Divya Bhaskar Morning News Brief PAK Defense Minister upset with Modi’s Operation Sindoor statement | મોર્નિંગ ન્યૂઝ બ્રીફ: કેનેડામાં બિશ્નોઈ ગેંગ આતંકી સંગઠન જાહેર, મોદીના ‘ઓપરેશન સિંદૂર’ નિવેદનથી પાકિસ્તાન નારાજ; ચૈતન્યાનંદે 50 દિવસમાં 15 હોટેલ બદલી – Gujarat News
.
ગઈકાલના મોટા સમાચાર લોરેન્સ ગેંગ સાથે સંબંધિત હતા. કેનેડાએ આ ગેંગને આતંકી સંગઠન જાહેર કરી છે. જ્યારે, સોનું ₹1.15 લાખને વટાવીને સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયું છે.
⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર
1. બિહારમાં અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. ચૂંટણીની તારીખો આવતા અઠવાડિયે જાહેર થઈ શકે છે.
2. ભારતમાં મહિલા ODI વર્લ્ડ કપ શરૂ થશે. ગુવાહાટીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ઓપનિંગ મેચ રમાશે.
📰 કાલના મોટા સમાચારો
1. કેનેડામાં લોરેન્સ ગેંગને આતંકવાદી સંગઠન જાહેર:ભારતમાં હત્યા અને ખંડણીમાં એક્ટિવ; તેના મિલકતો જપ્ત કરવામાં આવશે અને બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવશે

કેનેડા સરકારે ભારતમાં એક્ટિવ લોરેન્સ ગેંગને આતંકવાદી સંગઠન જાહેર કરી છે. આ ગેંગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ કેનેડામાં પણ ક્રાઈમ કરી રહી છે. કેનેડાના જાહેર સુરક્ષા મંત્રી ગેરી અનંદસંગરીએ જણાવ્યું હતું કે કેનેડામાં હિંસા અને આતંકને કોઈ સ્થાન નથી, ખાસ કરીને જે કોઈ ચોક્કસ સમુદાયને ડરાવવાના હેતુથી કરવામાં આવે છે. પરિણામે, લોરેન્સ ગેંગને કેનેડાના ક્રિમિનલ કોડ હેઠળ આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર
2. મોદીના ઓપરેશન સિંદૂર નિવેદનથી PAKના રક્ષામંત્રી નારાજ:કહ્યું- મોદી વાતચીતના દરવાજા બંધ કરી રહ્યા છે, ભારત સામે પાકિસ્તાનનો 6-0 સ્કોર

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે પીએમ મોદી પર પોતાના રાજકીય હિતોનું રક્ષણ કરવા માટે વાતચીતના દરવાજા બંધ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ક્રિકેટની સંસ્કૃતિ અને ભાવનાનો નાશ કરીને મોદી શાંતિ અને સમસ્યાઓના ઉકેલની સંભાવનાઓનો નાશ કરી રહ્યા છે. હકીકતમાં, પીએમ મોદીએ X પર પોસ્ટ કરી, જેમાં ભારતના એશિયા કપ વિજયને મેદાન પર ઓપરેશન સિંદૂર ગણાવ્યું. જવાબમાં આસિફે કહ્યું કે પાકિસ્તાન અને ભારત વચ્ચેનો 6-0 યુદ્ધનો સ્કોર હંમેશા માટે કોતરાઈ ગયો છે. વાંચો સંપૂર્ણ સમાચાર
3. ચૈતન્યાનંદ પોલીસ પૂછપરછમાં ગોળ ગોળ જવાબ આપે છે:જેલમાં પણ કરી રહ્યો છે ડિમાન્ડ, ખાવા માટે ફળની માંગણી કરી; CCTV વીનાની સસ્તી- નાની હોટલ પસંદ કરતો

દિલ્હીની શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટનો પૂર્વ હેડ 62 વર્ષીય સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી ઉર્ફે પાર્થ સારથી, ધરપકડ પહેલા સતત પોતાના ઠેકાણા બદલતો હતો. તેમણે છેલ્લા 50 દિવસમાં 15 હોટલ બદલી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસથી બચવા માટે તે સીસીટીવી કેમેરા વગરની સસ્તી હોટલોમાં રહેતો હતો. તે ઉત્તર પ્રદેશના ધાર્મિક શહેરો વૃંદાવન અને મથુરામાં પણ છુપાયો હતો. ચૈતન્યનંદના નજીકના લોકોએ તેના માટે હોટલો પસંદ કરતા હતા.
શનિવારે તે આગ્રાની એક હોટલમાં રોકાયો હતો. પોલીસે રવિવારે સવારે 3:30 વાગ્યે તેની ધરપકડ કરી હતી. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે તેને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. પોલીસ હવે તેના નજીકના સાથીઓની શોધ કરી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર
4. મહારાષ્ટ્રમાં વરસાદ-પૂર, 5 જિલ્લામાં 10 લોકોના મોત:ઉત્તર ભારતના 8 રાજ્યોમાંથી ચોમાસાંની વિદાય; મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વરસાદની શક્યતા

મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસમાં પૂર અને વરસાદને કારણે દસ લોકોના મોત થયા છે. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન વિભાગે અહેવાલ આપ્યો છે કે નાસિક જિલ્લામાં ચાર, ધારાશિવ અને અહિલ્યાનગરમાં બે-બે અને જાલના અને યવતમાલમાં એક-એક વ્યક્તિના મોત થયા છે.
મરાઠવાડા અને પશ્ચિમ મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદ પડ્યો છે. છત્રપતિ સંભાજી નગર જિલ્લામાં 110.3 મીમી, અહિલ્યાનગરમાં 81.8 મીમી અને નાસિકમાં 76.6 મીમી વરસાદ પડ્યો છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઉત્તર ભારતમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને ઉત્તરાખંડમાંથી વિદાય લઈ ચૂક્યું છે. હવે તે ગુજરાત, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં અટકી ગયું છે. વાંચો સંપૂર્ણ સમાચાર
5. સોનું ₹2030 વધીને ₹1.15 લાખને પાર, ઓલટાઈમ હાઈ:ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹1.44 લાખના રેકોર્ડ સ્તરે; અમદાવાદમાં સોનું ₹1.16 લાખને પાર

સોમવારે (29 સપ્ટેમ્બર) સોના અને ચાંદીના ભાવ નવા ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹2,030 વધીને ₹1,15,292 થયો. અગાઉ, સોનું ₹1,13,262 હતું. અમદાવાદમાં સોનું પ્રતિ 10 ગ્રામ ₹1,16,450 પહોંચ્યું છે. ચાંદી પણ ₹6,000 વધીને ₹1,44,100 પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ. અગાઉ, તે ₹1,38,100 પર હતી.
6. સુરતમાં 50 કરોડની ઠગાઈ, ગુજરાત CID શંકાના ઘેરામાં:આરોપીને ફોર્ચ્યુનરમાં બેસાડવાનું રહસ્ય અકબંધ, ધરપકડ કે માત્ર પૂછપરછ? વીડિયો વાઇરલ થતાં અધિકારીઓનાં મોં બંધ

