Divya Bhaskar Morning News Brief india us trade deal Pakistan pok aksai chin


.

ગઈકાલના મોટા સમાચાર અમેરિકા દ્વારા બહાર પાડવામાં આવેલ ભારતનો નકશાને લઈને હતા, જેમાં પીઓકે અને અક્સાઈ ચીનને ભારતના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. બીજા મોટા સમાચાર સલમાન ખાનની RSSના કાર્યક્રમમાં હાજરીને લઈને રહ્યા હતા.

આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર

1. ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢમાં નક્સલવાદના મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક કરશે.

2. જાપાનમાં સામાન્ય ચૂંટણીને લઈ તમામ 465 બેઠકો પર મતદાન થશે.

📰 કાલના મોટા સમાચારો

1. પાકિસ્તાન-ચીન સામે અમેરિકાનું ‘ગદ્દર’:અમેરિકાએ PoK અને અક્સાઈ ચીનને ભારતના નકશામાં બતાવી દીધા; શાહબાઝ ને જિનપિંગ સમસમી ગયા

ભારત અને અમેરિકાએ શુક્રવારે એક વચગાળાની ટ્રેડ ડીલનું ફ્રેમવર્ક જાહેર કર્યું. આ જાહેરાત સાથે અમેરિકી ટ્રેડ ઓફિસ (USTR)એ ઇન્ડિયન મેપ શેર કર્યો. આ મેપમાં આખો જમ્મુ-કાશ્મીર પ્રદેશ, જેમાં પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (PoK) અને અક્સાઈ ચીન (ચીનના કબજા હેઠળનો વિસ્તાર) બતાવાયો છે, તેમને ભારતનો ભાગ દર્શાવવામાં આવ્યો છે.

આ નકશો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયો. અમેરિકા પહેલાના નકશાઓમાં PoK ને અલગથી દર્શાવતું હતું. આંતરરાષ્ટ્રીય મંચો અને પશ્ચિમી દેશોના સરકારી નકશાઓમાં પણ વિવાદિત ભાગોને અલગ રંગ અથવા ‘ડોટેડ લાઈન્સ’થી દર્શાવવામાં આવે છે. વાંચો સંપૂર્ણ સમાચાર

2. ચીન જોતું રહી ગયું અને ભારત બાજી મારી ગયું!:ભારત પર US એક્સ્ટ્રા ટેરિફ આજથી ખતમ, રશિયા પાસેથી ઓઈલ ખરીદી સામે નખાયેલો 25% ટેરિફ પણ હટાવાયો

વૈશ્વિક અર્થતંત્રના માળખે ભારતે એક એવી ‘માસ્ટરસ્ટ્રોક’ ગેમ રમી છે કે ડ્રેગન (ચીન) જોતું જ રહી ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની સીધી વાતચીત બાદ ભારત અને અમેરિકા વચ્ચે $30 ટ્રિલિયન (આશરે ₹2500 લાખ કરોડ)ના માર્કેટનું દ્વાર ખોલતો ઐતિહાસિક ટ્રેડ કરાર ફાઈનલ થઈ ગયો છે.

આ સમજૂતી હેઠળ અમેરિકાએ ભારતીય સામાન પરના ટેરિફ (આયાત ડ્યૂટી) ને 50%થી ઘટાડીને સીધો 18% કરી નાખ્યો છે, જે ચીન સામે ભારતને બજારમાં બમણી મજબૂતી આપશે. આ ડીલ માત્ર આંકડાઓની માયાજાળ નથી, પરંતુ ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં સૌથી મોટું પગલું છે. વાંચો સંપૂર્ણ સમાચાર

3. ‘લાંબી, ગોરી સ્વીડિશ યુવતી એરેન્જ કરો..’:જેફરી એપસ્ટીન અને અંબાણીની ચેટ સામે આવી; મિટિંગને ‘મજેદાર’ બનાવવા બંને મેનહટનમાં મળ્યા હતા

યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા યૌન ગુનેગાર જેફરી એપસ્ટીન સંબંધિત દસ્તાવેજોમાંથી અનિલ અંબાણી સંબંધિત નવા ઘટસ્ફોટ સામે આવ્યા છે. આ દસ્તાવેજો 2017 અને 2019 દરમિયાન એપસ્ટીન અને ઉદ્યોગપતિ અનિલ અંબાણી વચ્ચેની વાતચીત સંબંધિત છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, આ વાતચીતમાં બિઝનેસ, વૈશ્વિક બાબતો અને મહિલાઓ અંગેનો સમાવેશ છે.

9 માર્ચ, 2017ના રોજ થયેલી વાતચીત દરમિયાન અનિલે એપસ્ટીનને પૂછ્યું- “તમારું શું સૂચન છે?” એપસ્ટીને જવાબ આપ્યો, “મિટિંગને ‘મજેદાર’ બનાવવા માટે એક લાંબી સ્વીડિશ ગોરી યુવતી સારી રહેશે.” અંબાણીએ જવાબ આપ્યો, “ઓકે. એરેન્જ કરો.” આ વાતચીત ત્યારની છે. વાંચો સંપૂર્ણ સમાચાર

4. સલમાન ખાન RSSના કાર્યક્રમમાં પહોંચ્યા:મુંબઈમાં ભાગવતે કહ્યું- BJP સંઘનો રાજકીય પક્ષ નથી, અમે બધા ધર્મોનું સન્માન કરીએ છીએ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના 100 વર્ષ પૂરા થવા પર મુંબઈમાં શનિવારે આયોજિત કાર્યક્રમમાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાન પણ સામેલ થયા. તેઓ ફિલ્મમેકર સુભાષ ઘાઈ અને ગીતકાર પ્રસૂન જોશી સાથે મંચની સામે બેઠા અને RSS પ્રમુખ મોહન ભાગવતનું ભાષણ સાંભળ્યું.

આ કાર્યક્રમમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે ભારતમાં રહેનાર દરેક વ્યક્તિ હિંદુ છે. RSS કોઈના વિરુદ્ધ નથી અને ન તો તેને સત્તા કે પાવરની ઈચ્છા છે. સંઘ રાજનીતિમાં સીધા સામેલ નથી, જોકે સંઘના કેટલાક લોકો રાજનીતિમાં સક્રિય છે. ભાગવતે કહ્યું, ઘણા લોકો માને છે કે નરેન્દ્ર મોદી RSS ના કારણે વડાપ્રધાન છે. તેઓ એક પોલિટિકલ પાર્ટી ચલાવે છે, પરંતુ BJP એક અલગ સંસ્થા છે. તે RSS ની નથી, જોકે તેમાં અમારા સ્વયંસેવકો છે. વાંચો સંપૂર્ણ સમાચાર

5. T20 વર્લ્ડ કપમાં ભારતની વિજયી શરૂઆત:USAને 29 રને હરાવ્યું; કેપ્ટન સૂર્યાની ફિફ્ટી, સિરાજની 3 વિકેટ

ભારતે T20 વર્લ્ડ કપની શરૂઆત જીત સાથે કરી છે. શનિવારે છેલ્લી મેચમાં ટીમે અમેરિકાને 29 રનથી હરાવ્યું હતું. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતે ટોસ હારીને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટે 162 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાની પહેલી 4 વિકેટ માત્ર 46 રનમાં પડી ગઈ હતી. કેપ્ટન સૂર્યકુમાર યાદવે 49 બોલમાં 84 રન બનાવીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.

162 રનના ટાર્ગેટનો પીછો કરતા અમેરિકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 132 રન જ બનાવી શકી. શુભમ રંજને અને સંજય કૃષ્ણમૂર્તિએ 37-37 રન બનાવ્યા. જ્યારે મિલિંદ કુમારે 34 રન બનાવ્યા. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 3 વિકેટ લીધી. અર્શદીપ સિંહ અને અક્ષર પટેલે 2-2 વિકેટ લીધી. સંપૂર્ણ સમાચાર વાંચો

6. માયાભાઈ આહીરનો પુત્ર જેલ બહાર, ભગવદ્ ગીતા બતાવી:બગદાણાના ચકચારી પ્રકરણમાં 14 દિવસ બાદ જામીન, હસીને હાથ મિલાવ્યા અને કારમાં બેસી રવાના થયો

બગદાણાના કોળી યુવાન નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ સહિત 6 આરોપીના શરતી જામીન મંજૂર થયા છે. જયરાજ આહીરની આજે 14 દિવસ બાદ જેલમુક્તિ થઈ હતી. જયરાજ જ્યારે જેલની બહાર આવ્યો ત્યારે તેના હાથમાં ભગવદ્ ગીતા જોવા મળી હતી. કારમાં બેસી રવાના થતી સમયે પણ જયરાજે ભગવદ્ ગીતા બતાવી હતી.

