Divya Bhaskar Morning News Brief NCP MLA Claim Ajit Pawar murder like Rajiv Gandhi


.

ગઈકાલના મોટા સમાચાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વીડિયો જાહેર કરવાને લઈને રહ્યા. તેમણે કહ્યું કે PM મોદીને શરમ આવવી જોઈએ કે તેમનું નામ એપસ્ટીન ફાઇલ્સમાં છે. બીજા મોટા સમાચાર NCP ધારાસભ્ય અમોલના દાવાને લઈને રહ્યા. તેમણે પૂછ્યું કે શું અજિત પવારનું રાજીવ ગાંધી જેવું મર્ડર થયું છે. આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર

1. રાહુલ ગાંધી ભોપાલથી ભારત-US ટ્રેડ ડીલના વિરોધમાં દેશભરમાં આંદોલનની શરૂઆત કરશે.

2. ચૂંટણી પંચ દિલ્હીમાં રાજ્યના તમામ ચૂંટણી કમિશનરો સાથે બેઠક કરશે.

📰 કાલના મોટા સમાચારો

1. રાહુલ ગાંધી બોલ્યા-મોદીજી એપસ્ટીન ફાઇલ્સમાં તમારું નામ આવ્યું:તમે દેશ વેચ્યો, શરમ તમને આવવી જોઈએ; PM મોદીએ કોંગ્રેસીઓને નગ્ન કહ્યા હતા

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોમવારે PM નરેન્દ્ર મોદીના કોંગ્રેસીઓને નગ્ન કહેવા પર જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, મોદીજી, એપસ્ટીન ફાઇલ્સમાં તમારું નામ આવ્યું છે, શરમ તમને આવવી જોઈએ. તમે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરીને દેશને ટ્રમ્પના હાથમાં વેચી દીધો, શરમ તમને આવવી જોઈએ. રાહુલે સોમવારે સોશિયલ મીડિયા X પર એક વીડિયો શેર કર્યો.

તેમાં તેમણે કહ્યું- આખો દેશ જાણે છે, અદાણી પર અમેરિકામાં ચાલી રહેલા કેસે તમારી ઊંઘ હરામ કરી દીધી છે, કારણ કે તે BJP અને તમારા ફાઇનાન્સિયલ આર્કિટેક્ચર પરનો કેસ છે. PM મોદીએ ગઈકાલે ઉત્તર પ્રદેશના મેરઠમાં કહ્યું હતું કે દિલ્હીમાં આયોજિત AI સમિટમાં કોંગ્રેસીઓને નગ્ન થવાની જરૂર નહોતી. તેમણે કહ્યું કે કોંગ્રેસીઓ પહેલેથી જ નગ્ન છે. વાંચો સંપૂર્ણ સમાચાર

2. NCP ધારાસભ્ય બોલ્યા-અજિત પવારનું રાજીવ ગાંધી જેવું મર્ડર:પૂછ્યું- શું કેપ્ટન સુમિત કપૂર સુસાઈડ બોમ્બર બનીને આવ્યા હતા? પ્લેન ક્રેશ પછી મહારાષ્ટ્ર શાંત કેમ?

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) ના ધારાસભ્ય અમોલ મિટકરીએ અજિત પવારના પ્લેન ક્રેશ અકસ્માત પર ગંભીર સવાલો ઉભા કર્યા. તેમણે પૂછ્યું કે અજિત પવારની હત્યા એ જ રીતે થઈ હતી જે રીતે LTTE એ રાજીવ ગાંધીની હત્યા કરી હતી? શું કેપ્ટન સુમિત કપૂર સુસાઈડ બોમ્બર બનીને આવ્યા હતા?

તેમણે પૂછ્યું કે જો કપૂરની પત્ની કહી રહી છે કે તે જીવે છે, તો શું સુમિત કપૂર ખરેખર પ્લેન ક્રેશમાં માર્યા ગયા હતા? તેઓ અકોલા જિલ્લાના બાલાપુર તાલુકાના પારસ ફાટામાં મુરલીધર રાઉત મિત્ર મંડળના શિવ જયંતિ કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. તેમણે આગળ કહ્યું કે જ્યારે અજિત પવારના પ્લેન ક્રેશનું આટલું મોટું રહસ્ય છે તો મહારાષ્ટ્ર આટલું શાંત કેવી રીતે છે? વાંચો સંપૂર્ણ સમાચાર

