Divya Bhaskar Morning News Brief Gujarat will get a new cabinet today | મોર્નિંગ ન્યૂઝ બ્રીફ: ગુજરાતને આજે મળશે નવું મંત્રીમંડળ, કેનેડામાં કપિલ શર્માના કેફે પર ફરી ફાયરિંગ; ટ્રમ્પનો ઓઈલ નહિ ખરીદવાનો દાવો ભારતે ફગાવ્યો – Gujarat News


.

ગઈકાલના મોટા સમાચાર ગુજરાતના બધા મંત્રીઓના રાજીનામા અંગેના હતા. આજે નવા મંત્રીઓ શપથ ગ્રહણ કરશે. બીજા મોટા સમાચાર યુએસ પ્રમુખ ટ્રમ્પે કરેલા દાવા વિશેના હતા. તેમણે કહ્યું હતું કે પીએમ મોદીએ તેમને ખાતરી આપી છે કે તેઓ રશિયન ઓઈલ ખરીદશે નહીં. અમે તમને ભારતના પ્રતિભાવ વિશે પછીથી અપડેટ કરીશું.

⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર

1. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ભારતીય વાયુસેનાને સ્વદેશી તેજસ સોંપશે.

2. મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ બિહારની મહિલાઓના ખાતામાં ₹10,000 પ્રતિ મહિલાનો ચોથો હપ્તો જમા કરવામાં આવશે.

📰 કાલના મોટા સમાચારો

1. નવા મંત્રીમંડળનો આજે શપથ ગ્રહણ સમારોહ:મોડી રાતે મંત્રીઓના લિસ્ટ પર મહોર લાગી, નેતાઓને ફોન કરી જાણ કરાઈ; ગાંધીનગરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આજે (શુક્રવારે) નવું મંત્રીમંડળ સવારે 11:30 કલાકે શપથ ગ્રહણ કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. તો બીજી તરફ મહાત્મા મંદિર ખાતે શપથ સમારોહની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સ્ટેજ પર મંત્રીઓના બેસવાથી લઈને હાજર તમામ લોકો માટેની સીટિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, મોડી રાત સુધીમાં નવા મંત્રીમંડળમાં પંસદગી પામેલા નેતાઓને ફોન કરીને જાણ કરવામાં આવી હતી.

ગઈકાલ મુખ્યમંત્રી અને રાજ્યપાલની મુલાકાતને છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી. જોકે, આ મુલાકાત આજે સવારે 9 વાગ્યે કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, 16 ઓક્ટોબરના રોજ ભૂપેન્દ્ર પટેલ સરકારના તમામ 16 મંત્રીઓએ રાજીનામા આપી દીધા હતા. રાજીનામું આપનાર 4 કે 5 મંત્રીઓ રિપીટ થઈ શકે છે. તેમાંથી કેટલાકને પ્રમોશન તો કેટલાકના ખાતા બદલાઈ શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર

2. રશિયન તેલ ખરીદી અંગે ટ્રમ્પનો દાવો ખોટો:અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું- મોદીએ ખાતરી આપી; વિદેશ મંત્રાલયે કહ્યું- બંને વચ્ચે કોઈ વાતચીત થઈ નથી

ભારતીય વિદેશ મંત્રાલય (MEA)ના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગુરુવારે જણાવ્યું હતું કે બુધવારે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત થઈ નથી. યુએસ પ્રમુખ રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો હતો કે પીએમ મોદીએ બુધવારે તેમને કહ્યું હતું કે ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં.

“હું ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદ્યાથી ખુશ નહોતો. હવે આપણે ચીનને પણ એવું જ કરવા માટે મજબૂર કરવું પડશે.” ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ઓગસ્ટ 2025 સુધી ભારત પર 25% વધારાનો ટેરિફ લાદ્યો છે. આનાથી ભારત પર લાદવામાં આવેલ કુલ ટેરિફ 50% થઈ ગયો છે. વાંચો સંપૂર્ણ સમાચાર

3. PAK રક્ષામંત્રીએ કહ્યું- તાલિબાનના નિર્ણયો દિલ્હીથી થઈ રહ્યા છે:ભારત માટે પ્રોક્સી વોર લડી રહ્યો છે, ઉશ્કેર્યા તો લશ્કરી કાર્યવાહી કરીશું

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે તાલિબાનના નિર્ણયો દિલ્હીમાં લેવામાં આવી રહ્યા છે અને અફઘાનિસ્તાન પર ભારત માટે પ્રોક્સી યુદ્ધ લડવાનો આરોપ લગાવ્યો. જીઓ ન્યૂઝ સાથે વાત કરતા, આસિફે તાલિબાન સાથે યુદ્ધવિરામ પર કહ્યું, મને શંકા છે કે આ યુદ્ધવિરામ ટકશે કે નહીં, કારણ કે અફઘાન તાલિબાનને દિલ્હી તરફથી સમર્થન મળી રહ્યું છે.

