California Stockton Shooting Update; Banquet Hall Birthday Party; Four Dead, 10 Injured, CCTV Footage | કેલિફોર્નિયામાં બાળકની બર્થ ડે પાર્ટીમાં ફાયરિંગ: 4નાં મોત, 10 ઘાયલ; લોકોએ કહ્યું- અમને લાગ્યું કે સેલિબ્રેશનમાં ફટાકડા ફૂટી રહ્યા છે


વોશિંગ્ટન ડીસી39 મિનિટ પેહલા

  • કૉપી લિંક

કેલિફોર્નિયાના સ્ટોકટન શહેરના લ્યુસિલ એવન્યુ વિસ્તારમાં શનિવારે રાત્રે એક બેન્ક્વેટ હોલમાં અચાનક ગોળીબાર થયો. આ હોલમાં બાળકની બર્થડે પાર્ટી ચાલી રહી હતી. ઘટનામાં 4 લોકોના મોત થયા જ્યારે 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, કુલ 14 લોકોને ગોળી વાગી હતી, જેમાંથી 4 લોકોએ હોસ્પિટલમાં દમ તોડ્યો. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

શહેરના ડેપ્યુટી મેયર જેસન લીએ ફેસબુક પર લખ્યું, ‘આજે મારું હૃદય ખૂબ ભારે છે. એક બાળકના જન્મદિવસની પાર્ટીમાં થયેલા આ સામૂહિક ગોળીબારથી હું દુઃખી અને ગુસ્સામાં છું. અમારી કોમ્યુનિટીને સત્ય જાણવાનો અધિકાર છે અને પીડિત પરિવારોને ન્યાય અને શક્ય તમામ મદદ મળવી જોઈએ.’

હુમલા પછીની 3 તસવીર…

ગોળીબાર બાદ પોલીસે બેન્ક્વેટ હોલની આસપાસ ઘેરાબંધી કરી દીધી છે.

ગોળીબાર બાદ પોલીસે બેન્ક્વેટ હોલની આસપાસ ઘેરાબંધી કરી દીધી છે.

આ હુમલો એક બર્થડે પાર્ટી દરમિયાન થયો હતો, જેના પછી ચારેય બાજુ અફરાતફરી મચી ગઈ હતી.

આ હુમલો એક બર્થડે પાર્ટી દરમિયાન થયો હતો, જેના પછી ચારેય બાજુ અફરાતફરી મચી ગઈ હતી.

પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

પીડિતોમાં બાળકો અને પુખ્ત વયના બંનેનો સમાવેશ થાય છે

આ ઘટના એક બેન્ક્વેટ હોલમાં બની હતી જ્યાં લોકો ઉજવણી કરી રહ્યા હતા. ઉજવણી દરમિયાન ગોળીબાર શરૂ થયો. સેન જોક્વિન કાઉન્ટી શેરિફ કાર્યાલય (SJCSO) અનુસાર, પીડિતોમાં બાળકો અને પુખ્ત વયના બંનેનો સમાવેશ થાય છે.

શેરિફ કાર્યાલયના પ્રવક્તા હીથર બ્રેન્ટે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પ્રારંભિક સંકેતો પરથી આ એક પૂર્વયોજિત કાવતરું લાગી રહ્યું છે. બ્રેન્ટે કહ્યું, ‘આ સમયે અમારી પ્રથમ પ્રાથમિકતા હુમલાખોરની ઓળખ કરવાની છે.’

હજુ સુધી હુમલાખોર વિશે કોઈ માહિતી મળી નથી

પોલીસ અધિકારીઓએ હજુ સુધી પીડિતોની ઉંમર કે હુમલાખોર વિશે કોઈ માહિતી આપી નથી. પોલીસ સમગ્ર વિસ્તારને ઘેરીને તપાસ કરી રહી છે અને લોકોને તે વિસ્તારમાં ન જવા અપીલ કરી છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું કે ગોળીબાર એટલો તીવ્ર હતો કે તેમને લાગ્યું કે ફટાકડા ફૂટી રહ્યા છે. એક સાક્ષીએ કહ્યું, “અમે નજીકમાં જ એક બાળકના જન્મદિવસની પાર્ટી ઉજવી રહ્યા હતા, અમને લાગ્યું કે ખુશીમાં આતિશબાજી થઈ રહી છે.”

———————–

આ સમાચાર પણ વાંચો…

‘આ વિરાટ છે, મદદ જોઈએ છે, મેડે…મેડે…’:યુક્રેને બ્લેક સીમાં અંડરવોટર ડ્રોનથી રશિયન ઓઇલ ટેન્કર પર હુમલો કર્યો, હુમલા પહેલા ક્રૂએ મદદ માગી હતી

શનિવારે બ્લેક સીમાં એક માનવરહિત દરિયાઈ વાહને રશિયન તેલ ટેન્કર ‘વિરાટ’ પર હુમલો કર્યો. આ પહેલા શુક્રવારે મોડી રાત્રે આ જ ટેન્કર પર વિસ્ફોટ થયા હતા. ટેન્કરના ક્રૂએ ઇન્ટરસેપ્ટેડ ઓપન-ફ્રિક્વન્સી રેડિયો સંકટ કોલમાં ‘ડ્રોન હુમલા’ની જાણ કરી. તેઓ માનવરહિત દરિયાઈ ડ્રોનની વાત કરી રહ્યા હતા. એક વીડિયોમાં, ક્રૂને એમ કહેતા સાંભળી શકાય છે, “આ વિરાટ છે. મદદ જોઈએ છે! ડ્રોન હુમલો! મેડે!” સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો…



Source link