3. નેતાજીએ કહ્યું- જે મોદીને ગાળો આપે છે, તેને ધાબળો નહીં:પૂર્વ ભાજપ સાંસદે મુસ્લિમ મહિલાઓ પાસેથી ધાબળા પાછા લઈ લીધા; ગ્રામજનોએ માનવતા દાખવી મહિલાઓનું સન્માન કર્યું

રાજસ્થાનમાં ટોંકના પૂર્વ ભાજપ સાંસદ સુખબીર સિંહ જોનાપુરિયાએ ધાબળા વિતરણ કાર્યક્રમમાં મુસ્લિમ મહિલાઓ પાસેથી ધાબળા પાછા લઈ લીધા. જોનાપુરિયાએ કહ્યું- ‘જે મોદીને ગાળો આપે છે, તેને આ ધાબળો લેવાનો કોઈ હક નથી.’ પૂર્વ સાંસદ ધાબળા વહેંચી રહ્યા હતા ત્યારે એક મહિલાને તેનું નામ પૂછ્યું. સકુરન ખાન સાંભળતા જ ભડકી ગયા, કહ્યું- હટ બહાર નીકળ, ધાબળો પાછો મુકી દે.

આ મામલો નિવાઈ વિસ્તારના કરેડા બુઝુર્ગ ગામમાં આવેલા સીતારામજી મંદિર પરિસરમાં રવિવારે બપોરે 3:30 વાગ્યાનો છે. મહિલાઓનું કહેવું છે કે પૂર્વ સાંસદે પહેલા તેમને ધાબળો આપ્યો હતો. જ્યારે ખબર પડી કે તેઓ મુસ્લિમ છે, ત્યારે ધાબળો પાછો લઈ લીધો. જ્યારે જોનાપુરિયાએ કહ્યું- આ મારો અંગત કાર્યક્રમ હતો, સરકારી યોજના નહોતી. વાંચો સંપૂર્ણ સમાચાર

4. HALનો દાવોઃ તેજસ વિમાન ક્રેશ નથી થયું:સામાન્ય ખામી હતી; અગાઉ ફાઇટર જેટની બ્રેક ફેલ થઈને રનવે પરથી આગળ નીકળી ગયાના સમાચાર હતા

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)એ સોમવારે ભારતીય વાયુસેના (IAF)ના તેજસ ફાઇટર જેટ ક્રેશ થયાના અહેવાલોને ફગાવી દીધા. HALએ જણાવ્યું હતું કે વિમાનમાં જમીન પર નાની ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. કોઈ હવામાં દુર્ઘટના થઈ ન હતી. HALએ જણાવ્યું હતું કે તે વાયુસેના સાથે મળીને ટેક્નિકલ સમસ્યાની તપાસ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં એને ઠીક કરશે.

કંપનીએ એવો પણ દાવો કર્યો હતો કે તેજસ વિશ્વના આધુનિક ફાઇટર જેટમાં શ્રેષ્ઠ સલામતી રેકોર્ડ ધરાવે છે. સમાચાર એજન્સી PTIએ રવિવારે મોડીરાત્રે સૂત્રોને ટાંકીને દાવો કર્યો હતો કે 7 ફેબ્રુઆરીએ લેન્ડિંગ દરમિયાન તેજસના બ્રેક ફેલ થઈ ગયા હતા, જેના કારણે વિમાન રનવે પરથી નીચે ઊતરી ગયું હતું. પાઇલટ ક્રેશ પહેલાં સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર

5. રશ્મિકા-વિજય ઉદયપુર ઊતર્યાં!:વેડિંગ પહેલાં VIROSHનો ફર્સ્ટ લુક સામે આવ્યો; મહેમાનો પાસેથી ફોન લઈ લેવાશે, દિલ્હીથી બેન્ડ પહોંચશે; કાલથી ત્રણ દિવસ ‘શાહી જલસો’

રશ્મિકા મંદાના અને વિજય દેવરાકોંડા લગ્ન કરવા જઈ રહ્યાં છે. લાંબા સમયથી ચાલી રહેલા લગ્નના સમાચારો પર હવે કપલે પોતે મહોર લગાવી દીધી છે. બંનેએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેમનાં લગ્નનું ટાઈટલ ‘Virosh’ રાખવાની જાહેરાત કરી છે.

