Cricket fever will grip Saurashtra | સૌરાષ્ટ્રમાં જામશે ક્રિકેટનો હાઈ ફીવર: ઇન્ડિયા-A અને સાઉથ આફ્રિકા-Aની ત્રણ વન-ડે રાજકોટમાં, 10 દિવસ સયાજી હોટલમાં રોકાણ, ક્રિકેટ રસિકો માટે ફ્રી એન્ટ્રી – Rajkot News
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટી-20 શ્રેણી પૂર્ણ થયા બાદ હવે રાજકોટમાં ક્રિકેટ ફીવર શરૂ થવા જઈ રહ્યો છે, જ્યાં ઇન્ડિયા-A અને સાઉથ આફ્રિકા-A ટીમ વચ્ચે રાજકોટમાં રમાનારી ત્રણ વનડે મેચની શ્રેણી 13 નવેમ્બરથી શરૂ થશે. આ માટે બંને ટીમના ખેલાડીઓનું આવતીકાલે,
.
હોટલ સયાજી ખાતે ખેલાડીઓ માટે રોયલ રજવાડી થીમ પર સજાવટની સાથે જ, તેમને ગાંઠિયા, જલેબી, થેપલા અને સયાજી સ્પેશિયલ ગુજરાતી થાળી જેવી મનપસંદ વાનગીઓ પીરસવાની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. જ્યારે અહીં યોજાનાર ત્રણેય મેચ નિહાળવા પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે.

રાજકોટનાં ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કુલ 11 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે
ટીમ ઇન્ડિયા કેપ્ટન તિલક વર્માની આગેવાનીમાં રમશે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી-20 શ્રેણીમાં ભારતે 2-1થી ઓસ્ટ્રેલિયાને કારમી હાર અપાવી છે. આ પછી હવે ભારત એ-ટીમ અને સાઉથ આફ્રિકા એ-ટીમ વચ્ચે ત્રણ વનડે મેચની શ્રેણી રમાવા જઇ રહી છે. રાજકોટમાં રમાનાર વનડે મેચની શ્રેણીમાં ટીમ ઇન્ડિયા કેપ્ટન તિલક વર્મા અને વાઇસ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની આગેવાનીમાં રમશે.

બેટિંગ પીચ હોવાથી ત્રણેય મેચ હાઈ સ્કોરિંગ થાય તેવી આશા તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે સારું પ્રદર્શન કરી સૌથી ઝડપી 1000 રન બનાવનાર અને મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ મેળવનાર અભિષેક શર્મા ઉપરાંત તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, અને અર્શદીપ સિંહ સહિતના ખેલાડીઓ ધમાકેદાર પર્ફોમન્સ આપશે. રાજકોટની પીચ બેટિંગ પીચ માનવામાં આવે છે માટે ટીમ ઇન્ડિયાના ફૂલ ફોર્મમાં રહેલા ખેલાડીઓ મારફતે તમામ ત્રણેય મેચ હાઈસ્કોરિંગ થવાની આશા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારોએ વ્યક્ત કરી છે.

હોટલના દરેક રૂમ રોયલ રજવાડી થીમ પર સજાવાયા હોટલ સયાજી ખાતે ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને કોચને સ્પેશિયલ રૂમ ફાળવવામાં આવશે. આ હોટલના દરેક રૂમ રોયલ રજવાડી થીમ પર સજાવવામાં આવ્યા છે. જેમાં રૂમની અંદર ગુજરાત અને ભારતના હેરિટેજ પેલેસની અલગ અલગ તસવીરો મુકવામાં આવી છે. સાથે જ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે જીમ, સ્વિમિંગ પૂલ સહિતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ટીમ ઇન્ડિયાના કેટલાક ખેલાડીઓ અગાઉ પણ રાજકોટની સયાજી હોટેલ ખાતે રોકાણ કરી ચુક્યા છે. માટે તેમને મનપસંદ વાનગીઓ પણ પીરસવા માટે હોટેલ સ્ટાફ દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. ખેલાડીઓને ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં રાજકોટનાં ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કુલ 11 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. જેમાં 3 ટેસ્ટ, 5 ટી-20 અને 4 વન-ડેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તાજેતરમાં જાન્યુઆરી 2025માં પ્રથમ વખત ભારતની વુમન્સ ટીમ પણ રાજકોટની મહેમાન બની હતી. જેમાં ભારતીય મહિલા ક્રિકેટરોએ આયર્લેન્ડ સામે રેકોર્ડ સ્થાપિત કરી શાનદાર જીત મેળવી 3-0થી વન-ડે ઇન્ટરનેશનલ શ્રેણી પર કબ્જો મેળવ્યો હતો.
ઇન્ડિયા-A ટીમના ખેલાડીઓ તિલક વર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (વાઇસ કેપ્ટન), અભિષેક શર્મા, પ્રભસિમરન સિંહ, રિયાન પરાગ, ઈશાન કિશન (વિકેટકીપર), આયુષ બડોની, નિશાંત સિંધુ, વિપરાજ નિગમ, માનવ સુથાર, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રસિધ્ધ કિષ્ના, ખલીલ અહેમદ
સાઉથ આફ્રિકા-A ટીમના ખેલાડીઓ માર્ક્વેસ એકરમેન (કેપ્ટન), જોર્ડન હર્મન, સિનેથેમ્બા ક્વેશિલ, જેસન સ્મિથ, ડેલાનો પોટગીટર, કોડી યુસુફ, રુબિન હર્મન, રિવાલ્ડો મૂનસામી, લ્યુઆન-ડ્રે પ્રેટોરિયસ, ઓટ્ટનીલ બાર્ટમેન, બ્યોર્ન ફોર્ટ્યુન, ક્વેના માફાકા, ત્શેપો મોરેકી, મિહલાલી મ્પોંગવાના, એનકાબાયોમ્ઝી પીટર