દિલ્હી બાઈકર ડેથ કેસ-કોન્ટ્રાક્ટર, સબ-કોન્ટ્રાક્ટરને જામીન નહીં:સેશન કોર્ટે કહ્યું-જ્યાં ત્યાં ખાડા ખોદીના ચાલ્યા જાવ છો, ગંભીર ગુનો,અવગણી શકાય નહીં; સાક્ષીઓ પર જોખમ
દિલ્હીના જનકપુરીમાં બાઇક સવારના જલ બોર્ડના ખાડામાં પડી જવાથી મૃત્યુના કેસમાં સેશન કોર્ટે ધરપકડ કરાયેલા 2 કોન્ટ્રાક્ટર અને 1 સબ-કોન્ટ્રાક્ટરને જામીન આપવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે કહ્યું કે કસ્ટડીમાં લઈને પૂછપરછ જરૂરી છે અને ગુનાની ગંભીરતાને અવગણી શકાય નહીં. એડિશનલ સેશન જજ હરલીન કૌર કોન્ટ્રાક્ટર હિમાંશુ ગુપ્તા અને કવિશ ગુપ્તાની અરજીઓ પર સુનાવણી કરી રહ્યા…