રશ્મિકા અને વિજયે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું, અમારા સૌથી પ્રિયજનો, અમે કોઈ યોજના બનાવીએ કે અમારા માટે કંઈ નક્કી કરીએ એ પહેલાં તમે પહેલેથી જ અમારી સાથે હતા. તમે અમને ખૂબ પ્રેમથી ‘વિરોશ’ નામ આપ્યું. તેથી આજે પૂરા દિલથી અમે અમારા આ મિલનને તમારા સન્માનમાં એક નામ આપી રહ્યા છીએ. અમે તેને ‘VIROSH કી શાદી’ નામ આપી રહ્યાં છીએ. વાંચો સંપૂર્ણ સમાચાર

6. સો.મીડિયાની સિંહણ કોર્ટમાં જતાં જ મગરનાં આંસુએ રડી:પહેલાં ખૂબ રૌફ જમાવ્યો, હવે કાયદાના સકંજામાં આવતાં ઢીલી ઢફ, ખંડણી-ધમકી સહિતના કાંડોથી કીર્તિ પટેલ કુખ્યાત બની

મહાશિવરાત્રિ મેળા દરમિયાન પવિત્ર મૃગીકુંડમાં નાગા સાધુઓ સાથે ભગવા વસ્ત્રો પહેરીને છળકપટપૂર્વક શાહી સ્નાન કરવાના આરોપમાં ધરપકડ થયેલી કીર્તિ પટેલને આજે જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવી. પોલીસની બોલેરોમાંથી ઊતરતાંની સાથે જ કીર્તિ પટેલ ચોધાર આંસુએ રડી પડી હતી.

રડતાં-રડતાં તેણે મીડિયા સમક્ષ જણાવ્યું કે “મીડિયા હાજર રહે અને યોગ્ય ન્યાય કરે. તેના પર લાગેલા આરોપો ખોટા છે અને તેને ન્યાય મળવો જોઈએ.” જોકે પોલીસે તેને વધુ બોલતાં અટકાવીને કોર્ટમાં લઈ જવાની કાર્યવાહી કરી. આ ઘટના બાદ મીડિયા અને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે. ખંડણી કેસમાં કીર્તિ પટેલના જામીન મંજૂર થયા છે. વાંચો સંપૂર્ણ સમાચાર

7. 6 યુવકોએ અનાથ સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી:વડોદરાના યુવકે રેપ કર્યો, પછી 5 મિત્રોએ બ્લેકમેલ કરી વારાફરતી હવસનો શિકાર બનાવી

વડોદરા તાલુકાના એક ગામમાં રહેતી 16 વર્ષીય અનાથ સગીરા પર 6 શખસે અલગ અલગ સમયે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના એક યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે અન્ય ચાર યુવક અને સગીરે પણ સગીરા પર અલગ અલગ સમયે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી.

સગીરાને પાંચથી છ મહિનાનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે 5 યુવક અને એક સગીર સામે વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં કરજણ ડિવિઝનના ડીવાયએસપી પી.એન. પટેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર

🎭 આજનું કાર્ટૂન

⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં

1.નેશનલ : દિલ્હી વિધાનસભા અને લાલ કિલ્લામાં બોમ્બબ્લાસ્ટની ધમકી:ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઇ-મેલ; સવારે આર્મી-એરફોર્સ સ્કૂલને ધમકી મળી હતી વાંચો સંપૂર્ણ સમાચાર

2.ઈન્ટરનેશનલ : તારિક રહેમાનના PM બનતા જ બાંગ્લાદેશી સેનામાં ફેરબદલ:ભારતમાં રક્ષા સલાહકારને પાછા બોલાવીને પ્રમોશન આપ્યું; ચીફ ઓફ જનરલ સ્ટાફ પણ બદલાયા વાંચો સંપૂર્ણ સમાચાર

3.નેશનલ : J&Kમાં ટેરર નેટવર્કનો સફાયો:પહેલગામ હુમલા પછીથી ટાર્ગેટેમાં હતા તે 7 આતંકીને ઉડાવી દીધા, જૈશ કમાન્ડર સૈફુલ્લાહ પણ સામેલ; 326 દિવસ ઓપરેશન ચાલ્યુ વાંચો સંપૂર્ણ સમાચાર

