Divya Bhaskar Morning News Brief IPL broadcast banned in Bangladesh | મોર્નિંગ ન્યૂઝ બ્રીફ: માયાભાઈનો દીકરો રડારમાં, બાંગ્લાદેશમાં હિન્દુ વિધવા પર ગેંગરેપ, ઝાડ સાથે બાંધી વાળ કાપ્યા, ક્રિકેટર શમીના SIR ફોર્મમાં ગોલમાલ – Gujarat News
.
ગઈકાલના મોટા સમાચાર બાંગ્લાદેશ સાથે સંબંધિત હતા, જ્યાં એક હિન્દુ મહિલા પર ગેંગરેપ થયો હતો. બીજા સમાચાર ટ્રમ્પ સાથે સંબંધિત હતા, જેમણે ફરી એકવાર વેનેઝુએલાને ધમકી આપી હતી.
⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર
1. રાહુલ ગાંધી સામેના માનહાનિના કેસમાં સુલતાનપુરની MP/MLA કોર્ટમાં સુનાવણી થશે.
2. UP-કેરળમાં ચાલી રહેલી SIR પ્રક્રિયા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.
📰 કાલના મોટા સમાચારો
1. બાંગ્લાદેશમાં હિંદુ વિધવા સાથે ગેંગરેપ: સંબંધીઓને રૂમમાં બંધ કર્યા, બળાત્કાર બાદ ઝાડ સાથે બાંધીને માર માર્યો; વાળ કાપ્યા, વીડિયો પણ બનાવ્યો

બાંગ્લાદેશમાં 44 વર્ષીય એક હિંદુ વિધવા મહિલા પર ગેંગરેપ કરવામાં આવ્યો. આરોપીઓએ રેપ કર્યા બાદ તેને ઝાડ સાથે બાંધીને માર માર્યો. આ ઘટના બાંગ્લાદેશના ઝેનાઈદહ જિલ્લાના કાલીગંજ વિસ્તારમાં બની હતી. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી છે અને બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે.
પીડિત મહિલાએ સોમવારે બપોરે કાલીગંજ પોલીસ સ્ટેશનમાં 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જે એક આરોપી હસન (ઉં.વ.45)ને કસ્ટડીમાં લીધો છે, તે તે જ વિસ્તારના એક ગામનો રહેવાસી છે. આરોપ છે કે આ દરમિયાન મહિલાના વાળ કાપી નાખવામાં આવ્યા, તેની સાથે મારપીટ કરવામાં આવી અને સમગ્ર ઘટનાનો મોબાઈલ ફોનથી વીડિયો બનાવવામાં આવ્યો. વાંચો સંપૂર્ણ સમાચાર
2. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાના વચગાળાના રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને ધમકી આપી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાના વચગાળાના રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને ખરાબ હાલત કરવાની ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું, ‘જો ડેલ્સી તે નહીં કરે જે અમેરિકા વેનેઝુએલા માટે યોગ્ય માને છે, તો તેમની હાલત માદુરો કરતાં પણ વધુ ખરાબ થઈ શકે છે.’
ટ્રમ્પે આ વાત ધ એટલાન્ટિક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં કહી છે. આ પહેલા ન્યૂયોર્ક પોસ્ટને આપેલા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું હતું કે જો રોડ્રિગ્ઝ અમેરિકાની વાત માની લે છે તો વેનેઝુએલામાં અમેરિકી સેના તૈનાત કરવાની જરૂર નહીં પડે. વાંચો સંપૂર્ણ સમાચાર
3. ઇન્દોરમાં દૂષિત પાણીથી 17મું મૃત્યુ:ભાગીરથપુરામાં 9416 લોકોની તપાસ, 20 નવા દર્દીઓ મળ્યા; હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ થશે

ઇન્દોરના ભાગીરથપુરામાં દૂષિત પાણી પીવાથી 17મું મૃત્યુ થયું છે. રવિવાર સુધી મૃત્યુઆંક 16 હતો. નિવૃત્ત પોલીસકર્મી ઓમપ્રકાશ શર્મા (69) મૂળ શિવ વિહાર કોલોની, ધારના રહેવાસી હતા. તેઓ પોતાના પુત્રને મળવા ઇન્દોર આવ્યા હતા. તેમને 1 જાન્યુઆરીએ ઝાડા-ઉલટીને કારણે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસમાં તેમની કિડની ખરાબ હોવાનું જાણવા મળ્યું.
સ્થિતિ વધુ બગડતાં 2 જાન્યુઆરીએ તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા. બે દિવસ પછી તેમને વેન્ટિલેટર પર લેવામાં આવ્યા. રવિવારે બપોરે 1 વાગ્યે તેમનું મૃત્યુ થયું. પરિવારજનોએ જણાવ્યું કે તેઓ માત્ર બ્લડ પ્રેશરના દર્દી હતા. દૂષિત પાણીથી તેમની કિડની ખરાબ થઈ ગઈ હતી. ત્યારબાદ તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો નહીં. વાંચો સંપૂર્ણ સમાચાર
4. બાંગ્લાદેશે ભારત પર ખાર કાઢ્યો:મુસ્તફિઝુરને કાઢી મૂકતા દેશમાં IPLના પ્રસારણ પર પ્રતિબંધ મુક્યો; T-20 વર્લ્ડકપ રમવા પણ ટીમને ભારત નહીં મોકલે

બાંગ્લાદેશ સરકારે દેશમાં IPLના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યાંના સૂચના અને પ્રસારણ મંત્રાલયે સોમવારે આ સંબંધમાં નિર્દેશો જારી કર્યા. તેમાં લખવામાં આવ્યું હતું કે BCCIએ 26 માર્ચથી શરૂ થઈ રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં બાંગ્લાદેશના ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે આ નિર્ણય પાછળ કોઈ નક્કર કે તાર્કિક કારણ નહોતું. આ નિર્ણય બાંગ્લાદેશની જનતા માટે અપમાનજનક, દુર્ભાગ્યપૂર્ણ અને નિંદનીય છે. આવી સ્થિતિમાં, આગામી નિર્દેશો સુધી IPLની તમામ મેચોના પ્રચાર, પ્રસારણ અને પુનઃપ્રસારણને બંધ રાખવાના નિર્દેશો આપવામાં આવે છે. વાંચો સંપૂર્ણ સમાચાર
5. મોહમ્મદ શમીને ચૂંટણી પંચની નોટિસ:SIR ફોર્મમાં ગોટાળો નીકળ્યો; યુપીમાં જન્મેલા ક્રિકેટર અને તેમના ભાઈ પશ્ચિમ બંગાળમાં મતદાર

ચૂંટણી પંચે ક્રિકેટર મોહમ્મદ શમીને નોટિસ મોકલી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શમી અને તેના ભાઈ મોહમ્મદ કૈફના SIR ફોર્મમાં ગડબડીઓ મળી છે, તેથી બંનેને બોલાવવામાં આવ્યા છે. જોકે, શમી કે ચૂંટણી પંચ તરફથી હજુ સુધી આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી.
રિપોર્ટ્સ અનુસાર, શમીના એન્યુમરેશન ફોર્મમાં પ્રોજેની મેપિંગ અને સેલ્ફ-મેપિંગ સંબંધિત ગડબડીઓ મળી છે. આ પછી સાઉથ કોલકાતાના વોર્ડ નંબર 93માંથી નોટિસ જારી કરવામાં આવી, જેમાં તેમને આસિસ્ટન્ટ ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર (AERO) સમક્ષ હાજર થવા જણાવાયું છે. વાંચો સંપૂર્ણ સમાચાર
6. બગદાણા હુમલા કેસને લઈ કોળી સમાજના નેતાઓ CMને મળ્યા:3 સાંસદ અને 15 ધારાસભ્યોની હાજરી, તપાસ માટે SIT રચના કરાઈ

બગદાણાના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ શખસો દ્વારા 29 ડિસેમ્બર, 2025ના રાત્રિના કરાયેલા હુમલાના ઘેરા પડઘા પડ્યા છે. નવનીત બાલધિયાએ પોતાના પર થયેલા હુમલા પાછળ લોક સાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનું ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો છે. આ સાથે જ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા.
જોકે, આ મામલે તપાસ કરવા SITની રચના કરવામાં આવી છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નવનીત બાલધિયાના 1 જાન્યુઆરી, 2026ના રોજ ખબર અંતર પૂછવા ગયેલા રાજુલાના ધારાસભ્યએ આ મામલે સોમાવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીને મળી રજૂઆત કરવાનો નિર્ણય કર્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર
7. ગાંધીજીના આશ્રમમાં ડીજે પાર્ટી, કજરા રે…કજરા રે…સોંગ વાગ્યું, VIDEO:કોચરબ આશ્રમમાં વિદ્યાપીઠના કર્મચારીના દીકરાના લગ્ન યોજ્યા, ડીજેના તાલે મહેમાનો નાચ્યાં

મહાત્મા ગાંધીએ અમદાવાદમાં સ્થાપેલા કોચરબ આશ્રમમાં લગ્નનું પ્રસંગનું આયોજન થતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કોચરબ આશ્રમમાં લગ્ન પ્રસંગનો આયોજનનો વીડિયો વાઇરલ થયો છે. આ લગ્ન પ્રસંગમાં ડીજેમાં કજરા રે…કજરા રે…સહિતના સોંગ્સ પર મહેમાનો ડાન્સ કરતા પણ નજરે પડી રહ્યા છે. માત્ર એટલું જ નહીં ત્યાં જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોચરબ આશ્રમમાં ગુજરાત વિદ્યાપીઠના કર્મચારીના દીકરાના લગ્ન હતા. ગઈકાલે સંગીત સંધ્યા અને આજે લગ્નનું આયોજન કરાયું છે. ગુજરાત વિદ્યાપીઠના કર્મચારીઓને પ્રસંગ માટે આશ્રમ ભાડે અપાતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર
🎭 આજનું કાર્ટૂન

⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં
1.નેશનલ : દિલ્હી રમખાણો કેસ- ખાલિદ-શરજીલ જેલમાં જ રહેશે:સુપ્રીમ કોર્ટે એક વર્ષ માટે અપીલ પર પ્રતિબંધ મૂક્યો, બાકીના 5 આરોપીઓને જામીન આપ્યા વાંચો સંપૂર્ણ સમાચાર
2.ઈન્ટરનેશનલ : અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના ઘર પર હુમલો:બારીઓ તૂટી, પોલીસે એક શંકાસ્પદને પકડ્યો, હુમલાનો હેતુ સ્પષ્ટ નથી વાંચો સંપૂર્ણ સમાચાર
3.નેશનલ : સોમનાથ પર મોદીએ લખી ઈમોશનલ પોસ્ટ:ગઝનીના આક્રમણના 1000 વર્ષ પર લખ્યું- સોમનાથ મંદિર ફરીથી ઊભું થઈ શકે છે, આ વિધ્વંસ નહીં-આપણા સ્વાભીમાનની ગાથા વાંચો સંપૂર્ણ સમાચાર
4.ઈન્ટરનેશનલ : મોદી સારા માણસ…પણ મને ખુશ કરવો જરૂરી…:ટ્રમ્પે ફરી ધમકી આપી, કહ્યું- જો ભારત રશિયન તેલ મુદ્દે અમારી મદદ નહીં કરે તો અમે ટેરિફ વધારીશું વાંચો સંપૂર્ણ સમાચાર
5.બિઝનેસ : શેરબજારમાં ઓછા રિસ્કમાં કમાણીનો મોકો:9 જાન્યુઆરીએ ખુલશે BCCLનો IPO, ઓછામાં ઓછું ₹13,800નું રોકાણ કરવું જરૂરી વાંચો સંપૂર્ણ સમાચાર
6.સ્પોર્ટ્સ : રોહિત શર્મા સાથે સેલ્ફી લેવા બાળકે હદ વટાવી!:જબરદસ્તી કારની બહાર હાથ ખેંચ્યો, હિટમેને ગુસ્સામાં આંગળી ચીંધીને ઠપકો આપ્યો; VIDEO વાઇરલ વાંચો સંપૂર્ણ સમાચાર
7.ધર્મ તહેવાર જ્યોતિષ : આજે મંગળવાર અને તિલકૂટ ચતુર્થી!:દુર્લભ સંયોગમાં કરો ગણેશ અને ચંદ્ર દેવની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને તલનો પ્રસાદ ચઢાવવાનું કારણ વાંચો સંપૂર્ણ સમાચાર
🗣️ ચર્ચિત નિવેદન

😲 અજબ ગજબ
જેલની ન્યૂ યર પાર્ટીમાંથી બે કેદી ફરાર

ઉત્તર પ્રદેશની કન્નૌજ જેલમાં રવિવારે યોજાયેલી ન્યૂ યર પાર્ટી દરમિયાન બે કેદીઓ ફરાર થઈ ગયા. અધિકારીઓ અને જેલ સ્ટાફ નાચ-ગાનમાં વ્યસ્ત હતા. આ પરિસ્થિતિનો લાભ લઈને બે કેદીઓએ ધાબળા એકબીજા સાથે બાંધી અને 22 ફૂટ ઊંચી દિવાલ કૂદીને ભાગી ગયા. આ ઘટનાના સંદર્ભમાં 6 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
📸 ફોટો, જે પોતે સમાચાર છે

🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ
🌍 કરંટ અફેર્સ

⏳ આજના દિવસનો ઈતિહાસ

📊 માર્કેટની સ્થિતિ

🌦️ મોસમનો મિજાજ

મંગળવારનું રાશિફળ: કન્યા રાશિના જાતકો માટે આનંદ-ખુશીથી ભરેલો દિવસ, મકર રાશિના લોકો નવા ધંધાના ‘શ્રીગણેશ’ કરી શકે છે (સંપૂર્ણ રાશિફળ વાંચો)