Bank Holidays January 2026 Update; Banks Closed 16 Days RBI Calendar | જાન્યુઆરી 2026માં 16 દિવસ બેંકો બંધ રહેશે: 4 રવિવાર, 2 શનિવાર અને ગણતંત્ર દિવસ ઉપરાંત 9 રજા; જુઓ RBIનું હોલિડે લિસ્ટ
1 કલાક પેહલા
- કૉપી લિંક

નવા વર્ષના પહેલા મહિના એટલે કે જાન્યુઆરી 2026માં દેશના અલગ-અલગ રાજ્યોમાં કુલ 16 દિવસ બેંકોમાં કામકાજ નહીં થાય. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જાહેર કરાયેલા લેટેસ્ટ કેલેન્ડર મુજબ, આવતા મહિને 4 રવિવાર અને બીજા-ચોથા શનિવાર ઉપરાંત 10 દિવસ અલગ-અલગ જગ્યાએ બેંક બંધ રહેશે.
આવી સ્થિતિમાં જો તમને આવતા મહિને બેંક સંબંધિત કોઈ જરૂરી કામ હોય તો આ રજાઓને ધ્યાનમાં રાખવી પડશે. અહીં જુઓ જાન્યુઆરી 2026માં તમારા રાજ્ય કે શહેરમાં બેંક ક્યારે-ક્યારે બંધ રહેશે…

ઓનલાઈન બેંકિંગ દ્વારા કામ પતાવી શકશો
તમે બેંકોની રજા હોવા છતાં ઓનલાઈન બેંકિંગ (UPI, IMPS, NEFT, RTGS) અને ATM દ્વારા પૈસાની લેવડદેવડ અથવા અન્ય કામ કરી શકો છો. આ સુવિધાઓ પર બેંકોની રજાઓની કોઈ અસર નહીં થાય.
શેર માર્કેટમાં પણ 9 દિવસ ટ્રેડિંગ બંધ રહેશે
શેરબજારમાં જાન્યુઆરી 2026માં 9 દિવસ ટ્રેડિંગ નહીં થાય. BSEની ઓફિશિયલ વેબસાઇટ અનુસાર, 4 રવિવાર અને 4 શનિવાર ઉપરાંત, 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસના અવસરે ટ્રેડિંગ બંધ રહેશે.