4.ઈન્ટરનેશનલ : દુનિયાનો સૌથી મોટો ડ્રગ ડોન કેવી રીતે માર્યો ગયો?:અમેરિકાએ ‘અલ મેન્ચો’ની ગુપ્ત જાણકારી આપી, મેક્સિકન સેનાની કાર્યવાહીથી શહેર ભડકે બળ્યું વાંચો સંપૂર્ણ સમાચાર

5.બિઝનેસ : સોનું ₹3 હજાર મોંઘું, ₹1.58 લાખ પર પહોંચ્યું:ચાંદી ₹15 હજાર મોંઘી થઈને ₹2.65 લાખ પ્રતિ કિલો થઈ, અમદાવાદમાં સોનું 1.61 લાખને પાર થયું વાંચો સંપૂર્ણ સમાચાર

6.સ્પોર્ટ્સ : અમદાવાદમાં ઈન્ડિયાની હાર પાછળ કોણ જવાબદાર?:હોમગ્રાઉન્ડ પર અક્ષરની જગ્યાએ સુંદરને તક આપવી ભારે પડી; આફ્રિકા સામે ખરાબ રેકોર્ડ્સ પણ નોંધાવ્યા વાંચો સંપૂર્ણ સમાચાર

7.ધર્મ તહેવાર જ્યોતિષ : હોળાષ્ટકનો પ્રારંભ:8 દિવસ લગ્ન-વાસ્તુ જેવાં કાર્યો પર લાગશે બ્રેક, મેષ, કર્ક સહિત છ રાશિ માટે દિવસો ભારે; જાણો હોળી-ધુળેટીનું પર્વ ક્યારે વાંચો સંપૂર્ણ સમાચાર

🗣️ ચર્ચિત નિવેદન

😲 અજબ ગજબ

છત્તીસગઢમાં લગ્નમાં જૂતા છુપાવવા પર પ્રતિબંધ

છત્તીસગઢમાં સેન સમાજે લગ્નમાં ‘જૂતા છુપાવવા’ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ સાથે જ લગ્ન સુધી વર અને કન્યા ફોન પર વાત પણ કરી શકશે નહીં. આવો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે, કારણ કે સગાઈ પછી સંબંધો તૂટવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે.

📸 ફોટો, જે પોતે સમાચાર છે

🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ

1. આજનું એક્સપ્લેનર: પોલીસની નોકરી છોડીને ડ્રગ લોર્ડ કેવી રીતે બન્યો અલ મેન્ચો, 136 કરોડનો ઈનામી; તેના મોત પછી મેક્સિકો કેમ ભડકે બળ્યું?

2. એક્સક્લૂસિવ : કચ્છમાં રોડ ટુ હેવન જેવો બીજો રસ્તો બન્યો: અહીંથી કાચિંડા આકારના હનુમાન ટાપુ જઈ શકાય, આ રસ્તે ઊભા રહો એટલે હજારો ફ્લેમિંગો દેખાય

3. મંડે મેગા સ્ટોરી : શું અમેરિકા સિક્રેટ એલિયન્સ બતાવશે?: ટ્રમ્પ ‘એરિયા-51’નાં રહસ્યો જાહેર કરવા કેમ માગે છે? શું ખરેખરમાં બીજી દુનિયા છે?

4. નેપાળ પ્રોટેસ્ટ: પત્નીનું મોત, પતિએ 100 કરોડ માગ્યા: હોટલ સ્ટાફ ભાગી ગયો, એમ્બેસીએ ફોન ન ઉપાડ્યો; જવાબદાર કોણ?

5. એક્ટ્રેસ લાના ક્લાર્કસનની મર્ડર મિસ્ટ્રી: ખુરસી પર લાશ, જમીન પર વિખરાયેલા દાંત, લોહીથી લથબથ ફ્લોર; હત્યારા મ્યુઝિક પ્રોડ્યુસરને જેલમાં કોરોનાએ કાળ બની સજા આપી

🌍 કરંટ અફેર્સ

⏳ આજના દિવસનો ઈતિહાસ

📊​​​​​​​ માર્કેટની સ્થિતિ

🌦️ મોસમનો મિજાજ

મંગળવારનું રાશિફળ: મેષ રાશિ માટે મિલકત અને વાહન ખરીદવાનો ઉત્તમ યોગ, મીન જાતકોને કરિયરની ચિંતાનો અંત આવશે (સંપૂર્ણ સમાચાર વાંચો)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *