Delhi Blast: Umar received Rs 40 lakh from Jamaat | દિલ્હી બ્લાસ્ટ:ઉમરને જમાત તરફથી 40 લાખ મળ્યા હતા: હિસાબમાં ગોટાળો થયો તો ઓમર-મુઝમ્મિલ વચ્ચે ઝઘડો થયો; પોલીસે ફરીદાબાદમાં મસ્જિદો, ઘરો, હોટલો અને ગોડાઉનની તપાસ કરી


નવી દિલ્હી49 મિનિટ પેહલા

  • કૉપી લિંક

10 નવેમ્બરના રોજ દિલ્હીમાં થયેલા કાર વિસ્ફોટમાં સામેલ આત્મઘાતી બોમ્બર ડૉ. ઉમર અને ડૉ. મુઝમ્મિલ વચ્ચેનો 40 લાખ રૂપિયાનો નાણાકીય વિવાદ પણ આ આતંકવાદી મોડ્યુલનું એક ફેક્ટર હતું.

જમાત પાસેથી મળેલા ભંડોળનો ઉપયોગ કરીને સામાન ખરીદવા પર થયેલા ખર્ચ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. NIAની ટીમે યુનિવર્સિટી નજીકની એક મસ્જિદમાંથી મૌલવી ઇશ્તિયાકની ધરપકડ કરી છે.

તેને જમાત દ્વારા લાખો રૂપિયા મળ્યા હતા, જેનો ઉપયોગ મુઝમ્મિલે વિસ્ફોટ માટે સામગ્રી ખરીદવા માટે કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પૈસાની હેરાફેરી મામલે મુઝમ્મિલ અને ઉમર વચ્ચે તણાવ સર્જાયો હતો.

આ દરમિયાન, ફરીદાબાદમાં, પોલીસે શનિવારે ધૌજ ગામ સહિત ચાર પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસ ટીમોએ દિવસભર મસ્જિદો, દુકાનો, હોટલો, ઘરો અને ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી.

લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના પાર્કિંગ પાસે 10 નવેમ્બરના રોજ સાંજે 6:52 વાગ્યે થયેલા કાર વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે.

લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના પાર્કિંગ પાસે 10 નવેમ્બરના રોજ સાંજે 6:52 વાગ્યે થયેલા કાર વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે.

દરેક આતંકવાદીનો એક અલગ હેન્ડલર, મલ્ટી લેયર ચેનમાં પ્લાનિંગ

ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે મોડ્યુલમાં રહેલો દરેક આરોપી અલગ-અલગ હેન્ડલરને રિપોર્ટ કરી રહ્યા હતા. મુઝમ્મિલનો એક અલગ હેન્ડલર હતો, જ્યારે વિસ્ફોટનો ગુનેગાર ઉમર બીજા હેન્ડલરને રિપોર્ટ કરતો હતો. બે મુખ્ય હેન્ડલર, મન્સૂર અને હાશિમ, એક સીનિયર હેન્ડલર ઇબ્રાહિમના અન્ડરમાં કામ કરતા હતા, જે મોડ્યુલની સમગ્ર એક્ટિવિટીનું નિરીક્ષણ કરતા હતા. આ બધા હેન્ડલર લેયર્સમાં કામ કરતા હતા.

આરોપીની NIA હેડક્વાર્ટરમાં તેના વકીલને મળવાની અરજી મંજૂર

દિલ્હીની એક કોર્ટે શનિવારે લાલ કિલ્લા વિસ્ફોટ કેસના આરોપી જસીર બિલાલ વાનીની નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA) હેડક્વાર્ટરમાં તેના વકીલને મળવાની અરજીને મંજૂરી આપી હતી, એમ કોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે પટિયાલા હાઉસ કોર્ટના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ અંજુ બજાજ ચંદનાએ અરજી મંજુર કરી છે.

શુક્રવારે, દિલ્હી હાઈકોર્ટે આરોપીની અરજી મંજૂર કરવાનો ઇનકાર કર્યો હતો, અને કહ્યું હતું કે તે ટ્રાયલ કોર્ટનો દ્વારા તેની અરજી ફગાવી દેવાનો કોઈ ઓર્ડર બતાવી શકતા નથી.

કાશ્મીર પોલીસે AK-47 ખરીદનાર ઇલેક્ટ્રિશિયનની ધરપકડ કરી

જમ્મુ અને કાશ્મીર પોલીસની રાજ્ય તપાસ એજન્સી (SIA) એ શનિવારે શ્રીનગરમાં આતંકવાદી મોડ્યુલ કેસના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ તુફૈલ નિયાઝ ભટ તરીકે થઈ છે, જે શહેરના બટમાલૂ વિસ્તારનો રહેવાસી છે. નિયાઝ ભટ ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતો હતો.

GMC શ્રીનગરમાં MBBSનો અભ્યાસ કરતી વખતે, ઉમર અને નિયાઝ બટમાલૂમાં એક જ એપાર્ટમેન્ટમાં ભાડૂઆત તરીકે રહેતા હતા. નિયાઝે ડૉ. આદિલ અહેમદ રાથેર માટે ₹6.5 લાખમાં એક AK-47 રાઇફલ ખરીદી હતી. આ જ રાઇફલ દિલ્હી બોમ્બ વિસ્ફોટના બે દિવસ પહેલા 8 નવેમ્બરના રોજ અનંતનાગમાં ડૉક્ટરના લોકર રૂમમાંથી મળી આવી હતી.

વિદ્યાર્થીઓના વાલીઓ તેમના અભ્યાસ અંગે ચિંતિત છે

દિલ્હી વિસ્ફોટ સાથે અલ-ફલાહ યુનિવર્સિટીના તાર જોડોવાને કારણે, અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓની ચિંતા વધી ગઈ છે. શનિવારે, વિવિધ રાજ્યોના 26થી વધુ વાલીઓ અલ-ફલાહ યુનિવર્સિટી પહોંચ્યા. આ લોકોએ કુલપતિને પત્ર લખ્યો છે. જેમાં તેઓએ યુનિવર્સિટીની માન્યતા અંગે ચિંતા વ્યક્ત કરી છે. કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીએ જણાવ્યું કે યુનિવર્સિટીમાં વર્ગો ચાલી રહ્યા છે. અંદરનું વાતાવરણ શાંત છે. શનિવારે યુનિવર્સિટીમાં હાફ-ડે હતો. એવામાં સ્ટાફ અને નજીકમાં રહેતા વિદ્યાર્થીઓ તેમના ઘરે ચાલ્યા ગયા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *