Divya Bhaskar Morning News Brief Modi in Ethiopia | મોર્નિંગ ન્યૂઝ બ્રીફ: રાજસ્થાન-બંગાળમાં 1 કરોડ વોટરના નામ નીકળી ગયા; નીતિશે હિજાબ ખેંચ્યા પછી નુસરત પરવીને બિહાર છોડ્યું; ચાંદીનો ભાવ 2 લાખને પાર – Gujarat News
.
કાલના મોટા સમાચાર ચાંદી 2 લાખ રૂપિયાને પાર પહોંચી તેના વિશે રહ્યા. બીજા મોટા સમાચાર નીતિશ કુમારને મળેલી પાકિસ્તાની ડોનની ધમકી અંગેના રહ્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર
1. ભગવાન રામને કાલ્પનિક કહેવાના મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ વારાણસી કોર્ટમાં સુનાવણી થશે.
2. યુપીમાં SIR અભિયાન વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.
📰 કાલના મોટા સમાચારો
1. ટ્રેનમાં સામાન લઈ જવાની લિમિટ નક્કી કરાઈ:વધારાના લગેજ પર લાગશે દંડ, એરપોર્ટ જેવા નિયમ; લોકસભામાં રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી

ભારતીય રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે સામાનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં માહિતી આપતા જણાવ્યું હતું કે, હવે નિર્ધારિત મર્યાદા કરતા વધુ સામાન લઈ જનારા મુસાફરો પાસેથી રેલવે દ્વારા વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે. મુસાફરોની સુવિધા અને ટ્રેનમાં ભીડને નિયંત્રિત કરવા માટે અલગ-અલગ કોચ મુજબ સામાનની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
2. CMએ હિજાબ ખેંચ્યો હતો તે નુસરતે બિહાર છોડ્યું; નીતિશના બચાવમાં યુપીના નેતાનું વિવાદિત નિવેદન

CM નીતિશ કુમારે જે મહિલા ડોક્ટર નુસરત પરવીનનો હિજાબ હટાવ્યો હતો. તેમણે બિહાર છોડી દીધું છે. તે હવે કોલકાતામાં પોતાના પરિવાર પાસે જતી રહી છે. 15 ડિસેમ્બરે આ ઘટના બની તેના બીજા જ દિવસે નુસરત કોલકાતામાં પોતાના પરિવાર પાસે આવી ગઈ.
તે ભણવામાં ખૂબ જ હોશિયાર છે. ડોક્ટર બનવું તેમનું સપનું હતું. હાલમાં તેઓ બિહાર સરકારની નોકરી જોઈન નહીં કરે. પરિવાર નુસરત પરવીનને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ તેઓ પાછા બિહાર આવીને નોકરી જોઈન કરવાની હિંમત એકઠી કરી શકતી નથી. વાંચો સંપૂર્ણ સમાચાર
3. ઇથોપિયન સંસદમાં મોદીએ કહ્યું- આ સિંહોની ભૂમિ:મારું વતન ગુજરાત પણ સિંહોની ભૂમિ, PMને ઇથોપિયાનું સર્વોચ્ચ સન્માન મળ્યું; આ મેળવનાર પ્રથમ ગ્લોબલ લીડર

વડાપ્રધાન મોદીએ બુધવારે ઇથોપિયન સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું. આ વિશ્વની 18મી સંસદ છે જ્યાં વડાપ્રધાન મોદીએ ભાષણ આપ્યું છે. મોદીએ કહ્યું, “મને ઇથોપિયામાં આવીને આનંદ થયો છે.” આ સિંહોની ભૂમિ છે. મને અહીં ઘર જેવું લાગે છે, કારણ કે મારું વતન ગુજરાત પણ સિંહોની ભૂમિ છે.
પીએમ મોદીએ 1.4 અબજ ભારતીયો વતી ઇથોપિયાને શુભેચ્છા પાઠવી. તેમણે ઇથોપિયન સંસદ, તેના લોકો અને તેમની લોકશાહી યાત્રા પ્રત્યે આદર વ્યક્ત કર્યો. મોદીએ કહ્યું કે જ્યારે લોકોની ઇચ્છાઓ અને સરકારની વિચારસરણી સમાન હોય છે, અને બંને સાથે મળીને આગળ વધે છે, ત્યારે દેશ આશા અને ધ્યેય સાથે વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધે છે. ઈથોપિયન સંસદના સંયુક્ત સત્રને સંબોધન પૂરું થતાં જ સાંસદોએ ઉભા થઈને તાળીઓ પાડીને મોદીનું સ્વાગત કર્યું. વાંચો સંપૂર્ણ સમાચાર
4. 5 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIRની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર:1 કરોડથી વધુ નામો કપાયા, આ કુલ મતદારોના 7.6%; સૌથી વધુ 58 લાખ બંગાળમાં નામ કપાયા

ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR, સામાન્ય શબ્દોમાં મતદાર ચકાસણી) પછી મંગળવારે પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ગોવા, લક્ષદ્વીપ અને પુડુચેરીની ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પાડવામાં આવી. તેમાં કુલ મતદારોની સંખ્યામાં 7.6%નો ઘટાડો નોંધાયો છે.
પંચના આંકડા મુજબ, 27 ઓક્ટોબરે SIRની જાહેરાત સમયે જ્યાં આ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 13.35 કરોડ મતદારો હતા, ત્યાં ડ્રાફ્ટ યાદીમાં આ સંખ્યા ઘટીને 12.33 કરોડ થઈ ગઈ છે. એટલે કે 1.02 કરોડ નામો દૂર કરવામાં આવ્યા છે.
બંગાળમાં 58 લાખ 20 હજાર 898 મતદારોના નામ દૂર કરવા માટે ચિહ્નિત કરવામાં આવ્યા છે. રાજસ્થાનમાં 41.85 લાખ અને પુડુચેરીમાં 85 હજાર મતદારોના નામ કાપવામાં આવ્યા છે. આ સાથે, ઘરે-ઘરે જઈને માહિતી એકત્રિત કરવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે આગળ દાવો, વાંધો અને સુનાવણીની પ્રક્રિયા શરૂ થશે. વાંચો સંપૂર્ણ સમાચાર
5. ચાંદી પહેલીવાર ₹2 લાખને પાર:આજે ₹8,775 મોંઘી થઈ; આ વર્ષે કિંમત ₹1.15 લાખ વધી; 10 ગ્રામ સોનું ₹1.33 લાખનું થયું

ચાંદી આજે એટલે કે 17 ડિસેમ્બરે પહેલીવાર 2 લાખ રૂપિયા પ્રતિ કિલોને પાર નીકળી ગઈ છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર એક કિલો ચાંદીની કિંમત 8,775 રૂપિયા વધીને 2,00,750 રૂપિયા પર પહોંચી ગઈ છે. આ પહેલા તે 1,91,977 રૂપિયા પર હતી. આ વર્ષે તેની કિંમત 1,14,733 રૂપિયા વધી ચૂકી છે.
જ્યારે, સોનું આજે 936 રૂપિયા વધીને 1,32,713 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. આ પહેલા તે 1,31,777 રૂપિયા પર હતું. જ્યારે સોનાએ 15 ડિસેમ્બરે 1,33,442 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર
6. દ્વારકાધીશના દર્શને જતાં પદયાત્રીઓને કાળ ભેટ્યો, CCTV:મોરબીના ચાચાવદરડા ગામે કન્ટેનર ભરેલા ટ્રકે પાંચને અડફેટે લીધા, ચાર શ્રદ્ધાળુનાં ઘટનાસ્થળે મોત

બનાસકાંઠાના પદયાત્રીઓ દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશના દર્શનાર્થે જઈ રહ્યા હતા. રાત્રિરોકાણ બાદ સંઘ આગળ વધતાં બુધવારની સવાર તેમના માટે કાળમુખી સાબિત થઈ હતી. માળિયા-પીપળીયા હાઈવે પર ચાચાવદરડા ગામના પાટિયા પાસે એક પૂરપાટ ઝડપે આવતાં કન્ટેનર ભરેલા ટ્રકે પદયાત્રીઓના સંઘને અડફેટે લીધો હતો.
આ દુર્ઘટનામાં 4 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ત્યારે આ ઘટનાના કંપારી છોડાવે એવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર
7. હવે મુસ્લિમ વકફોએ પણ કોર્ટ ફી ચૂકવવી પડશે:ગુજરાત HCએ વક્ફોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી 150 અરજી ફગાવી, હર્ષ સંઘવીએ કહ્યું- ‘દેશના ઈતિહાસમાં આ સૌ પ્રથમ ચુકાદો’

ગુજરાત હાઇકોર્ટે, કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી વકફ ટ્રસ્ટોની લગભગ 150 અરજીઓ ફગાવી દીધી છે. હવે વકફ સંસ્થાઓ કોર્ટ ફી ચૂકવ્યા વગર ટ્રિબ્યુનલમાં જઈ શકશે નહીં. રાજ્ય સરકાર તથા ગુજરાત રાજ્ય વકફ બોર્ડ તરફથી રજૂ થયેલા સરકારી વકીલ જી.એચ.વિર્કે દલીલ કરી હતી કે જો હિન્દુ મંદિર ટ્રસ્ટ, ચેરિટેબલ સંસ્થા, સહકારી સંસ્થા અથવા ખાનગી વ્યવસાય જેવી કોઈપણ સંસ્થાને ન્યાય મેળવવા કોર્ટ ફી ચૂકવવી પડે છે, તો વકફ સંસ્થાઓ પણ એ જ રીતે કોર્ટ ફી ચૂકવવાની ફરજદાર છે અને તેમને કોઈ ખાસ છૂટછાટ આપી શકાય નહીં. વાંચો સંપૂર્ણ સમાચાર
🎭 આજનું કાર્ટૂન

⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં
1.નેશનલ : લુધિયાણા સેન્ટ્રલ જેલમાં અથડામણ, કેદીઓએ અધિકારીઓને માર્યા:જેલ સુપરિન્ટેન્ડેન્ટનું માથું ફોડ્યું; પ્રત્યક્ષદર્શીએ કહ્યું- 250 કેદીઓએ હુમલો કર્યો વાંચો સંપૂર્ણ સમાચાર
2.ઈન્ટરનેશનલ : ‘ઓસ્ટ્રેલિયા આતંકી હુમલા પર અમને ખોટી રીતે બદનામ કર્યા’:PAK બોલ્યું- આ ભારત-ઇઝરાયલ જેવા દુશ્મનોનું કાવતરું વાંચો સંપૂર્ણ સમાચાર
3.નેશનલ : રાહુલ બોલ્યા- મનરેગા ખતમ કરવો મહાત્મા ગાંધીનું અપમાન:PM મોદીને તેમના વિચારોથી સમસ્યા, પ્રિયંકાએ કહ્યું- સરકારને નામ બદલવાની ચાનક વાંચો સંપૂર્ણ સમાચાર
4.ઈન્ટરનેશનલ : 2 દિવસમાં ખૂલશે એપસ્ટીન સેક્સ સ્કેન્ડલ ફાઇલ:ટ્રમ્પનું નામ આવ્યું, દુનિયાભરના નેતાઓ-બિઝનેસમેનોમાં ફફડાટ; શું કોઈ ભારતીય પણ સામેલ? વાંચો સંપૂર્ણ સમાચાર
5.બિઝનેસ : આવી રહી છે ભારત ટેક્સી,ઓલા-ઉબરની ઉડી જશે ઉંઘ:લોકોને સસ્તી મુસાફરી-ડ્રાઇવરોને વધુ કમાણી, 1 જાન્યુઆરીથી લોન્ચિંગ; ડ્રાઇવરના ખિસ્સામાં 80% પૈસા વાંચો સંપૂર્ણ સમાચાર
6.સ્પોર્ટ્સ : રામ સેતુથી T20 વર્લ્ડ કપ ટ્રોફી ટૂર લોન્ચ:પેરામોટરથી બ્રિજ ઉપર ફેરવવામાં આવ્યું; ટુર્નામેન્ટની શરૂઆત 7 ફેબ્રુઆરીથી શરૂ થશે વાંચો સંપૂર્ણ સમાચાર
7.ધર્મ તહેવાર જ્યોતિષ : સૂર્યદેવની ગુરુ રાશિ ધનમાં એન્ટ્રી:મેષ-કર્કને મળશે ભાગ્યનો સાથ, કન્યા-ધનના જાતકોએ તબિયત સાચવવી; અન્ય રાશિ પર શું થશે અસર? વાંચો સંપૂર્ણ સમાચાર
🗣️ ચર્ચિત નિવેદન

😲 ખબર હટકે
📸 ફોટો, જે પોતે સમાચાર છે

🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ
🌍 કરંટ અફેર્સ

⏳ આજના દિવસનો ઈતિહાસ

📊 માર્કેટની સ્થિતિ

🌦️ મોસમનો મિજાજ

ગુરુવારનું રાશિફળ:મેષ-મીનના જાતકો માટે ગ્રહોની સ્થિતિ ઉત્તમ રહેશે, મિથુન રાશિના લોકોને કાર્યમાં આવતા અવરોધો દૂર થશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)