સુરતના ઘોડદોડ રોડ પર લેબગ્રોન ડાયમંડનો શો-રૂમ ધરાવતા સોનાણી પિતા-પુત્ર સામે અશ્વિનીકુમાર રોડ પર રહેતા વેપારી અંકુશભાઈ મધુભાઈ નાકરાણીએ કુલ રૂ. 49.96 કરોડની ઠગાઈની ગંભીર ફરિયાદ સીઆઈડી ક્રાઈમમાં નોંધાવી છે. આ કેસમાં સીઆઈડી દ્વારા આરોપીઓ પૈકીના એક જયમ સોનાણીને એરપોર્ટ પરથી પકડ્યા બાદ તેની સાથે શું કાયદાકીય કાર્યવાહી કરાઈ એ અંગે કોઈપણ અધિકારીઓ જવાબ આપતા નથી. એની પાછળ કદાચ સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલો એક વીડિયો છે. એમાં અધિકારીઓ આરોપીને એરપોર્ટ અંદરથી લઇને નીકળી તો રહ્યા છે, પરંતુ ત્યાર પછી આરોપી ક્યાં છે એ અંગે કોઈ સત્તાવાર કહેવા કોઈ અધિકારી તૈયાર નથી. વાંચો સંપૂર્ણ સમાચાર
7. બે કાંઠે વહેતી શેત્રુંજીમાંથી ઇનોવા ખેંચી 3ના જીવ બચાવ્યા:ભાવનગરના જેસર પાસે ગ્રામજનોએ મધરાત્રે દોરડાઓથી પાર પાડ્યું રેસ્ક્યૂ, રૂપાવટીના આશ્રમના મહંતનો જીવ બચ્યો

ભાવનગરના જેસરના રાણીગામ પાસે શેત્રુંજી નદીના પ્રવાહમાં એક ઈનોવા કાર ફસાઈ ગઈ હતી. રાત્રિના સમયે બનેલી આ ઘટનામાં કારમાં સવાર ત્રણ લોકો પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા. સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક મદદ માટે દોરડા વડે કારમાં ફસાયેલા લોકોને બચાવ કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ ગારિયાધારના રૂપાવટી ગામના આશ્રમની મહંત સહિત ત્રણેય વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી.
પાણીના પ્રવાહ ફસાયેલી ઇનોવાને જોતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠાં થયાં હતાં અને કારમાં સવાર તમામ લોકોને કારમાં દોરડું બાંધી ભારે જહેમત બાદ સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. ગ્રામજનોની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર
🎭 આજનું કાર્ટૂન

⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં
1.નેશનલ : રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી મળી:કોંગ્રેસે શાહને લેટર લખ્યો; ભાજપના પ્રવક્તાએ ટીવી પર કહ્યું હતું- છાતીમાં જ ગોળી ધરબી દઈશું વાંચો સંપૂર્ણ સમાચાર
2.ઈન્ટરનેશનલ : ભારતે ટેરરિસ્તાન કહીને બતાવ્યો અરીસો તો અકળાયું પાકિસ્તાન:UNમાં PAKએ કહ્યું- ભારત અમારુ નામ બગાડી રહ્યું છે; આ અમારા દેશનું અપમાન છે વાંચો સંપૂર્ણ સમાચાર
3.નેશનલ : આસામમાં મટક સહિત 6 આદિવાસી સમુદાય રસ્તા પર ઉતર્યા:તેઓ રાજ્યની વસ્તીના 12%; યુવાનોના હાથમાં આ આંદોલનની કમાન વાંચો સંપૂર્ણ સમાચાર
4.ઈન્ટરનેશનલ : ઇટાલીના PMની ઓટોબાયોગ્રાફી માટે મોદીએ પ્રસ્તાવના લખી:કહ્યું- આ મેલોનીની ‘મન કી બાત’; તેમનું જીવન આપણા માટે પ્રેરણાદાયી વાંચો સંપૂર્ણ સમાચાર
5. નોંધી રાખો : 2028 સુધીમાં 8મું પગારપંચ સંપૂર્ણપણે લાગુ થશે:2026થી 2 વર્ષનું એરિયર મળશે; બેઝિક સેલરી ₹18 હજારથી વધીને ₹44 હજાર થઈ શકે છે વાંચો સંપૂર્ણ સમાચાર
6.સ્પોર્ટ્સ : સૂર્યાએ કહ્યું- હું મારી મેચ ફીસ સશસ્ત્રો દળો-પહેલગામ પીડિતોને આપીશ:પાકિસ્તાની કેપ્ટન બોલ્યો- હાર પચાવવી મુશ્કેલ વાંચો સંપૂર્ણ સમાચાર
7.ધર્મ તહેવાર : શક્તિપૂજાનો ખાસ દિવસ- આજે દુર્ગાષ્ટમી: આવતીકાલે નૈવેદ્ય-હવનની તિથિ, ગોરણી જમાડવાની પણ પરંપરા; જાણો કન્યાપૂજનની પદ્ધતિ અને મુહૂર્ત વાંચો સંપૂર્ણ સમાચાર
🗣️ ચર્ચિત નિવેદન

😲 ખબર હટકે
ઇજિપ્તના રેસલરે 700 ટનનું જહાજ દાંતથી ખેંચ્યું

ઇજિપ્તના રેસલર અશરફ મહરૂસે 700 ટનનું જહાજ પોતાના દાંતથી ખેંચ્યું હતું. તે અગાઉ ટ્રેન અને ટ્રક ખેંચી ચૂક્યો છે. 44 વર્ષીય અશરફ 6 ફૂટથી વધુ ઊંચો છે અને તેનું વજન 155 કિલો છે. તે દરરોજ છ કલાક કસરત કરે છે અને દરરોજ 24 ઇંડા, બે મરઘીઓ અને 5 કિલો માછલી ખાય છે.
📸 ફોટો, જે પોતે સમાચાર છે

🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ
1. ભાસ્કર એક્સક્લૂસિવ : હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થતાં જ આધેડને સ્પોર્ટ્સ બાઇક-ટ્રેકિંગનો શોખ જાગ્યો:કોઈને ચાઇનીઝ, કોઈને કારેલાં તો કોઈને મીઠાઈઓ ભાવવા લાગી
2. ભાસ્કર ઈન્ટરવ્યૂ : ‘વિનુ શિંગાળાની પ્રતિમા સ્થાપવા સામે વાંધો નથી’:આ ગોંડલ કંઇ અમારા એકલાનું નથી, કર્મનું ફળ દરેકે ભોગવવું પડે-ગણેશની ચોખ્ખી વાત
3. ગ્રાઉન્ડ રિપોર્ટ : એકાએક ભારે પવન ફૂંકાયો અને આખું ગામ તહસનહસ થયું, નવસારીનાં મેઘતાંડવમાં ગ્રામજનોએ વાવાઝોડાની ભયાનક રાતની આપવીતી જણાવી
4. ભાસ્કર એક્સપ્લેનર : સાઉથના લોકો એક્ટર્સને ‘ભગવાન’ કેમ માને છે?:વિજયને નજીકથી જોવાના પ્રયાસમાં 40 લોકોનાં મોત; આ દીવાનગીનાં 6 મોટાં કારણો
5. મંડે મેગા સ્ટોરી : ઉજ્જડ રણમાં શું છુપાવી રહ્યું છે ચીન?:સેટેલાઇટ તસવીરોમાં દેખાયું અમેરિકા જેવું વૉરશિપ, ભારતથી માત્ર 300 કિમી દૂર; જાણો પૂરી કહાની
6. ગ્રાઉન્ડ રિપોર્ટ : બાબરીના સ્થાને ‘નવી-મસ્જિદ’ પર અયોધ્યાના મુસ્લિમો કેમ નારાજ?:કહ્યું, 6 વર્ષથી હવામાં વાતો, થયું કંઈ નહીં; ટ્રસ્ટે કહ્યું, નવેસરથી કામ કરીશું
7. આજનું એક્સપ્લેનર:શું 40 મોતનો જવાબદાર વિજય થલાપતિ, શું નાસભાગ રોકી શકાય એમ હતી, આગળ શું થશે; 6 જરૂરી સવાલોના જવાબ
🌍 કરંટ અફેર્સ

⏳ આજના દિવસનો ઈતિહાસ

📊 માર્કેટની સ્થિતિ

🌦️ મોસમનો મિજાજ

રાશિફળ
મંગળવારનું રાશિફળ:દુર્ગાષ્ટમીના દિવસે મેષ, કર્ક, કન્યા અને મીન રાશિના જાતકો પર માતાજીની કૃપા વરસશે… (વાંચો સંપૂર્ણ સમાચાર)