Australia Skydiver Reserve Parachute Opens, Snags Plane Tail; Major Accident Avoided, VIDEOS | 15 હજાર ફૂટની ઊંચાઈએ સ્કાયડાઇવરનો જીવ જોખમમાં મુકાયો: પ્લેનમાંથી કૂદતી સમયે પેરાશૂટ પ્લેનની ટેલમાં ફસાયું, જુઓ રુંવાટા ઊભા કરી દેતો ખોફનાક VIDEO


6 કલાક પેહલા

  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયામાં સ્કાયડાઇવિંગ દરમિયાન એક ગંભીર અકસ્માત ટળી ગયો. એક અનુભવી સ્કાયડાઇવરનું રિઝર્વ પેરાશૂટ ઉડાન દરમિયાન જ ખુલીને વિમાનની ટેલમાં ફસાઈ ગયું. આ ઘટના ફાર નોર્થ ફ્રીફોલ ક્લબની ત્રીજી ઉડાન દરમિયાન બની હતી. તે સમયે સેસના કારવાં વિમાન ટલી એરપોર્ટથી રવાના થઈને 15 હજાર ફૂટની ઊંચાઈ પર 16-વે ફોર્મેશન સ્કાયડાઇવની તૈયારી કરી રહ્યું હતું.

પાયલટે કૂદવાનો ઇશારો કર્યો

સવારે લગભગ 10 વાગ્યે પાયલટે પ્લેનની એરસ્પીડ 85 નોટ સુધી ઘટાડીને સ્કાયડાઇવર્સને કૂદવાનો સંકેત આપ્યો. આ દરમિયાન પહેલો સ્કાયડાઇવર જેવો જ વિમાનના રોલર ડોર પર ફ્લોટ પોઝિશન લેવા પહોંચ્યો, તેનો રિઝર્વ પેરાશૂટ વિમાનના વિંગ ફ્લૅપ સાથે અથડાઈને ખુલી ગયો. અચાનક લાગેલા આ જોરદાર આંચકાથી સ્કાયડાઇવર વિમાનમાંથી પાછળની તરફ ખેંચાઈ ગયો અને કેમેરા ઓપરેટર પણ સંતુલન ગુમાવીને ફ્રી-ફોલમાં પડી ગયો.

પ્લેનની ટેલમાં ફસાઈ ગઈ પેરાશૂટની દોરી

સ્કાઈડાઈવરના પગ વિમાનના ડાબા હોરિઝોન્ટલ સ્ટેબિલાઈઝર સાથે અથડાયા, જેનાથી તેના પગમાં ઈજા થઈ. આ સાથે વિમાનની ટેલને પણ નુકસાન થયું. તેના રિઝર્વ પેરાશૂટની દોરી પ્લેનની ટેલનાં ભાગમાં ફસાઈ ગઈ. જેના કારણે સ્કાઈડાઈવર વિમાનની નીચે લટકી ગયો અને તેનો જીવ જોખમમાં મુકાયો.

પ્લેનની ટેલમાં ફસાઈ પેરાશૂટની દોરી

પ્લેનની ટેલમાં ફસાઈ પેરાશૂટની દોરી

પાયલટને તરત જ જોખમનું ભાન થયું

શરૂઆતના ક્ષણોમાં પાઇલટને પરિસ્થિતિની જાણ નહોતી. તે જ સમયે તેને એરસ્પીડ ઝડપથી ઘટી અને વિમાન એક તરફ ઝૂકતું હોવાનો અહેસાસ થયો. બાદમાં ક્રૂએ પાઇલટને જાણ કરી કે એક સ્કાયડાઇવર વિમાનની ટેલથી લટકેલો છે. આ પછી પાઇલટને પ્લેનને નિયંત્રિત કરવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી.

સ્કાયડાઇવરે હૂક નાઇફ વડે દોરડું કાપ્યું

આ દરમિયાન 13 સ્કાયડાઇવર્સે એક પછી એક તરત જ વિમાનમાંથી છલાંગ લગાવી દીધી, જ્યારે બે દરવાજા પર ઊભા રહીને સાથી સ્કાયડાઇવરને સંઘર્ષ કરતા જોતા રહ્યા. લગભગ એક મિનિટના પ્રયાસ પછી સ્કાયડાઇવરે પોતાની હૂક નાઇફનો ઉપયોગ કરીને રિઝર્વ પેરાશૂટની ગૂંચવાયેલી દોરીઓને કાપી અને વિમાનમાંથી મુક્ત થઈ ગયો. આ પછી તેણે મુખ્ય પેરાશૂટ ખોલ્યું, જે થોડા સમય માટે ગૂંચવાયું, પરંતુ તે તેને ઉકેલીને સુરક્ષિત રીતે જમીન પર ઉતરવામાં સફળ રહ્યો. તેને સામાન્ય ઈજાઓ થઈ.

