Divya Bhaskar Morning News Brief Congress Activists Remove T-shirts at Delhi AI Summit
.
ગઈકાલના મોટા સમાચાર સોશિયલ મીડિયા પર પાકિસ્તાની વડાપ્રધાનના ટ્રોલ થવા અંગે રહ્યા. બીજા મોટા સમાચાર AI સમિટમાં કોંગ્રેસના પ્રદર્શનના રહ્યા. કાર્યકરોએ ટી-શર્ટ ઉતારીને ભારત-US ડીલનો વિરોધ કર્યો.
⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર
1. RSS પરની ટિપ્પણીના કેસમાં રાહુલ ગાંધી મહારાષ્ટ્રની ભિવંડી કોર્ટમાં હાજર થઈ શકે છે.
2. પીએમ મોદી યુપીના ગૌતમબુદ્ધ નગરમાં સેમિકન્ડક્ટર નિર્માણ યુનિટનો શિલાન્યાસ કરશે.
📰 કાલના મોટા સમાચારો
1. ટ્રમ્પે દુનિયાભરના દેશો પર 10% વધારાનો ટેરિફ લગાવ્યો:કહ્યું- જજ દેશ માટે કલંક છે; 3 કલાક પહેલા જ સુપ્રીમ કોર્ટે ટેરિફ રદ કર્યા હતા

અમેરિકી સુપ્રીમ કોર્ટના ટેરિફ રદ કરવાના નિર્ણયના ત્રણ કલાકની અંદર જ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાભર પર 10% વધારાનો (એક્સ્ટ્રા) ટેરિફ લગાવવાની જાહેરાત કરી દીધી છે.
તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું કે તેઓ આજે એક આદેશ પર હસ્તાક્ષર કરશે, જેના હેઠળ 10% નો એક્સ્ટ્રા ગ્લોબલ ટેરિફ લાદવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ ટેરિફ પહેલેથી લેવામાં આવતા બેઝલાઇન ટેરિફ ઉપરાંતનો હશે. એટલે કે અત્યારે જે ટેરિફ લેવાય છે, તેના પર આ નવો 10% વધારાનો ટેરિફ લાગુ પડશે.
આ પહેલા શુક્રવારે સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ગ્લોબલ ટેરિફને ગેરકાયદેસર ગણાવી રદ કર્યા હતા. કોર્ટે 6-3ની બહુમતીથી ચુકાદો આપતા કહ્યું હતું કે બંધારણ મુજબ ટેક્સ અને ટેરિફ લગાવવાનો અધિકાર રાષ્ટ્રપતિને નહીં, પણ માત્ર સંસદને છે. સંપૂર્ણ સમાચાર વાંચો
2. કોંગ્રેસી કાર્યકર્તાઓએ શરમ નેવે મૂકી:દિલ્હી AI સમિટમાં પહોંચીને ટી-શર્ટ કાઢી નાખ્યા, નારા લગાવ્યા; ભાજપે કહ્યું-રાહુલના ઘરે પ્લાનિંગ થયું હતું

દિલ્હી ખાતે ભારત મંડપમમાં ઇન્ડિયન યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ શુક્રવારે AI સમિટ 2026માં ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે વિરોધ પ્રદર્શન કર્યું. કાર્યકર્તાઓએ ટી-શર્ટ કાઢીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નારા લગાવ્યા હતા.
કોંગ્રેસ કાર્યકર્તાઓએ નારા લગાવતા કહ્યું- ‘PM ઇઝ કોમ્પ્રોમાઇઝ્ડ’. કોંગ્રેસના કાર્યકરોના વિરોધ પ્રદર્શનના અનેક વીડિયો પણ સામે આવ્યા છે. આ વીડિયોમાં 15-20 કોંગ્રેસ કાર્યકરોની ભીડ હાથમાં સફેદ ટી-શર્ટ સાથે દેખાય છે.
આ ટી-શર્ટ પર PM મોદી અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા છે. તેમાં લખ્યું છે, “PM ઇઝ કોમ્પ્રોમાઇઝ્ડ.” દિલ્હી પોલીસનું કહેવું છે કે તેઓ ઈન્ડિયન યુથ કોંગ્રેસના કાર્યકરો સામે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર
3. બલૂચ લડવૈયાઓની કેદમાં રડતા દેખાયા પાકિસ્તાની સૈનિકો:જવાનોએ કહ્યું- અમે દેશ માટે લડીએ છીએ, પરંતુ સરકારને અમારી કોઈ કદર નથી

પાકિસ્તાનમાં બલોચ લિબરેશન આર્મી (BLA) એ વધુ એક વીડિયો જાહેર કર્યો છે જેમાં પાકિસ્તાની સૈનિકો સરકાર પાસે મદદ માટે આજીજી કરતા દેખાય છે. આ વીડિયોમાં 7 પાકિસ્તાની સૈનિકોને બતાવવામાં આવ્યા છે.
વીડિયોમાં એક સૈનિક રડતા રડતા કહી રહ્યો છે કે તે પાકિસ્તાન માટે લડતો રહ્યો, પરંતુ આજે સેના તેને પોતાનો નથી માની રહી. તે કહી રહ્યો છે કે તેની પાસે પાકિસ્તાની સેનાનું ID કાર્ડ છે તો પછી શા માટે કહેવામાં આવી રહ્યું છે કે તે પાકિસ્તાની સૈનિક નથી.
આ વીડિયો પાકિસ્તાનની સેનાના તે નિવેદનને સીધો પડકાર ફેંકે છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેના કોઈ પણ સૈનિક ગુમ નથી અને ન તો કોઈ ઉગ્રવાદી સંગઠનની કસ્ટડીમાં છે. વાંચો સંપૂર્ણ સમાચાર
4. ટ્રમ્પે દુનિયા સામે પાકિસ્તાની PMની ફજેતી કરી:’ઊભા થઈ જાવ’ કહેતા જ શાહબાઝ આદેશ પાળતા હોય એમ માથું નમાવીને ઊભા થયા!”, VIDEO વાઇરલ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ સાથે આખી દુનિયા સામે એક જુનિયર જેવો વ્યવહાર કર્યો, તેમને પોતાના જ વખાણ કરતા પાકિસ્તાની PMને ઊભા રહેવાનો આદેશ આપ્યો. ટ્રમ્પે બોર્ડ ઓફ પીસની પહેલી બેઠકમાં ફરીથી તે જ જૂઠાણું પુનરાવર્તિત કર્યું છે કે તેમણે 2025ના ભારત-પાકિસ્તાન સૈન્ય તણાવ દરમિયાન બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરી હતી. તેમણે કહ્યું હતું કે જો યુદ્ધ રોકવામાં નહીં આવે તો બંને દેશો પર 200 ટકા ટેરિફ લાગશે. જોકે, ભારતે ગયા વર્ષે મે મહિનામાં થયેલા સૈન્ય સંઘર્ષમાં કોઈ ત્રીજા દેશની મધ્યસ્થી અથવા કોઈ ફાઇટર જેટને નુકસાન થવાના તમામ દાવાઓને સતત નકારી કાઢ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર
5. રાજસ્થાનના અલવર-ફતેહપુરમાં તાપમાન 10.4°C:MPના 25 જિલ્લામાં વરસાદ, હરિયાણામાં કરા પડ્યા; ઉત્તરાખંડના કેદારનાથમાં હિમવર્ષા
દેશમાં મેદાની અને પહાડી રાજ્યોમાં હવામાન ફરી એકવાર બદલાયું છે. રાજસ્થાનમાં છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે, ઘણા વિસ્તારોમાં કરા પણ પડ્યા છે. જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 30°C થી ઓછું અને લઘુત્તમ તાપમાન 15°C થી ઓછું રહ્યું. સૌથી ઓછું તાપમાન અલવર-ફતેહપુરનું રહ્યું જે 10.4°C હતું.

સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે મધ્ય પ્રદેશના 25 જિલ્લાઓમાં વરસાદ અને કરા પડ્યા છે. શ્યોપુરમાં 63kmphની ઝડપે પવન ફૂંકાયો. વરસાદથી પાકને નુકસાન થયું છે. સંપૂર્ણ સમાચાર વાંચો
6. ‘વેશ્યાવૃત્તિ એ પણ સમાજની એક સેવા છે’:ગુજરાતી એક્ટ્રેસ મોના થિબાના નિવેદનથી વિવાદ સર્જાયો, ખોડલધામના ટ્રસ્ટીએ કહ્યું- ‘ફિલ્મ પ્રમોશન માટે મહિલાઓનું અપમાન ન કરાય, માફી માંગો’

ગુજરાતી અભિનેત્રી મોના થિબા પોતાની આવનારી ફિલ્મના પ્રમોશન માટે રાજકોટ પહોંચી હતી, ત્યારે રાજકોટમાં તેમણે કરેલા એક નિવદેનથી વિવાદનો વંટોળ ઊભો થયો છે. મોના થિબાએ વેશ્યાવૃત્તિને એક પ્રકારની સમાજ સેવા ગણાવી હતી. જેને લઈને વિવાદ સર્જાતા હવે ખોડલધામના ટ્રસ્ટી જેની ઠુમરે પણ તેમનો વિરોધ કરી એક્ટ્રેસની આ ટિપ્પણીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી દરેક સામાજિક સંસ્થાઓ અને ખાસ મહિલાઓની માફી માગે તેવી માગ કરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર
7. 800 કરોડના કૌભાંડનો ‘ટેક્નિકલ માસ્ટરમાઈન્ડ’ પાટણથી ઝડપાયો: MSC.IT પાસ યુવક વિયેતનામથી આવતા ગેમિંગ અને બેટિંગના બ્લેકમનીને વ્હાઈટ કરતો, ખાસ પ્લેટફોર્મથી કરતો પૈસાની હેરફેર

સુરતના કતારગામ વિસ્તારમાંથી થોડા સમય પહેલા એક મોટા સાયબર ક્રાઇમ રેકેટનો પર્દાફાશ થયો હતો. આ ગુન્હામાં સંડોવાયેલો અને પોલીસને થાપ આપી નાસતો ફરતો આરોપી કરણ ઉર્ફે દ્વારકેશ પીરાભાઇ દેસાઇ આખરે પાટણના વાગડોદ ગામેથી ઝડપાઇ ગયો છે.
સાયબર ક્રાઇમ સેલની તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલ આરોપી MSC.IT જેવી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે. પોતાની આ ટેક્નિકલ જાણકારીનો ઉપયોગ તેણે ગેરકાયદેસર ઓનલાઇન બેટિંગ સાઇટ્સના કરોડો રૂપિયાના ફંડ ટ્રાન્સફર કરવા માટે કર્યો હતો. આ રેકેટમાં અત્યાર સુધીમાં કરોડોની છેતરપિંડી અને 800 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન

⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં
1.નેશનલ : અમિત શાહે કહ્યું- કોંગ્રેસે સરહદો ખુલ્લી છોડી, ઘૂસણખોરી વધી:આસામમાંથી ₹6900 કરોડની યોજના લોન્ચ કરી; કહ્યું- 5 વર્ષમાં રાજ્યને પૂરમુક્ત કરીશું વાંચો સંપૂર્ણ સમાચાર
2.ઈન્ટરનેશનલ : ટ્રમ્પની ‘બોર્ડ ઓફ પીસ’ મીટિંગમાં ભારત સામેલ થયું:ગાઝા માટે ₹1.5 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત; 50 દેશોના પ્રતિનિધિઓ પહોંચ્યા વાંચો સંપૂર્ણ સમાચાર
3.નેશનલ : ભાગવત જે વંદે ભારતથી મેરઠ પહોંચ્યા, તેના પર પથ્થરમારો:બારીનો કાચ તૂટ્યો, સ્ટેશન પર સુરક્ષા વચ્ચે ઉતર્યા; GRPની તપાસ ચાલુ વાંચો સંપૂર્ણ સમાચાર
4.ઈન્ટરનેશનલ : બ્રિટનનો અમેરિકાને પોતાના એરબેઝ આપવાનો ઇનકાર:ટ્રમ્પ ઈરાન પર હુમલા માટે ઉપયોગ કરવા માંગે છે, કહ્યું- ચાગોસ ટાપુ છોડવો મોટી ભૂલ વાંચો સંપૂર્ણ સમાચાર
5.બિઝનેસ : AI સમિટમાં ભારત-અમેરિકાનો ‘પેક્સ સિલિકા’ સમજુતી:ચિપ સેક્ટરમાં 10 લાખ નોકરીઓ આવશે, મોદી-ટ્રમ્પ મુલાકાત ટૂંક સમયમાં થશે વાંચો સંપૂર્ણ સમાચાર
6.સ્પોર્ટ્સ : ટીમ ઈન્ડિયાના વધુ એક ક્રિકેટરના ડિવોર્સ:એનિવર્સરી પહેલાં રાહુલ ચહર-ઈશાની અલગ થયા; ક્રિકેટરે લખ્યું- ભારે કિંમત ચૂકવવી પડી, જીવનના આ તબક્કાનો અંત આવ્યો વાંચો સંપૂર્ણ સમાચાર
7.ધર્મ તહેવાર જ્યોતિષ : શું શિવજીના કોઈ માતા છે?:મહાદેવ કેમ સ્મશાનમાં નિવાસ કરે છે? જાણો અત્યંત રસપ્રદ રહસ્યો પાછળનું સત્ય વાંચો સંપૂર્ણ સમાચાર
🗣️ ચર્ચિત નિવેદન

😲 અજબ ગજબ
કૂતરા માટે કન્યાએ મંડપમાંથી જાન પાછી કાઢી

યુપીના ફતેહપુરમાં દુલ્હને લગ્ન તોડી નાખ્યા. કારણ કે એક જાનૈયાએ તેના પાલતુ કૂતરાને લાત મારી હતી. નારાજ દુલ્હને મંડપમાંથી જાન પાછી કાઢી, વરરાજા ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડતો રહ્યો અને તેને મનાવતો રહી ગયો. હકીકતમાં, બંને પહેલા જ પ્રેમ લગ્ન કરી ચૂક્યા હતા અને હવે પરિવારની હાજરીમાં ફરીથી લગ્ન થઈ રહ્યા હતા.
📸 ફોટો, જે પોતે સમાચાર છે

🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ
🌍 કરંટ અફેર્સ

⏳ આજના દિવસનો ઈતિહાસ

📊 માર્કેટની સ્થિતિ

🌦️ મોસમનો મિજાજ

રાશિફળ