Budget 2026 Standard Deduction Hike
56 મિનિટ પેહલા
- કૉપી લિંક

બજેટમાં ઇનકમ ટેક્સને લઈને કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી. જોકે ન્યૂ ટેક્સ રિજીમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનને ₹75,000થી વધારીને ₹1 લાખ કરી દેવામાં આવ્યું છે. આનાથી પગારદાર લોકોની ટેક્સ-ફ્રી ઇનકમ લિમિટ વધીને ₹13 લાખ થઈ જશે. આનાથી અંદાજે 3 હજાર રૂપિયાનો વધારાનો ટેક્સ બચશે.
કેમ કર્યું: ટેક્સ એક્સપર્ટ આનંદ જૈન કહે છે કે આનાથી લોકોના હાથમાં વધુ પૈસા બચશે અને તેમની ખરીદશક્તિ વધશે. આનાથી અર્થતંત્રની ગતિ તેજ થશે.
આ ઉપરાંત સરકારે પાછલા બજેટમાં તેને ₹50,000થી વધારીને ₹75,000 કર્યું હતું. સરકાર ટેક્સ છૂટના આ સિલસિલાને ચાલુ રાખવા માંગે છે, જેથી નવી ટેક્સ રિજીમને વધુ ફાયદાકારક બનાવી શકાય.

ઇનકમ ટેક્સ સ્લેબમાં ફેરફાર નહીં આ વખતે ઇનકમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર થયો નથી. જૂની ટેક્સ રિજીમ પસંદ કરવા પર અત્યારે પણ તમારી ₹2.5 લાખ સુધીની આવક જ ટેક્સ ફ્રી રહેશે. જોકે, ઇનકમ ટેક્સ એક્ટની કલમ 87A હેઠળ તમે 5 લાખ સુધીની આવક પર ટેક્સ બચાવી શકો છો.
બીજી તરફ ન્યૂ ટેક્સ રિજીમ પસંદ કરવા પર પહેલાની જેમ જ ₹4 લાખ સુધીની આવક પર ટેક્સ ચૂકવવો પડશે નહીં. આમાં ઇનકમ ટેક્સ એક્ટની કલમ 87A હેઠળ પગારદાર વ્યક્તિ ₹12.75 લાખ સુધીની આવક પર અને અન્ય લોકો ₹12 લાખ સુધીની આવક પર ટેક્સ છૂટ મેળવી શકે છે.
ફેરફાર કેમ ન થયો: ટેક્સ એક્સપર્ટ આનંદ જૈનના જણાવ્યા અનુસાર, સરકારે પાછલા બજેટમાં જ ન્યૂ ટેક્સ રિજીમમાં ટેક્સ છૂટને 7 લાખથી વધારીને 12 લાખ રૂપિયા કરી દીધી હતી. એવામાં આ વર્ષે ફેરફાર થવાની શક્યતા નહિવત્ હતી.
હવે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) સુનીલ જૈન પાસેથી જાણો, નવી અને જૂની ટેક્સ રિજીમમાં કેટલો ટેક્સ…



હવે જૂની ટેક્સ રિજીમને સમજો
જૂની ટેક્સ રિજીમ પસંદ કરવા પર ₹2.5 લાખ સુધીની આવક જ ટેક્સ ફ્રી છે. જોકે ઇનકમ ટેક્સ એક્ટની કલમ 87A હેઠળ તમારે 5 લાખ સુધીની આવક પર ઝીરો ટેક્સ આપવો પડશે.



જૂની અને નવી ટેક્સ રિજીમ સાથે જોડાયેલા 3 સવાલો…
સવાલ 1: જૂની અને નવી ટેક્સ રિજીમમાં શું તફાવત છે? જવાબ: નવી ટેક્સ રિજીમમાં ₹4 લાખ સુધીની કમાણી ટેક્સ ફ્રી રહે છે, પરંતુ તેમાં ટેક્સ ડિડક્શન મળતા નથી. જ્યારે, જો તમે જૂનો ટેક્સ સ્લેબ પસંદ કરો છો તો તમે અનેક પ્રકારના ટેક્સ ડિડક્શનનો ફાયદો ઉઠાવી શકો છો.
સવાલ 2: જૂની ટેક્સ રિજીમમાં કયા પ્રકારની છૂટ મળે છે? જવાબ: જો તમે EPF, PPF અને ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમમાં રોકાણ કરો છો, તો તમારી કુલ ટેક્સેબલ ઇનકમમાંથી આ આવક ઓછી થઈ જશે. સાથે જ, મેડિકલ પોલિસી પર કરવામાં આવેલો ખર્ચ, હોમ લોન પર ચૂકવવામાં આવેલું વ્યાજ અને નેશનલ પેન્શન સિસ્ટમમાં રોકાણ કરેલા રૂપિયા પણ તમારી ટેક્સેબલ ઇનકમમાંથી બાદ થઈ જાય છે.
સવાલ 3: જૂની ટેક્સ રિજીમ કયા લોકો માટે વધુ સારી છે? જવાબ: જો તમે રોકાણ અને ટેક્સ છૂટનો ફાયદો લેવા માંગતા હોવ, તો જૂની ટેક્સ રિજીમ તમારા માટે વધુ સારી હોઈ શકે છે. બીજી તરફ જો તમે ઓછા ટેક્સ રેટ અને ટેક્સ ડિડક્શનની ઝંઝટમાંથી બચવા માંગતા હોવ તો નવી ટેક્સ રિજીમ તમારા માટે યોગ્ય હોઈ શકે છે.