તેમણે ચેતવણી આપી હતી કે જો પાકિસ્તાનને ઉશ્કેરવામાં આવશે તો લશ્કરી કાર્યવાહી કરવામાં આવશે. આસિફે કહ્યું, “અમારી પાસે જવાબ આપવાની સંપૂર્ણ ક્ષમતા છે. જો તેઓ યુદ્ધ વધારશે તો અમે હુમલો કરીશું, પરંતુ અમે વાતચીત માટે પણ તૈયાર છીએ. વાંચો સંપૂર્ણ સમાચાર

4. કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરી ધડાધડ ફાયરિંગ:લોરેન્સ બિશ્નોઈ ગેંગે જવાબદારી લીધી, ચાર મહિનામાં ત્રીજી વખત ગોળીબાર થયો

કોમેડિયન કપિલ શર્માના કેનેડા સ્થિત “કેપ્સ કાફે” પર ગુરુવારે વહેલી સવારે ફરી ગોળીબાર થયો. કાફે પર નવથી દસ ગોળીઓ ચલાવવામાં આવી, જેનાથી બહારનો કાચ તૂટી ગયો અને દિવાલોમાં ગોળીઓના નિશાન પડી ગયા. લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા ગોલ્ડી ધિલ્લોન અને કુલવીર સિદ્ધુ નેપાળીએ ગોળીબારની જવાબદારી સ્વીકારી છે. ચાર મહિનામાં આ ત્રીજી વખત ફાયરિંગની ઘટના બની છે.

કેનેડા સ્થિત કપિલ શર્માના કાફેને આ વર્ષે પહેલી વાર 10 જુલાઈએ અને બીજી વાર 7 ઓગસ્ટે નિશાન બનાવવામાં આવ્યું હતું. બંને ઘટનાઓ બાદ બારીના કાચ તોડ્યું હતા. આ ઘટનાઓ બાદ, કાફે ઘણા દિવસો સુધી બંધ રહ્યો. ભારતમાં કપિલ શર્માની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી હતી. ચાર મહિનામાં ‘કેપ્સ કાફે’ પર આ ત્રીજી ગોળીબારની ઘટના છે, જેમાં શૂટર્સ સતત ગોળીબાર કરતાં જોવા મળી રહ્યા છે.

વાંચો સંપૂર્ણ સમાચાર

5. પંજાબ DIGની ચંદીગઢ હવેલીમાંથી ₹5 કરોડ મળ્યા:3 બેગ અને 1 બ્રીફકેસમાં ભરેલી હતી નોટો, CBIને 15 પ્રોપર્ટી-લક્ઝરી ગાડીઓ વિશે પણ જાણ થઈ

CBIએ પંજાબ પોલીસના રોપર રેન્જના DIG હરચરણ સિંહ ભુલ્લરને ₹5 લાખની લાંચ લેતા રંગે હાથે ધરપકડ કરી છે. DIG ભુલ્લરે મંડી ગોવિંદગઢના એક ભંગાર વેપારી પાસેથી લાંચ માગી હતી. ગુરુવારે, દિલ્હી અને ચંદીગઢની CBI ટીમે છટકું ગોઠવ્યું અને ભુલ્લરને પકડી પાડ્યો.

CBIની ૫૨ સભ્યોની ટીમ ભુલ્લરની મોહાલી ઑફિસ અને ચંદીગઢના સેક્ટર 40 સ્થિત તેમના ઘરે તપાસ કરી રહી છે, જ્યાંથી અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો મળી આવ્યા છે. ભુલ્લરની હાલમાં ગુપ્ત સ્થળે પૂછપરછ કરવામાં આવી રહી છે.

