ટેન્કના રિપોર્ટ્સ અને સૂચનોની અસર અમેરિકી સરકાર, વ્હાઇટ હાઉસ અને કોંગ્રેસની નીતિઓ પર પણ પડે છે. આ થિંક ટેન્ક દુનિયાભરના સંકટો, યુદ્ધો અને ભૂ-રાજકીય પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરીને ભવિષ્યની સંભાવનાઓ અંગે ચેતવણી આપે છે.

કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ (CFR)એ 2026માં થનારા યુદ્ધની આશંકા અંગે રિપોર્ટ જાહેર કર્યો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારસુધીમાં 5 વખત યુદ્ધ
ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારસુધીમાં 5 વખત યુદ્ધ થયું છે. તમામમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાનની સૌથી મોટી હાર 1971ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધમાં થઈ હતી. જ્યારે પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશ બન્યું હતું અને પાકિસ્તાનના 91 હજાર સૈનિકોએ આત્મસમર્પણ કર્યું હતું.
વર્ષ 1999માં કારગિલ યુદ્ધ થયું હતું


