Bhaskar Group honored Golden Peacock Award for CSR Initiatives


14 મિનિટ પેહલા

  • કૉપી લિંક
ભાસ્કર ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ (બ્રાન્ડ અને પ્રોડક્ટ માર્કેટિંગ) પવન પાંડેય અને માયર પેનકર, સીઓઓ (કોર્પોરેટ સેલ્સ)એ આ સન્માન પ્રાપ્ત કર્યું. - Divya Bhaskar

ભાસ્કર ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ (બ્રાન્ડ અને પ્રોડક્ટ માર્કેટિંગ) પવન પાંડેય અને માયર પેનકર, સીઓઓ (કોર્પોરેટ સેલ્સ)એ આ સન્માન પ્રાપ્ત કર્યું.

દૈનિક ભાસ્કર ગ્રુપને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી માટે પ્રતિષ્ઠિત ગોલ્ડન પીકૉક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. આ સિદ્ધિ બદલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડાયરેક્ટર્સના સીઈઓ અને સેક્રેટરી જનરલ મનોજ કે. રાઉતે જણાવ્યું હતું કે, “દૈનિક ભાસ્કર ગ્રુપે સત્યવાદી અને નિષ્પક્ષ પત્રકારત્વની સાથે સામાજિક ચિંતાઓને પણ એટલી જ ગંભીરતાથી લીધી છે. ભાસ્કરના સીએસઆર અભિયાનોમાં સતત નવી કોશિશ અને જમીન પર દેખાતી સ્પષ્ટ અસર જેવી બાબત તેને અલગ પાડે છે. પર્યાવરણ, શિક્ષણ, મહિલા સશક્તિકરણ કે સામાજિક જાગૃતિ, દરેક ક્ષેત્રમાં ગ્રુપે સતત પ્રશંસનીય કાર્ય કર્યું છે. મને વિશ્વાસ છે કે ભાસ્કર ગ્રુપ આગળ પણ આ રીતે સમાજ માટે કામ કરતું રહેશે. આ સિદ્ધિ માટે ભાસ્કર ગ્રુપને હાર્દિક શુભકામનાઓ.”

ગોલ્ડન પીકૉક એવોર્ડ શું છે?

“ગોલ્ડન પીકૉક એવોર્ડ” કોર્પોરેટ ગવર્નન્સ અને સામાજિક જવાબદારીના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત સન્માન છે. આ સન્માન એક સ્વતંત્ર મૂલ્યાંકન પ્રક્રિયા પછી પ્રદાન કરવામાં આવે છે, જે ઉચ્ચ ધોરણો, પારદર્શિતા અને ઉત્કૃષ્ટ કાર્યોની ઓળખને દર્શાવે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *