Amreli News: અકાળા ગામ બન્યું આધુનિક સુવિધાઓથી સજ્જ – Amreli News: Akala village becomes equipped with modern facilities | અમરેલી
Last Updated:
અમરેલી જિલ્લો વિકાસની દિશામાં સતત આગળ વધી રહ્યો છે, અને તેની સ્પષ્ટ ઝાંખી લાઠી તાલુકાના અકાળા ગામમાં જોવા મળી રહી છે. સરકારની ગ્રાન્ટ અને દાતાઓના સહયોગથી અંદાજે 50 લાખ રૂપિયાના વિકાસ કાર્યો પૂર્ણ થતાં અકાળા ગામ આજે આધુનિક સુવિધાઓ, સુવ્યવસ્થિત માર્ગો અને સુરક્ષિત માળખાં સાથે એક આદર્શ ગ્રામ વિકાસ મોડલ બની રહ્યું છે.