પાઇલટે માંડ-માંડ લેન્ડ કરાવ્યું પ્લેન

પાઇલટે માંડ-માંડ લેન્ડ કરાવ્યું પ્લેન

‘મિડ વેઝ એટ ધ બીચ’ ઇવેન્ટ દરમિયાન બનેલી ઘટના

આ ઘટના 20 સપ્ટેમ્બરની છે. ઘણા દિવસો સુધી ચાલનારા ‘મિડ વેજ એટ ધ બીચ’ ઇવેન્ટ દરમિયાન કેટલાક સ્કાયડાઇવર્સ તેમની કલાનું પ્રદર્શન કરવાના હતા. આ ઇવેન્ટ દરમિયાન તેમની કલામાં પારંગત સ્કાયડાઇવર્સ લાર્જ ફોર્મેશન જમ્પનું પ્રદર્શન કરે છે.

પ્લેન પણ સુરક્ષિત લેન્ડ થયું

બધા સ્કાયડાઇવર્સ વિમાનમાંથી બહાર આવ્યા અને ફસાયેલા સ્કાયડાઇવર સુરક્ષિત રીતે કૂદી ગયા પછી, પાયલટે વિમાનને સ્થિર કર્યું. તે જ સમયે, બ્રિસ્બેન સેન્ટરને મેડે મેસેજ મોકલીને, તેણે વિમાનને ટલી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં સફળતા મેળવી.

આ ઘટના સામે આવ્યા પછી ફાર નોર્થ ફ્રીફોલ ક્લબે પોતાના સુરક્ષા પ્રોટોકોલમાં ઘણા સુધારા કર્યા છે. આ અંતર્ગત તમામ સ્કાયડાઇવર્સ માટે હૂક નાઇફ પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જ્યારે ઓસ્ટ્રેલિયન સરકારે પણ આ ઘટનાને પેરાશૂટ હેન્ડલ જાગૃતિ અને વિમાનમાંથી બહાર નીકળતી વખતે વધારાની સાવચેતી રાખવાની જરૂરિયાતનું ગંભીર ઉદાહરણ ગણાવ્યું છે.

'મિડ વેઝ એટ ધ બીચ' ઇવેન્ટ દરમિયાન બનેલી ઘટના

‘મિડ વેઝ એટ ધ બીચ’ ઇવેન્ટ દરમિયાન બનેલી ઘટના

હવામાં હાથ મિલાવીને ચેઇન બનાવનારા હતા 16 સ્કાયડાઇવર

સ્ટંટનો પ્લાન એવો હતો કે 15,000 ફૂટ (4,600 મીટર)ની ઊંચાઈએ 16 સ્કાયડાઇવર્સ હવામાં કૂદશે અને પેરાશૂટ ખોલ્યા પછી હાથ મિલાવીને ચેઇન બનાવશે (પેરાશૂટિસ્ટ્સ દ્વારા 16-વે ફોર્મેશન). આ આખી ઘટનાને પેરાશૂટિંગ કેમેરા ઓપરેટર દ્વારા ફિલ્માવવામાં આવી રહી હતી. પરંતુ જેવો પહેલો સ્કાયડાઇવર પ્લેનમાંથી બહાર નીકળ્યો, થોડી જ સેકન્ડમાં આખો પ્લાન અસ્તવ્યસ્ત થઈ ગયો. ઓસ્ટ્રેલિયાના પરિવહન સુરક્ષા બ્યુરો દ્વારા જાહેર કરાયેલા એક વીડિયોમાં જોવા મળ્યું કે પહેલા સ્કાયડાઇવરનો પગ લપસે છે અને તેનું રિઝર્વ પેરાશૂટ ખુલીને પ્લેનના વિંગ ફ્લૅપમાં ફસાઈ જાય છે. આને કારણે તે સ્કાયડાઇવર હવામાં લટકી જાય છે.

,

આ સમાચાર પણ વાંચો….

હાઇવે પર ચાલતી કાર પર પ્લેન પડ્યું, VIDEO:ફ્લોરિડામાં એન્જિનમાં ખામી સર્જાતાં ગાડીના પાછળના ભાગ પર ક્રેશ; કારસવાર મહિલાનું મોત, પાઇલટનો આબાદ બચાવ

અમેરિકાના ફ્લોરિડામાં એક મોટો અકસ્માત થતાં સહેજમાં બચી ગયો. અહીં એન્જિનમાં ખામી સર્જાવાને કારણે એક નાનું વિમાન ફ્લોરિડા ફ્રીવે પર ચાલી રહેલી કારની ઉપર ઊતરી ગયું. આ અકસ્માત સોમવાર રાત્રે થયો હતો. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓએ ફૉક્સ ન્યૂઝને જણાવ્યું હતું કે એન્જિનમાં ખામી જણાતાં બેન્ચમાર્ક 55 વિમાન સાંજે લગભગ 5:45 વાગ્યે મેરિટ આઇલેન્ડના ઇન્ટરસ્ટેટ-95 પર કટોકટીમાં ઉતરાણ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ ક્રેશ લેન્ડિંગના સમયે એ એક ટોયોટા કૈમરી સાથે અથડાઈ ગયું. સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો….



Source link