દરમિયાન, CBI સાથે જોડાયેલા સૂત્રો જણાવે છે કે ભુલ્લરના ઘરમાંથી ₹5 કરોડથી વધુ રોકડ મળી આવી છે. આ રોકડ ત્રણ બેગ અને એક બ્રીફકેસમાં ભરેલી હતી. CBI ટીમને બે નોટ ગણવાની મશીનો બોલાવવી પડી. લક્ઝરી વાહનો અને ઘરેણાં પણ મળી આવ્યા. 15 મિલકતો પણ મળી આવી. વાંચો સંપૂર્ણ સમાચાર

6. AK-47 ફાયર ગન, ફેન્સી ડ્રોન, ફૂટી ટિન કોઠીનું ખાસ આકર્ષણ:દિવાળી નજીક આવતાં લોકો 5 કલાક લાઇનમાં ઊભા રહી ફટાકડા ખરીદતા નજરે પડ્યા; ભાવમાં 5-7%નો વધારો

દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેર-જિલ્લામાં ફટાકડાનાં બજારો શરૂ થઇ ગયાં છે. વડોદરાથી 15 કિમી દૂર આવેલું દિવાળીપુરા ગામ હવે ફટાકડા બજારનું હબ બની ગયું છે. ઠેર-ઠેર ફટાકડાની હાટડીઓ લાગી ગઈ છે, સાથે અહીં આવેલા મુખ્ય હોલસેલર અને ફેક્ટરી આઉટલેટ પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.

લોકો ચારથી પાંચ કલાક લાઇનમાં ઊભા રહી ફટાકડાની ખરીદી કરી રહ્યા છે. અહીં ન માત્ર વડોદરા શહેર જિલ્લાના લોકો પરંતુ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા જિલ્લાના અને પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના લોકો પણ જથ્થાબંધ અને છૂટક ફટાકડા ખરીદવા માટે આવે છે. આ વર્ષે ફટાકડાના ભાવોમાં પાંચથી સાત ટકાનો વધારો છે, ત્યારે મોડીરાત સુધી લોકો દ્વારા ફટાકડાની ધૂમ ખરીદી કરવામાં આવી રહી છે. ફટાકડાનું ધૂમ વેચાણ થતાં વેપારીઓમાં ખુશીનો માહોલ છે અને 30 કરોડનો વેપાર થવાનો અંદાજ છે. વાંચો સંપૂર્ણ સમાચાર

7. ફૂલનદેવી હત્યાકેસના આરોપી શેર સિંહ રાણાની ફિલ્મી સ્ટાઇલમાં રેલી, VIDEO:સુરતમાં 25 જેટલી બ્લેક કલરની લકઝરી કારના કાફલા સાથે સ્વાગત કરાયું, પોલીસ તપાસ શરૂ

ફૂલનદેવી હત્યાકેસમાં જામીન પર રહેલા પૂર્વ સાંસદ શેર સિંહ રાણાના સ્વાગત માટે સુરતમાં મંજૂરી વગર જ 25 જેટલી બ્લેક કલરની કારના કાફલા સાથે રેલી યોજાતાં પોલીસે તપાસ હાથ ધરી છે. શેર સિંહ રાણાની ફિલ્મી સ્ટાઈલમાં નીકળેલી રેલી અને સ્વાગતના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. વાંચો સંપૂર્ણ સમાચાર

🎭 આજનું કાર્ટૂન

⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં

1.નેશનલ : સોનપ્રયાગથી કેદારનાથ સુધી રોપવે બનશે:8 કલાકની મુસાફરી 36 મિનિટમાં પૂર્ણ થશે, 1800 લોકો બેસી શકશે; 2032માં કાર્યરત થશે વાંચો સંપૂર્ણ સમાચાર

2.ઈન્ટરનેશનલ : સીરિયન નેતા અલ-શારાએ રશિયન રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી:બંને નેતાઓ પહેલીવાર સામસામે મળ્યા; આ મુલાકાત મોસ્કોમાં થઈ વાંચો સંપૂર્ણ સમાચાર

3.નેશનલ : કોંગ્રેસની પહેલી યાદીમાં 48 ઉમેદવારોના નામ:પ્રદેશ પ્રમુખ કુટુમ્બાથી અને શકીલ અહેમદ કડવાથી ચૂંટણી લડશે વાંચો સંપૂર્ણ સમાચાર

4.ઈન્ટરનેશનલ : ઇન્ડોનેશિયા ચીન પાસેથી J-10C ફાઇટર જેટ ખરીદશે:₹75,000 કરોડમાં 42 વિમાન ખરીદશે; એશિયન દેશ સાથે પ્રથમ સોદો વાંચો સંપૂર્ણ સમાચાર

5.બિઝનેસ : ઓલાએ હોમ બેટરી સિસ્ટમ લોન્ચ કરી:AC, ફ્રિજ પણ ચલાવી શકશો; શરૂઆતની કિંમત 30 હજાર રૂપિયા, જાણો તે ઇન્વર્ટરથી કેવી રીતે અલગ છે? વાંચો સંપૂર્ણ સમાચાર

6.સ્પોર્ટ્સ : અભિષેક શર્મા ICC પ્લેયર ઓફ ધ મંથ બન્યો:T20Iમાં નંબર વન બેટર, વુમન્સમાં સ્મૃતિ મંધાનાએ આ એવોર્ડ જીત્યો વાંચો સંપૂર્ણ સમાચાર

7.ધર્મ તહેવાર : સમૃદ્ધ બનાવનાર ધનતેરસનો એક અદભુત અને પરિણામલક્ષી પ્રયોગ જાણો:શુભ ચોઘડિયા અને મુહૂર્ત સહિત પ્રયોગની સચોટ રીત વાંચો સંપૂર્ણ સમાચાર

🗣️ ચર્ચિત નિવેદન

😲 ખબર હટકે

​​​​​​​પૈસા પડાવવા માટે મહિલાએ મડદાના ફિંગરપ્રિન્ટ લીધા

તસવીર AI જનરેટેડ છે.

તસવીર AI જનરેટેડ છે.

તાઇવાનમાં, લી નામની 59 વર્ષીય મહિલાએ દેવું વસૂલવા માટે મૃતક વ્યક્તિના ફિંગરપ્રિન્ટ્સ લીધા હતા. તેણીએ અંતિમ સંસ્કાર દરમિયાન નકલી દસ્તાવેજ પર ફિંગરપ્રિન્ટ્સનો ઉપયોગ કર્યો હતો. પરિવારના એક સભ્યએ આ કૃત્ય જોયું હતું. પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી. 23 કરોડ રૂપિયાની નકલી નોટ પર સહીઓ મેળવવાનો પ્રયાસ કરવા બદલ તેને બે વર્ષની જેલ અને દંડની સજા ફટકારવામાં આવી.

📸 ફોટો, જે પોતે સમાચાર છે

🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ

1. Editor’s View: ટ્રમ્પે દિવાળી પહેલાં બોમ્બ ફોડ્યો:બળતામાં ‘ઓઈલ’ હોમવાની કોશિશ, મોદી-પુતિનને ભેરવી દેવા ત્રાગડો રચ્યો; 140 કરોડ દેશવાસીનો અવાજ અમેરિકા પહોંચી ગયો

2. સૌરાષ્ટ્રમાંથી મંત્રી બનાવવા ખેડૂત, પાટીદાર, ક્ષત્રિય, કોળીના સમીકરણ:મોઢવાડિયાને વાયદો, વાઘાણીની રિ-એન્ટ્રી, રાદડિયાને મોટો હોદ્દો; DyCMની ફોર્મ્યુલા ફળી શકે

3. ઓનલાઇન ખરીદી કરો છો એ એપ્લિકેશન નકલી તો નથી ને?:સાયબર ગઠિયાઓએ જાણીતી ઇ-કોમર્સ સાઇટ જેવાં જ નકલી પ્લેટફોર્મ બનાવ્યાં, એક્સપર્ટે જણાવ્યા બચવાના ઉપાય

4. બ્લેકબોર્ડ: સારા દેખાવ માટે પેડેડ બ્રા પહેરું છું:વધુપડતી પાતળી હોવાથી આજુબાજુની આંટીઓ કહે છે- લગ્ન પછી સેક્સ કરીશ તો મોટી થઈ જઈશ

5. કપડાં ફાડ્યાં, માર માર્યો; દિલ્હી યુનિવર્સિટીમાં ગેંગરેપનો પ્રયાસ:પીડિતાએ કહ્યું- ન્યૂડ ફોટો મોકલી ધમકાવી; કેરટેકરે કહ્યું- કપડાં બ્લેડથી ફાડ્યાં છે

6. આજનું એક્સપ્લેનર:મલાલાએ લખ્યું- ઝૂંપડીમાં ગાંજો પીધો તો તાલિબાની હુમલો મગજમાં ઘૂમવા લાગ્યો; શું ગાંજો યાદો તાજી કરે છે, જાણો એના પર પ્રતિબંધ કેમ

🌍 કરંટ અફેર્સ

⏳ આજના દિવસનો ઈતિહાસ

📊 માર્કેટની સ્થિતિ

🌦️ મોસમનો મિજાજ

શુક્રવારનું રાશિફળ: સિંહ રાશિના લોકોને ગ્રહસ્થિતિ અનુકૂળ રહેશે; તુલા જાતકોને વ્યાવસાયિક લોકોનો સંપર્ક ફાયદાકારક રહેશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *