BJP MP attacked in West Bengal | પ.બંગાળમાં BJP સાંસદ પર હુમલો: માથું ફાટ્યું, લોહીલુહાણ થયા, ગાડીઓના કાચ તૂટ્યા, જલપાઈગુડીમાં ટોળાનો પથ્થરમારો, ‘પાછા જાઓ’ના નારા લગાવ્યા


નવી દિલ્હી2 કલાક પેહલા

  • કૉપી લિંક
ટોળાએ ભાજપના સાંસદ ખગેન મુર્મુની કાર પર પણ પથ્થરમારો કર્યો હતો, જેમાં કારના કાચ તૂટ્યા હતા. - Divya Bhaskar

ટોળાએ ભાજપના સાંસદ ખગેન મુર્મુની કાર પર પણ પથ્થરમારો કર્યો હતો, જેમાં કારના કાચ તૂટ્યા હતા.

પશ્ચિમ બંગાળના માલદા નોરેથ સીટથી ભાજપના સાંસદ ખગેન મુર્મુ પર સોમવારે બપોરે જલપાઈગુડી જિલ્લાના દુઆર્સ ક્ષેત્રના નાગ્રાકાટામાં સેંકડો લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. હુમલામાં સાંસદનું માથું ફાટવાથી લોહીલુહાણ થતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઉપરાંત સ્થાનિક ધારાસભ્ય શંકર ઘોષ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.

ટોળાએ ભાજપના ધારાસભ્ય શંકર ઘોષ અને સાંસદ સાથે રહેલા અન્ય નેતાઓ પર પણ હુમલો કર્યો. તેઓ પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રીનું વિતરણ કરવા ગયા હતા. હુમલા પહેલાં 500થી વધુ લોકોએ “પાછા જાઓ!”ના નારા લગાવ્યા હતા અને રસ્તો જામ કર્યો હતો.

ભાજપ સાંસદ પરના હુમલા બાદના ફોટા સામે આવ્યા હતા, જેમાં ભાજપના સાંસદ લોહીથી લથપથ કારમાં બેઠેલા દેખાય છે. તેમનું માથું લોહીલુહાણ અને ચહેરા પરથી લોહી વહેતું દેખાતું હતું. તેમનો સફેદ કુર્તો અને ટુવાલ પણ લોહીથી લથપથ થયા હતા. તેઓ વારંવાર રૂમાલથી પોતાનો ચહેરો લૂછતા જોવા મળ્યા હતા.

પૂર પીડિતોને રાહત સામગ્રીનું વિતરણ કરતી વખતે હુમલો થયો હતો. હુમલાખોરોની ઓળખ અને તેમનાં કારણો હજુ સુધી જાણી શકાયાં નથી. પોલીસે તપાસ શરૂ કરી છે.

પશ્ચિમ બંગાળના ભાજપ સાંસદ પર હુમલો કરવામાં આવ્યો હતો.

પશ્ચિમ બંગાળના ભાજપ સાંસદ પર હુમલો કરવામાં આવ્યો હતો.

ભાજપના નેતા પૂરગ્રસ્ત લોકોને રાહત સામગ્રીનું વિતરણ કરી રહ્યા હતા.

ભાજપના નેતા પૂરગ્રસ્ત લોકોને રાહત સામગ્રીનું વિતરણ કરી રહ્યા હતા.

ભાજપે આરોપ લગાવ્યો- તૃણમૂલ કોંગ્રેસનું બંગાળ છે, જ્યાં ક્રૂરતાની બોલબાલા

માલવિયાએ X પર પોસ્ટ કર્યું, ઉત્તર માલદાના બે વખતના સાંસદ ખગેન મુર્મુ પર તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ હુમલો કર્યો, જ્યારે તેઓ જલપાઈગુડીના ડુઆર્સ ક્ષેત્રના નાગ્રાકાટામાં લોકોને મદદ કરવા જઈ રહ્યા હતા. જે લોકો ખરેખર લોકોને મદદ કરી રહ્યા છે તેમના પર હુમલા થઈ રહ્યા છે. આ તૃણમૂલ કોંગ્રેસનું બંગાળ છે, જ્યાં ક્રૂરતાની બોલબાલા છે.

વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે “મમતા બેનર્જી સંપૂર્ણપણે ગભરાઈ ગયા છે. બંગાળના ભાજપના ધારાસભ્યો અને સાંસદો અસરગ્રસ્ત લોકોને રાહત પહોંચાડવા માટે કામ કરી રહ્યા છે.”

હુમલા બાદ રાજ્યનું રાજકારણ ફરી એકવાર ગરમાયું

મુર્મુ અને સ્થાનિક ધારાસભ્ય શંકર ઘોષ સહિત અન્ય ભાજપ નેતાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે તેઓ પૂરગ્રસ્ત લોકોને રાહત સામગ્રીનું વિતરણ કરી રહ્યા હતા. રાજ્યમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, એ પહેલાં થયેલા આ હુમલા બાદ રાજ્યનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે.

પૂર પીડિતોને રાહત સામગ્રીનું વિતરણ કરતી વખતે હુમલો થયો હતો.

પૂર પીડિતોને રાહત સામગ્રીનું વિતરણ કરતી વખતે હુમલો થયો હતો.

ટોળાએ ભાજપના સાંસદ ખગેન મુર્મુની કાર પર પણ પથ્થરમારો કર્યો હતો, જેનાથી કારના કાચ તૂટ્યા હતા.

ટોળાએ ભાજપના સાંસદ ખગેન મુર્મુની કાર પર પણ પથ્થરમારો કર્યો હતો, જેનાથી કારના કાચ તૂટ્યા હતા.

ભારે વરસાદ બાદ બંગાળમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે

ભારે વરસાદને કારણે બંગાળના ઘણા ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભૂસ્ખલનને કારણે મિરિક-સુખિયાપોખરી રોડ સહિત મુખ્ય માર્ગો પર અવરજવરને અસર થઈ છે અને અનેક પહાડી વસાહતો સાથેનો સંપર્ક ખોરવાઈ ગયો છે.

ભૂસ્ખલન અને રસ્તાઓ બ્લોક થવાને કારણે હજારો પ્રવાસીઓ આ પ્રદેશમાં ફસાયેલા છે. મુખ્યમંત્રીએ તેમને ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર તેમના સુરક્ષિત પરત ફરવાની વ્યવસ્થા કરશે અને પ્રવાસીઓને અપીલ કરી કે તેઓ ગભરાશો નહીં અને ત્યાંથી નીકળવાની ઉતાવળ ન કરો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *