Divya Bhaskar Morning News Brief kerala name change


નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન સાથે જોડાયેલા રહ્યા. તેમણે કહ્યું કે PM મોદીએ દેશ વેચી દીધો છે, હવે તેમને કોઈ શક્તિ બચાવી શકશે નહીં. બીજા મોટા સમાચાર કેરળનું નામ બદલીને ‘કેરલમ’ કરવાના રહ્યા.

.

⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર

1. PM મોદી બે દિવસીય રાજકીય યાત્રા પર ઇઝરાયેલ જશે. તેઓ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે અનેક મહત્વના મુદ્દાઓ પર વાતચીત કરશે.

2. મથુરાના બરસાનામાં લઠ્ઠમાર હોળી રમવામાં આવશે.

📰 કાલના મોટા સમાચારો

1. ‘મોદીએ અમેરિકા સાથે દેશ વેચવાની ડીલ કરી’:રાહુલે ભોપાલમાં કહ્યું, સંસદમાં મને બોલવા ન દીધો; તેમના પર એપસ્ટીન અને અદાણીના કેસનું દબાણ

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ અમેરિકા સાથે દેશ વેચવાની ડીલ કરી. તેમના પર એપસ્ટીન અને અદાણીના કેસનું દબાણ છે. આ કારણોસર તેમણે હિન્દુસ્તાન અને ખેડૂતોનો ડેટા અમેરિકાને વેચી દીધો.

રાહુલ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બોલી રહ્યા હતા. કોંગ્રેસે ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલના વિરોધમાં કિસાન ચૌપાલ બોલાવી હતી. આ દરમિયાન રાહુલે કહ્યું,

QuoteImage

હિન્દુસ્તાનના ઇતિહાસમાં પહેલીવાર લોકસભામાં વિપક્ષના નેતાને બોલવા દેવામાં આવ્યા નથી. હું ચીની ઘૂસણખોરીના મુદ્દે વાત રાખવા માગતો હતો.

QuoteImage

વાંચો સંપૂર્ણ સમાચાર

2. શંકરાચાર્યને ધરપકડનો ડર, હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો:કહ્યું, પ્રયાગરાજમાં IPS અજય પાલ કાવતરું ઘડી રહ્યા છે, આખું તંત્ર મારા વિરુદ્ધ છે

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે બાળ યૌનશોષણ કેસના સંદર્ભમાં મંગળવારે અલાહાબાદ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. તેમને ડર છે કે પ્રયાગરાજ પોલીસ તેમની ધરપકડ કરી શકે છે.

21 ફેબ્રુઆરીએ FIR થયા પછી પ્રયાગરાજ પોલીસે તપાસ વધુ તીવ્ર બનાવી દીધી હતી. ગઈકાલે સોમવારે પોલીસની એક ટીમ વારાણસી પહોંચી હતી. ટીમે સ્થાનિક પોલીસ પાસેથી શંકરાચાર્ય અને તેમના નજીકના સહયોગીઓ વિશે માહિતી એકત્રિત કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રયાગરાજ પોલીસ આજે શંકરાચાર્યના આશ્રમની મુલાકાત લઈને તેમની પૂછપરછ કરી શકે છે અને તેમની ધરપકડ પણ કરી શકે છે. આ વાતની ભીતીને જોતાં શંકરાચાર્યે તેમના વકીલ દ્વારા હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર

3. ભાઈએ પિતાના ટુકડા કર્યા, બહેને જોયું, પણ ચૂપ રહી:પિતા ઇચ્છતા હતા દીકરો ડૉક્ટર બને, પુત્રએ ગોળી મારી દીધી; મૃતદેહના ટુકડા કરી બ્લૂ ડ્રમમાં ભર્યા, માથું ગાયબ

લખનઉમાં વર્ધમાન પેથોલોજી લેબના માલિક માનવેન્દ્ર સિંહની તેમના 21 વર્ષના એકમાત્ર પુત્ર અક્ષતે ગોળી મારીને હત્યા કરી દીધી. હત્યા બાદ મૃતદેહને કરવત વડે કાપીને ટુકડા કરીને વાદળી ડ્રમમાં ભરી દીધા.

માથું કાપીને કારમાં રાખ્યું અને ઘરેથી 21 કિલોમીટર દૂર ફેંકી દીધું. અક્ષતે પોતાની બહેન સામે ઘટનાને અંજામ આપ્યો. તેને ધમકી આપી કે જો કોઈને કહીશ તો તેને પણ મારી નાખીશ.

પિતાનું માથું ફેંકી દીધા બાદ આરોપી ઘરે પાછો ફર્યો અને કારની સફાઈ કરી. ત્રણ દિવસ પછી સોમવારે તે પોલીસ સ્ટેશન પહોંચ્યો અને ગુમ થયાની ફરિયાદ નોંધાવી. પોલીસે જ્યારે પૂછપરછ શરૂ કરી ત્યારે પુત્ર ગભરાયેલો જોવા મળ્યો. શંકા જતાં સઘન પૂછપરછ કરવામાં આવી, ત્યારે તેણે ગુનો કબૂલી લીધો. પોલીસ તેને લઈને ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહના ટુકડાઓ શોધી કાઢ્યા, પરંતુ માથું મળ્યું નહીં.

વાંચો સંપૂર્ણ સમાચાર

4. AI સમિટ હોબાળોઃ યૂથ કોંગ્રેસ-અધ્યક્ષ ઉદય ભાનુની ધરપકડ:20 કલાક પૂછપરછ થઈ, કોંગ્રેસનેતાએ કહ્યું, આ અંગ્રેજો જેવું શાસન; અત્યારસુધીમાં 8ની ધરપકડ

દિલ્હીમાં AI ઇમ્પેક્ટ સમિટના હોબાળાના કેસમાં ઇન્ડિયન યૂથ કોંગ્રેસ (IYC)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુની ધરપકડ કરવામાં આવી છે. 23 ફેબ્રુઆરીના રોજ દિલ્હી પોલીસે તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા, જે 20 કલાક ચાલી હતી.

મધ્યપ્રદેશના ગ્વાલિયરથી પણ કોંગ્રેસના 3 નેતાની ધરપકડ કરવામાં આવી છે. ઘટનાના દિવસે જ 4 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં અત્યારસુધીમાં 8 ધરપકડ થઈ ચૂકી છે.

IYCના રાષ્ટ્રીય મહાસચિવ શેષ નારાયણ ઓઝાએ કહ્યું હતું કે જ્યારે યૂથ કોંગ્રેસના નેતાઓએ સમિટમાં પ્રદર્શન કર્યું, ત્યારે તેમને દેશવિરોધી કહેવામાં આવ્યા. આ એ જ રીત છે, જેવી અંગ્રેજોના શાસનમાં થતી હતી. દેશ માટે યોગ્ય વડાપ્રધાન નથી. વાંચો સંપૂર્ણ સમાચાર

5. કેરળનું નામ હવે કેરલમ, કેબિનેટની મંજૂરી:અમદાવાદ મેટ્રો વિસ્તરણને લીલી ઝંડી, ₹1067 કરોડ મંજૂર

કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા કાર્યાલય, સેવા તીર્થ ખાતે તેની પ્રથમ બેઠક યોજી હતી. કુલ ₹12,236 કરોડના પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી હતી. મંત્રીમંડળે આઠ નિર્ણયો લીધા હતા, જેમાં મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં ત્રણ રેલવે પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. અમદાવાદ મેટ્રો (રૂ. 1,067 કરોડ)ના વિસ્તરણને પણ કેબિનેટની લીલી ઝંડી મળી ગઈ છે.

કેબિનેટે કેરળ સરકારના રાજ્યનું નામ બદલીને “કેરલમ” કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે. કેરળમાં વિધાનસભાની ચૂંટણી એપ્રિલ-મે મહિનામાં થવાની ધારણા છે.

કેબિનેટે ત્રણ નવા રેલ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી: ગોંદિયા-જબલપુર રેલ લાઇનનું ડબલિંગ, ગમ્હરિયા-ચાંડિલ અને પુનારખ-કિઉલ વચ્ચે ત્રીજી અને ચોથી રેલ લાઇન, શ્રીનગરમાં એક નવું એરપોર્ટ ટર્મિનલ, અને અમદાવાદ મેટ્રોના ફેઝ 2Bનું વિસ્તરણ થશે. વાંચો સંપૂર્ણ સમાચાર

6. GIFT સિટીથી IIT સર્કલ સુધીની મેટ્રોલાઇનને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી:1 હજાર કરોડના ખર્ચે 3.33 કિમીનો રૂટ ને ત્રણ એલિવેટેડ સ્ટેશન બનશે

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC)ના વર્તમાન ઉત્તર-દક્ષિણ કોરિડોરને GIFT સિટીથી IIT સર્કલ શાહપુર સુધી વિસ્તારવાને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટની કુલ અંદાજિત કિંમત ₹1,067.35 કરોડ છે. આ વિસ્તાર 3.33 કિલોમીટર લાંબો હશે અને એમાં ત્રણ એલિવેટેડ સ્ટેશનનો સમાવેશ થશે. આ મેટ્રો ફેઝ-2Bની કામગીરી લગભગ 4 વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

પ્રોજેક્ટના બાંધકામ દરમિયાન આશરે 1,000 નોકરીનું સર્જન થવાની શક્યતા છે, જ્યારે પૂર્ણ થયા બાદ સંચાલન અને જાળવણી માટે લગભગ 250 લોકોને રોજગાર મળશે. આ ઉપરાંત અન્ય સંલગ્ન પ્રવૃત્તિઓ દ્વારા પરોક્ષ રોજગારની તકો પણ વધશે. અંદાજ મુજબ 2029માં આ વિસ્તારિત કોરિડોર પર રોજના 23,702 યાત્રી મુસાફરી કરશે, જે 2041 સુધીમાં વધીને 58,059 થઈ જશે. આનાથી ટ્રાફિકમાં ઘટાડો થશે અને પર્યાવરણને પણ ફાયદો થશે. વાંચો સંપૂર્ણ સમાચાર

7. અમદાવાદમાં રહેણાક મકાનમાં આગ, પિતા-પુત્ર ભડથું:મધરાતે પરિવાર ઊંઘી રહ્યો’તો ને આગ ફાટી નીકળી, પત્નીએ કહ્યું, પતિને ઉઠાડવાનો પ્રયાસ કર્યો, પણ ઊઠી ન શક્યા

અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં બકેરી સિટી નજીક આવેલા કૃષ્ણનગર રો-હાઉસના એક મકાનમાં મધરાતે ભીષણ આગ ફાટી નીકળતાં ઘરમાં હાજર પાંચ લોકોમાંથી પિતા-પુત્રનાં મોત નીપજ્યાં છે, જ્યારે ત્રણ લોકો બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો છે. ગોહિલ પરિવારના સભ્યો રાત્રિના ભરનિદ્રામાં હતા ત્યારે જ સાડાત્રણ વાગ્યાના અરસામાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે ત્રણ લોકો બહાર નીકળી ગયા હતા, પરંતુ પિતા અને 9 વર્ષીય પુત્ર ઘરમાં જ ભડથું થઈ ગયા હતા. શોટસર્કિટના કારણે આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક અનુમાન છે. હાલ પોલીસ દ્વારા પણ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન

⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં

1.નેશનલ : લોકસભા અધ્યક્ષે 64 સંસદીય ફ્રેન્ડશિપ ગ્રુપ્સ બનાવ્યા:દરેક ગ્રુપમાં એક નેતા સહિત 11 સાંસદો; ફ્રાન્સમાં થરૂર, જાપાનમાં અખિલેશ યાદવ નેતૃત્વ કરશે વાંચો સંપૂર્ણ સમાચાર

2.ઈન્ટરનેશનલ : PM કાર્નીના ભારત પ્રવાસ પહેલા કેનેડાનું મોટું પગલું:ભારતના દુશ્મન અને મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાની નાગરિકતા રદ થશે વાંચો સંપૂર્ણ સમાચાર

3.નેશનલ : નમાઝ V/s હનુમાન ચાલીસા:લખનઉ યુનિવર્સિટીના બિલ્ડિંગમાં ત્રણ દિવસથી બબાલ; મુસ્લિમોએ નમાઝ કરી તો કોઈ પગલાં નહીં, હનુમાન ચાલીસા કરનારાની અટકાયત વાંચો સંપૂર્ણ સમાચાર

4.ઈન્ટરનેશનલ : અમેરિકાનો દાવો-ચીને 2020માં છુપાઈને ન્યુક્લિયર ટેસ્ટ કર્યો:6 વર્ષમાં 400 પરમાણુ હથિયારો બનાવ્યા, 2030 સુધીમાં 1000 થી વધુ હશે વાંચો સંપૂર્ણ સમાચાર

5.બિઝનેસ : ચાંદી બે દિવસમાં ₹16 હજાર મોંઘી થઈ:₹2.67 લાખ પ્રતિ કિલો પર પહોંચી, સોનું ₹5 હજાર વધીને ₹1.60 લાખ પ્રતિ 10 ગ્રામ થયું વાંચો સંપૂર્ણ સમાચાર

6.સ્પોર્ટ્સ : ઈન્ડિયા સેમિફાઇનલમાં કઈ રીતે પહોંચશે?:વેસ્ટ ઇન્ડીઝની જીતે ભારતનું ગણિત બગાડ્યું, અમદાવાદમાં આફ્રિકાને સપોર્ટ કરવાનો વારો આવ્યો; જાણો સમીકરણ વાંચો સંપૂર્ણ સમાચાર

7.ધર્મ તહેવાર જ્યોતિષ : હોળાષ્ટક શરૂ:લગ્ન, ગૃહપ્રવેશ જેવા માંગલિક કાર્યો વર્જિત; આ વર્ષે હોળીના દિવસે જ ચંદ્રગ્રહણ થશે વાંચો સંપૂર્ણ સમાચાર

🗣️ ચર્ચિત નિવેદન

😲 અજબ ગજબ

ફૂટબોલરે CPR આપીને ચકલીનો જીવ બચાવ્યો

તુર્કીના ઈસ્તંબુલમાં કેટલાક લોકો ફૂટબોલ રમી રહ્યા હતા. ત્યારે એક સીગલ પક્ષી સાથે બોલ અથડાયો. ત્યારબાદ એક ફૂટબોલરે પક્ષીને CPR આપ્યું, જેનાથી તેનો જીવ બચી ગયો.

📸 ફોટો, જે પોતે સમાચાર છે

🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ

1. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : 1430 મિલકતોનું લિસ્ટ, સેટેલાઇટ તસવીરોએ રાજકોટ મનપાની પોલ ખોલી:બુલડોઝર એક્શન સવાલોના ઘેરામાં, ઇન્ડસ્ટ્રી પર રહેમનજર, 20માંથી 19 આર્કિટેક્ટ્સને બચાવ્યા

2. મકાન નં. A-6ની રહસ્યમય રાત:રાતોરાત ઘર ખાલી, બાળકો ગાયબ અને પતિ ગુમ; રૂબીનું શરીર ભલે સમીર સાથે હોય, પણ મન પ્રેમી પાસે રહેતું

3. અરવલ્લીની પહાડીઓ વચ્ચે ગુંજશે રશ્મિકા-વિજયનાં લગ્નની શરણાઈ:24 કલાક પર્સનલ શેફ અને પ્રાઇવેટ પૂલ, હોટલનું એક રાતનું ભાડું ₹2 લાખથી શરૂ; જુઓ વેડિંગ વેન્યૂની ઇનસાઈડ તસવીરો

4. ભાસ્કર ઈન્ટરવ્યૂ: ‘કોંગ્રેસ જોઈન નથી કરી, PM મોદી બોલાવશે તો મળવા જઈશ’:મોહમ્મદ દીપક બોલ્યા, અત્યારે પણ ધમકીઓ મળી રહી છે, મારવા માટે 5 લાખ સુધી આપી રહ્યા છે

5. અતીક માર્યો ગયો, ગુડ્ડુ અને શાઇસ્તાનો ડર યથાવત્:ઉમેશની હત્યાને 36 મહિના થયા, પરિવારને ધમકી- એવો બદલો લઈશું કે લોકો યાદ રાખશે

6. પારકી પંચાત : કીર્તિ પટેલે કોર્ટમાં પોક મૂકી:ઈટાલિયાને પોતાના જ શબ્દો નડ્યા, ભાજપના આ MLAએ તો CM જ બદલી નાખ્યા!

🌍 કરંટ અફેર્સ

⏳ આજના દિવસનો ઈતિહાસ

📊​​​​​​​ માર્કેટની સ્થિતિ

🌦️ મોસમનો મિજાજ

રાશિફળ

બુધવારનું રાશિફળ:સિંહ જાતકો પ્રગતિના શિખરો સર કરશે, કુંભ જાતકોને આકસ્મિક ધન લાભની શક્યતા વાંચો સંપૂર્ણ સમાચાર…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *