Divya Bhaskar Morning News Brief Meeting between Putin and Modi | મોર્નિંગ ન્યૂઝ બ્રીફ: ભારત-રશિયા વચ્ચે ડિફેન્સ ડિલ નહિ; 4 દિવસમાં ઈન્ડિગોની 1700 ફ્લાઈટ રદ્દ; ગુજરાતના ધારાસભ્ય પર જૂતું ફેંકાયું – Gujarat News
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ભારત અને રશિયા વચ્ચે 19 મોટા કરારો પર હસ્તાક્ષર હતા. બીજા મોટા સમાચાર એ હતા કે 1,700થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી. મુસાફરોને પરેશાન જોઈને સરકાર બેકફૂટ પર આવી.
.
⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર
1. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં બાબરી મસ્જિદની પ્રતિકૃતિનો શિલાન્યાસ થઈ શકે છે.
📰 કાલના મોટા સમાચારો
1. મોદીએ રશિયન સેનામાં ભારતીયોનો મુદ્દો ઉઠાવ્યો: કહ્યું – તેમની સુરક્ષિત વાપસી થવી જોઈએ, મોદી-પુતિન 24 કલાકમાં 4 વાર મળ્યા, તોય ડિફેન્સ ડીલ નહીં

પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત દરમિયાન રશિયન સૈન્યમાં સેવા આપતા ભારતીયોનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે પુતિનને તેમની સલામત વાપસી સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રશિયન સૈન્યમાં ઓછામાં ઓછા 44 ભારતીયો ફસાયેલા છે.
ભારતની મુલાકાતે આવેલા પુતિન અને મોદી લગભગ 24 કલાકમાં 4 વખત મળ્યા હતા. બંને નેતાઓએ સાથે પ્રાઈવેટ ડિનર, દ્વિપક્ષીય બેઠક, સંયુક્ત પત્રકાર પરિષદ અને ભારત-રશિયા વ્યાપાર મંચને સંબોધન કર્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર
2. 4 દિવસમાં 1700+ ફ્લાઇટ્સ રદ, સરકાર બેકફૂટ પર:વીકલી રેસ્ટ નિયમ તાત્કાલિક પાછો ખેંચાયો; મુસાફરો માટે હેલ્પલાઇન નંબર જાહેર, પરિસ્થિતિ સામાન્ય થવામાં સમય લાગશે

દેશની સૌથી મોટી એરલાઇન, ઇન્ડિગો દ્વારા છેલ્લા ચાર દિવસમાં 1,700થી વધુ ફ્લાઇટ્સ રદ કર્યા પછી, શુક્રવારે કેન્દ્ર સરકારે બેકફૂટ પર આવી છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ એરલાઇન્સ, ખાસ કરીને ઇન્ડિગોને 10 ફેબ્રુઆરી, 2026 સુધી કામચલાઉ રાહત આપી.
વીકલી રેસ્ટ બદલે કોઈ રજા ન આપવાનો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો. દરમિયાન, અન્ય એરલાઇન્સના ભાડામાં ધરખમ વધારો થયો છે. મુસાફરો વૈકલ્પિક ફ્લાઇટ્સ શોધી રહ્યા છે અને સામાન્ય કિંમત કરતા 10 ગણા ભાવે ટિકિટ ખરીદી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર
3. પાન મસાલા-સિગારેટ પર નવો ટેક્સ લાગશે:નાણામંત્રીએ કહ્યું- તેનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષામાં થશે, જેથી કારગિલ જેવી પરિસ્થિતિમાં બજેટ ઓછું ન પડે

સિગારેટ-પાન મસાલા જેવા ઉત્પાદનો પર સરકાર હવે વધારાનો ટેક્સ લગાવશે. વધારાના ટેક્સમાંથી આવતા પૈસાનો રાષ્ટ્રીય સુરક્ષા માટે ઉપયોગ કરવામાં આવશે. આ માહિતી શુક્રવારે લોકસભામાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે આપી.
શુક્રવારે લોકસભામાં હેલ્થ સિક્યોરિટીથી નેશનલ સિક્યોરિટી સેસ બિલ પસાર થઈ ગયું. આ બિલ પસાર થયા પછી પાન મસાલા જેવી વસ્તુઓ મોંઘી થઈ જશે. બિલ પર ચર્ચા દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે
કારગિલ યુદ્ધ તૈયારીના અભાવને કારણે થયું હતું. આર્મીના જનરલોએ જણાવ્યું હતું કે 1990ના દાયકાની શરૂઆતથી બજેટની અછતને કારણે આર્મી પાસે માત્ર 70-80% અધિકૃત હથિયારો, દારૂગોળો અને સાધનો હતા. અમે નથી ઈચ્છતા કે ભારતમાં તે સ્થિતિ ફરી ક્યારેય પાછી આવે.

નાણા મંત્રીએ બિલ રજૂ કરતા કહ્યું કે સેસ કોઈ પણ આવશ્યક વસ્તુ પર નહીં, પરંતુ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી હાનિકારક વસ્તુઓ પર લગાવવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર
4. ચાંદી ₹1.79 લાખ કિલોએ ઓલટાઇમ હાઈ:આજે ₹2,400 મોંઘી થઈ; સોનું ₹733 વધીને ₹1.29 લાખ પ્રતિ 10 ગ્રામ થયું

આજે એટલે કે 5 ડિસેમ્બરે ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર 1 કિલો ચાંદીનો ભાવ 2,400 રૂપિયા વધીને 1,79,025 રૂપિયા થયો છે. આ પહેલા ચાંદીની કિંમત 1,76,625 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી.
જ્યારે 10 ગ્રામ સોનું 733 રૂપિયા મોંઘું થઈને 1,28,578 રૂપિયા પર પહોંચી ગયું છે. આ પહેલા સોનું 1,27,845 રૂપિયાનું હતું. 17 ઓક્ટોબરે સોનાએ 1,30,874 રૂપિયાનો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો.
5. શ્રીનગર કરતાં રાજસ્થાનનું સીકર ઠંડું, તાપમાન 1°:MPના 9 શહેરોમાં પારો 10° થી નીચે; હિમાચલમાં વરસાદ-બરફવર્ષાનું એલર્ટ

પહાડી રાજ્યોમાંથી આવતી બર્ફીલી હવાઓએ રાજસ્થાનમાં ઠંડી વધારી દીધી છે. સીકરમાં ગુરુવારે લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી નોંધાયું. જેના કારણે ઝાકળના ટીપાં જામી ગયા. હવામાન વિભાગે શુક્રવારે સીકર, ચુરુ અને ઝુંઝુનૂ જિલ્લાઓમાં કોલ્ડવેવ ચાલવાની આગાહી કરી છે.
મધ્યપ્રદેશના 9 શહેરોમાં ગુરુવારે તાપમાન 10 ડિગ્રીથી નીચે રહ્યું. પચમઢીમાં સૌથી ઓછું 6.6 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યના ભોપાલ, ઇન્દોર અને ગ્વાલિયર સહિતના ઘણા શહેરોના આગામી 2 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. વાંચો સંપૂર્ણ સમાચાર
6. ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરાશે:રાજકોટ કોર્ટની મંજૂરી, રાજકુમાર જાટનું મોત ટ્રાવેલ્સની અડફેટે આવવાથી થયું હોવાનો પોલીસે કર્યો હતો ખુલાસો

ગત 9 માર્ચે, 2025ના રોજ ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ(માતા ધારાસભ્ય) પર રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાનો તેના પિતા રતનલાલ જાટે આક્ષેપો કર્યા હતા. માર માર્યા બાદ રાજકુમાર જાટનો રાજકોટ અમદાવાદ હાઇવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પર મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. રાજકોટની જ્યુશિયલ મેજિસ્ટ્રેટ ઓફ ધ ફર્સ્ટ ક્લાસ કોર્ટે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી છે. વાંચો સંપૂર્ણ સમાચાર
7. જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું:કોંગી કાર્યકરે સ્ટેજ નજીક આવી છુટ્ટો ઘા કરતા મામલો બિચક્યો, આપ નેતાઓએ કાર્યકરને લમધારી નાખ્યો

જામનગરમાં આજે આમ આદમી પાર્ટીની જન સભામાં કોંગ્રેસના કાર્યકરે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતા હોબાળો થયો હતો. જે બાદ આદમી પાર્ટીના કાર્યકરોએ કોંગી કાર્યકરને માર મારતા મામલો બિચક્યો હતો. મહત્વનું છે કે, ગોપાલ ઇટાલિયાએ વર્ષ 2017માં તત્કાલીન ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પર જૂતાનો ઘા કર્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર
🎭 આજનું કાર્ટૂન

⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં
1.નેશનલ : પેસેન્જર્સની સુરક્ષાના ભોગે ઇન્ડિગોને રાહત:સરકારે વીકલી રેસ્ટનો નિયમ પાછો ખેંચ્યો; હવે ફ્લાઇટ ક્રૂને 48 નહીં, પણ 36 કલાક જ આરામ મળશે વાંચો સંપૂર્ણ સમાચાર
2.ઈન્ટરનેશનલ : પુતિનની ભારત મુલાકાત પર વર્લ્ડ મીડિયા:BBCએ કહ્યું- અમેરિકી દબાણ વચ્ચે પુતિન ભારત પહોંચ્યા, યુક્રેનિયન મીડિયાએ લખ્યું- ભારતીય ડિપ્લોમસીની પરીક્ષા વાંચો સંપૂર્ણ સમાચાર
3.નેશનલ : DMK સાંસદે હાઇકોર્ટના જજને ‘RSS જજ’ કહ્યા:સંસદમાં હોબાળો, કિરણ રિજિજૂ બોલ્યા- ન્યાયતંત્રને બદનામ કરવાની તમારી હિંમત કેવી રીતે થઈ વાંચો સંપૂર્ણ સમાચાર
4.ઈન્ટરનેશનલ : હવે H-1B વિઝા સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ પછી જ મળશે:15 ડિસેમ્બરથી નવો નિયમ લાગુ; ભારતીયો પર સૌથી વધુ અસર વાંચો સંપૂર્ણ સમાચાર
5.બિઝનેસ : લોન સસ્તી થશે, RBIએ વ્યાજદર 0.25% ઘટાડ્યો:20 વર્ષમાં 20 લાખની લોન પર લગભગ 74 હજાર રૂપિયાનો ફાયદો; સમજો આખું ગણિત વાંચો સંપૂર્ણ સમાચાર
6.સ્પોર્ટ્સ : 3 વર્ષના સર્વજ્ઞને ફિડે રેટિંગ:વિશ્વનો સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો; આટલી નાની ઉંમરે આનંદ, કાર્લસન, ગુકેશ પણ રમ્યા નહોતા વાંચો સંપૂર્ણ સમાચાર
7.ધર્મ તહેવાર જ્યોતિષ : સોમવારે ગણેશ ચતુર્થી:માગશર વદ ચોથની તિથિએ સાંજે ચંદ્ર દર્શન બાદ ગણેશ પૂજા કરીને વ્રત પૂર્ણ કરો; જાણો ગણપતિપૂજાનાં સરળ સ્ટેપ વાંચો સંપૂર્ણ સમાચાર
🗣️ ચર્ચિત નિવેદન

😲 ખબર હટકે
વૃદ્ધોમાં એકલતા દૂર કરી રહી છે AI ઢીંગલીઓ

દક્ષિણ કોરિયામાં ઘણા વૃદ્ધ લોકો એકલતાનો સામનો કરે છે, તેથી તેમના માટે AI વાળી રોબોટિક ઢીંગલી બનાવવામાં આવી હતી. તેઓ 7 વર્ષના બાળક જેવા અવાજમાં બોલે છે, સાથી તરીકે કાર્ય કરે છે અને સેન્સરથી તેમની સલામતીનું નિરીક્ષણ કરે છે. હ્યોડોલ કંપની તરફથી 12,000થી વધુ ઢીંગલીઓ વૃદ્ધોને વહેંચવામાં આવી છે. તેઓ ડિપ્રેશન ઘટાડવામાં મદદ કરે છે, જોકે કેટલાક ગોપનીયતા અંગે પ્રશ્નો ઉભા કરી રહ્યા છે.
📸 ફોટો, જે પોતે સમાચાર છે

🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ
🌍 કરંટ અફેર્સ

⏳ આજના દિવસનો ઈતિહાસ

📊 માર્કેટની સ્થિતિ

🌦️ મોસમનો મિજાજ

શનિવારનું રાશિફળ:સિંહ જાતકોને જીવનસાથી સાથે ભાવનાત્મક નિકટતા વધશે; વૃશ્ચિક જાતકોને સંપર્ક સૂત્રોથી ઉત્તમ ફાયદો થશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)