જેલમાંથી બહાર આવી એક યુવક સાથે હાથ મિલાવતો જોવા મળ્યો હતો. બાલધિયા હુમલા કેસમાં જયરાજ આહીર, નાજુ કામળિયા, કાના ભીખાભાઇ કામળિયા, સંજય બેચરભાઈ ચાવડા, દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકી અને અજય ઉર્ફે મોટો મનજીભાઈ ભાલીયાની ગઈકાલે મહુવા કોર્ટમાં તેના વકીલ મારફત જેલમુક્ત થવા જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર

7. અંબાજી યાત્રાધામના વિકાસમાં નવો અધ્યાય:CM ભૂપેન્દ્ર પટેલે ₹950 કરોડના ‘શક્તિ કોરિડોર’નું ખાતમુહૂર્ત અને 16 ફૂટ ઊંચા ‘અખંડ શક્તિ ત્રિશૂળ’નું અનાવરણ કર્યું

યાત્રાધામ અંબાજીના ઇતિહાસમાં 7 ફેબ્રુઆરીએ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના અંબાજી ખાતે ₹950 કરોડના ‘શ્રી શક્તિ કોરિડોર’ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ સાથે જ અંબાજીના પ્રવેશદ્વાર સમા ત્રિશુળીયા ઘાટ પર 16 ફૂટ ઊંચા દિવ્ય “અખંડ શક્તિ ત્રિશૂળ”નું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું.

હિમાલયની 1500 વર્ષ જૂની પૌરાણિક ઉર્જા હવે ગુજરાતની ધરા પર અવતરી છે. ઉત્તરકાશીમાં સ્થિત પૌરાણિક શક્તિ ત્રિશૂળની આ પ્રથમ પ્રતિકૃતિ છે. આ એ જ ત્રિશૂળની પ્રતિકૃતિ છે જેનાથી માતા દુર્ગાએ મહિષાસુરનો સંહાર કર્યો હતો. આધ્યાત્મિક મર્યાદા જાળવવા તેની ઊંચાઈ 16 ફૂટ રાખવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર

🎭 આજનું કાર્ટૂન

⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં

1.નેશનલ : પટનામાં પપ્પુ યાદવની ધરપકડ, 31 વર્ષ જૂનો કેસ:અડધી રાત્રે પોલીસ ઘરેથી લઈ ગઈ, સમર્થકોનો હોબાળો; સાંસદ બોલ્યા- મારી હત્યાનું કાવતરું વાંચો સંપૂર્ણ સમાચાર

2.ઈન્ટરનેશનલ : મલેશિયામાં મોદીનું સ્વાગત કરવા માટે PM ઇબ્રાહિમ પોતે ગયા:મોદીને તેમની કારમાં બેસાડ્યા, મોદીએ કહ્યું, આ તેમનો ભારતીયો પ્રત્યેનો પ્રેમ વાંચો સંપૂર્ણ સમાચાર

3.નેશનલ : પાકિસ્તાનથી ઊડીને આવ્યું ફુગ્ગા સાથેનું બેનર:અમૃતસર એરપોર્ટ પર હાઇ એલર્ટ, રનવે પર ડ્રોન દેખાયું, 1 કલાક ઓપરેશન બંધ, 2 ફ્લાઇટ ડાઇવર્ટ કરવી પડી વાંચો સંપૂર્ણ સમાચાર

4.ઈન્ટરનેશનલ : ટ્રમ્પે ઓબામા-મિશેલને ‘વાનર’ તરીકે દર્શાવ્યા, VIDEO:સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી ડિલિટ કર્યો, વ્હાઇટ હાઉસે કહ્યું, સ્ટાફે ભૂલથી શેર કર્યો હતો વાંચો સંપૂર્ણ સમાચાર

5.બિઝનેસ : ચાંદી આ અઠવાડિયે ₹94 હજાર ઘટીને ₹2.45 લાખ પર આવી:સોનું ₹14 હજાર ઘટીને ₹1.52 લાખ થયું, તમારા શહેરના સોનાના ભાવ જુઓ વાંચો સંપૂર્ણ સમાચાર

6.સ્પોર્ટ્સ : T-20 વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન મેચની આશા જાગી:શ્રીલંકા ક્રિકેટે કહ્યું- અમને રેવન્યુમાં નુકસાન થશે, PCBએ ખાતરી આપી- સરકાર સાથે વાત કરીશું વાંચો સંપૂર્ણ સમાચાર

7.ધર્મ તહેવાર જ્યોતિષ : બુદ્ધિના દેવ બુધનું ગોચર!:વૃષભ જાતકોનું કરિયર ટનાટન, કર્ક રાશિ પર થશે પૈસાનો વરસાદ; મહિનાના અંતે કુંભ રાશિમાં રચાશે દુર્લભ ‘ચતુર્ગ્રહી યોગ’ વાંચો સંપૂર્ણ સમાચાર

🗣️ ચર્ચિત નિવેદન

😲 અજબ ગજબ

₹20 માટે 4 વર્ષની સજા, નિર્દોષ સાબિત થતા જ મોત

આ છબી AI જનરેટેડ છે

આ છબી AI જનરેટેડ છે

ગુજરાતના બાબુભાઈ પ્રજાપતિને 20 રૂપિયાની લાંચ લેવાના ખોટા કેસમાં 4 વર્ષની સજા મળી હતી. તેઓ તેની વિરુદ્ધ 30 વર્ષ સુધી ગુજરાત હાઈકોર્ટના ચક્કર લગાવતા રહ્યા. બીજી તરફ, 4 ફેબ્રુઆરીએ જેવા હાઈકોર્ટે તેમને નિર્દોષ સાબિત કર્યા, તેના બીજા જ દિવસે હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું.

📸 ફોટો, જે પોતે સમાચાર છે

🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ

1. બાંગ્લાદેશથી ભાસ્કર : ‘જમાત જીતે કે BNP, ડરથી હિન્દુ ધર્મ નહીં છોડીએ’: મંદિરો પર હુમલા, હત્યાથી ગભરાટ, BNPને વોટ આપી શકે છે હિન્દુ-બૌદ્ધ-ક્રિશ્ચિયન

2. આજનું એક્સપ્લેનર: વૈભવ-આયુષને નેશનલ ટીમમાં ક્યારે તક મળશે? કોહલી-યુવરાજ અંડર-19 વર્લ્ડ કપથી જ સ્ટાર બન્યા; ભારતીય ક્રિકેટને કેટલાં વર્ષનો ટેલેન્ટ પુલ મળ્યો

3. ચાર લેયર અને વચ્ચે પાણીવાળું ગુજરાતનું સિટી: સિંગોપોરથી પણ મોટું મોદીનાં સપનાનું ધોલેરા, પહેલીવાર જુઓ અંદરનો ડ્રોન વ્યૂ, ખારાપાટ ભાલની કાયાપલટ

4. એક્સક્લૂસિવ : લોથલની જમીનમાંથી સોનાના કણ મળ્યા: 65 વર્ષ બાદ ડ્રોન સર્વે, હાઇટેક ટેક્નોલોજીથી ખોદકામ; હડપ્પન સાઇટને 3 ભાગમાં વહેંચી પુરાતત્ત્વવિદોએ સંશોધન શરૂ કર્યું

5. ગ્રાઉન્ડ રિપોર્ટ : સંદેશખાલી ગેંગરેપ- 2 પીડિતા પલટી, એક ગીતા પાઠ કરાવે છે: CBIને 50 ફરિયાદ મળી, પણ પીડિતાઓ ક્યાં; શાહજહાં, શિબુ અને ઉત્તમ જેલમાં બંધ

🌍 કરંટ અફેર્સ

⏳ આજના દિવસનો ઈતિહાસ

🌦️ મોસમનો મિજાજ

રવિવારનું રાશિફળ: વૃષભ રાશિના જાતકો માટે ગ્રહની દશા અત્યંત અનુકૂળ, મિથુન રાશિના લોકોના કરિયરમાં સોનેરી ચમક રહેશે વાંચો સંપૂર્ણ રાશિફળ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *