Divya Bhaskar Morning News Brief Pakistan blast india under 19 world cup champion


.

ગઈકાલના મોટા સમાચાર પાકિસ્તાનની મસ્જિદમાં બ્લાસ્ટ થવાના રહ્યા. આ દુર્ઘટનામાં 31 લોકોના મોત થયા છે. બીજા મોટા સમાચાર એ છે કે ભારત છઠ્ઠી વખત અંડર-19 વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું છે. આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર

1. PM મોદી બે દિવસ મલેશિયાની મુલાકાતે જશે. વડાપ્રધાન તરીકે આ તેમનો ત્રીજો મલેશિયા પ્રવાસ હશે.

2. ગૃહ મંત્રી અમિત શાહ ત્રણ દિવસ છત્તીસગઢના પ્રવાસે રહેશે. તેઓ નક્સલ વિરોધી અભિયાનની સમીક્ષા કરશે.

📰 કાલના મોટા સમાચારો

1. પાકિસ્તાનમાં શિયા મસ્જિદમાં જુમ્માની નમાજ દરમિયાન બ્લાસ્ટ:આત્મઘાતી હુમલામાં 31નાં મોત, 169 લોકોની હાલત ગંભીર; ઇસ્લામાબાદમાં ઇમરજન્સી

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદના શુક્રવાર(જુમ્મા)ની નમાઝ દરમિયાન શિયા મસ્જિદ (ઇમામબાડા)માં આત્મઘાતી હુમલો થયો. પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ મુજબ, આ હુમલામાં 31 લોકોનાં મોત થયા છે અને 169 લોકોની હાલત ગંભીર છે. જો કે અગાઉ પાક.મીડિયામાં 69 લોકોના મોત થયાના અહેવાલ જાણવા મળી રહ્યા હતા.

પોલીસ અને બચાવ સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ અભિયાન શરૂ કરી દીધું છે. હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે. ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે. ધમાકા બાદ ઇસ્લામાબાદના પોલીસ પ્રમુખે સમગ્ર શહેરમાં ઇમર્જન્સી જાહેર કરી દીધી. અધિકારીઓને આશંકા છે કે મૃત્યુઆંક વધી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર

2. ટીમ ઈન્ડિયા U19 વર્લ્ડ કપમાં છઠ્ઠીવાર ચેમ્પિયન:ઇંગ્લેન્ડને 100 રને હરાવ્યું; વૈભવ સૂર્યવંશીએ વિક્રમી 80 બોલમાં 175 રન ફટકાર્યા

ભારતે છઠ્ઠીવાર U-19 વર્લ્ડ કપ જીતી લીધો છે. શુક્રવારે ઈન્ડિયન ટીમે ઇંગ્લેન્ડ પર 100 રનથી શાનદાર જીત મેળવી હતી. હરારે સ્પોર્ટ્સ ક્લબમાં ભારતીય ટીમે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 411 રન બનાવ્યા હતા. ઈન્ડિયન ઓપનર વૈભવ સૂર્યવંશીએ 80 બોલમાં 15 ચોગ્ગા અને 15 છગ્ગાની મદદથી 175 રન બનાવ્યા હતા.

કેપ્ટન આયુષ મ્હાત્રેએ 53 રનની ઇનિંગ રમી હતી. ઇંગ્લેન્ડ તરફથી સેબેસ્ટિયન મોર્ગન અને એલેક્સ ગ્રીને 2-2 વિકેટ ઝડપી હતી. 412 રનના ટાર્ગેટને ચેઝ કરી રહેલી ઇંગ્લેન્ડની ટીમ 40.2 ઓવરમાં 311 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી આર.એસ અંબરીશે 3 વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડ માટે કાલેબ ફોલ્કનરે 115 રન બનાવ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર

3. AAP નેતા ગુરુદ્વારામાંથી નીકળ્યા ને મોત મળ્યું:મૂસેવાલા સ્ટાઇલમાં જલંધરમાં મર્ડર; શેરુ ગ્રુપના શાર્પ શૂટરોએ 6 ગોળી ધરબી દીધી; કોંગ્રેસે ભગવંત માનને નબળા CM ગણાવ્યા

પંજાબના જલંધરમાં આમ આદમી પાર્ટીના નેતા લક્કી ઓબેરોયની 6 ફેબ્રુઆરીની સવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી. તેઓ 53 વર્ષના હતા. સ્કૂટી પર આવેલા હુમલાખોરોએ તેમને 6 ગોળી મારી. 5 છાતીમાં અને એક ગોળી માથામાં વાગી. લક્કી ઓબેરોય મોડલ ટાઉન વિસ્તારમાં ગુરુદ્વારામાં માથું ટેકવવા આવ્યા હતા.

જેવા તેઓ ગુરુદ્વારામાંથી નીકળીને પોતાની થાર ગાડીમાં બેસવા લાગ્યા ત્યારે બદમાશોએ તેમના પર આડેધડ ગોળીબાર કર્યો. પરિવારજનો તેમને ગંભીર હાલતમાં મોડલ ટાઉનની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. અહીં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા. પરિવારને વિશ્વાસ ન થયો, તેથી તેઓ તેમને શહેરની શ્રીરામ હોસ્પિટલમાં લઈ ગયા. અહીં પણ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર

4. દિલ્હી જલ બોર્ડે ખોદેલા ખાડામાં બાઇક સવાર ખાબક્યો, મોત:પરિવારને હત્યાની શંકા, વિભાગ પર પણ બેદરકારીનો આરોપ લગાવ્યો

દિલ્હીમાં નિર્માણાધીન રસ્તા પર ખાડામાં પડી જવાથી મોટરસાયકલ સવારનું મૃત્યુ થયું. આ ખાડો દિલ્હી જલ બોર્ડે ખોદ્યો હતો. પોલીસે શુક્રવારે જણાવ્યું કે પશ્ચિમ દિલ્હીના જનકપુરી વિસ્તારમાં ગુરુવારે રાત્રે આ અકસ્માત થયો હતો. પીડિતના પરિવારે દિલ્હી જલ બોર્ડ (DJB) પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. પરિવારને શંકા છે કે તેમના પુત્રની હત્યા કરવામાં આવી છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસ દર્શાવે છે કે ખાડો DJBની કન્સ્ટ્રક્શન સાઇટ પર ખોદવામાં આવ્યો હતો અને તેને બેરિકેડ પણ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે ઘટના અંગે સવારે લગભગ 7 વાગ્યે કોલ મળ્યો હતો. તેમણે જણાવ્યું કે મૃતદેહ ખાડાની અંદર તેની મોટરસાયકલ સાથે મળ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર

5. મણિપુરમાં નવા ડેપ્યુટી સીએમના વિરોધમાં હિંસા ફાટી નીકળી:પ્રદર્શનકારીઓએ સુરક્ષા દળોને બેરકમાં ધકેલવાનો પ્રયાસ કર્યો; ટાયર સળગાવ્યા, પથ્થરમારો કર્યો

મણિપુરના ચુરાચાંદપુર જિલ્લામાં ગુરુવારે સાંજે હિંસા ફાટી નીકળી. નવા નાયબ મુખ્યમંત્રીઓ નેમચા કિપગેન અને લોસી દિખોના શપથ ગ્રહણ સામે વિરોધ પ્રદર્શન હિંસક બન્યું. જિલ્લાના તુઇબોંગ મેઈન માર્કેટ વિસ્તારમાં સેંકડો યુવા પ્રદર્શનકારીઓએ સુરક્ષા દળોને તેમની બેરેકમાં પાછા ધકેલવાનો પ્રયાસ કર્યો. જ્યારે સુરક્ષા દળોએ વાત માનવાનો ઇનકાર કર્યો, ત્યારે પથ્થરમારો શરૂ થયો.

કેટલાક લોકોએ રસ્તાની વચ્ચે ટાયર સળગાવ્યા. આદિવાસી સંગઠન જોઈન્ટ ફોરમ ઓફ સેવને કુકી- પ્રભુત્વ ધરાવતું ચુરાચંદપુરમાં શુક્રવારે સવારે 6 થી 12 કલાકના બંધનું એલાન કર્યું છે. જ્યારે, કેટલાક સંગઠનોએ નેમચા કિપગેન, ધારાસભ્યો એલએમ ખાઉતે, એન સેનાતેને મારનારને 20 અને 10-10 લાખનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર

6. ગુજરાત યુનિ.ના ગેસ્ટ હાઉસમાં 21 વર્ષીય વિદ્યાર્થિનીનો આપઘાત:NSS કેમ્પમાં આવેલી સ્ટુડન્ટે ગળે ફાંસો ખાધો, મૂળ બોટાદની યુવતી અમદાવાદની એલડી આર્ટ્સમાં ભણતી

ગુજરાત યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં એક વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. NSS કેમ્પમાં આવેલી 21 વર્ષીય મહેશ્વરી ખાચર નામની વિદ્યાર્થિનીએ NRI હોસ્ટેલ સામે આવેલા ગેસ્ટ હાઉસના રૂમની બારીમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. બનાવની જાણ થતાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

વિદ્યાર્થિનીએ કયા કારણતી આપઘાત કર્યો તેની તાપસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ મૂળ બોટદની વતની અને હાલ અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતી 21 વર્ષીય મહેશ્વરી ખાચર એલ.ડી. આર્ટ્સ કોલેજમાં થર્ડ યરમાં અભ્યાસ કરતી હતી. NSS કેમ્પ ચાલી રહ્યો હોવાથી વિદ્યાર્થિની યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં રોકાઈ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર

7. છરીના 30 ઘા મારીને હત્યા કરનાર વિદ્યાર્થીને આજીવન કેદ:શિક્ષકે ઠપકો આપ્યો તો ધો-10ના સ્ટુડન્ટે સ્કૂલ બંધ કરાવા પતાવી દીધો’તો, વડોદરા ચિલ્ડ્રન કોર્ટનો ચુકાદો

વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલ સ્કૂલમાં વર્ષ 2018માં બે દિવસ પહેલા જ અભ્યાસ કરવા માટે આવેલ વિદ્યાર્થી ઉપર સિનિયર વિદ્યાર્થીએ છરીના 30 ઘા મારીને હત્યા કરી નાખી હતી. આ કેસમાં ચિલ્ડ્રન કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. શિક્ષકે ઠપકો આપ્યો તો ધો-10ના સ્ટુડન્ટે સ્કૂલ બંધ કરાવા ધો. 9ના વિદ્યાર્થીને પતાવી દીધો હતો.

વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલી શાળામાં 22 જૂન 2018માં દેવ ભગવાનદાસ તડવીએ ધો-9માં એડમિશન લીધું હતું. એડમિશન લીધાના બે દિવસ બાદ જ શાળાના શૌચાલયમાં ધો-10માં અભ્યાસ કરતા સિનિયર વિદ્યાર્થીએ દેવ ઉપર ઉપરા છાપરી છાપરી ચાકુના 30 ઘા માર્યા હતા અને દેવની હત્યા કરી નાખી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર

🎭 આજનું કાર્ટૂન

⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં

1.નેશનલ : મોદીએ કહ્યું, પંચતંત્રની ગેમ બનાવો:’પરીક્ષા પે ચર્ચા’માં સ્ટુડન્ટને PMએ પાઠ ભણાવ્યા, કહ્યું- માર્ક્સની બીમારી ફેલાઈ ગઈ છે, તમને છેલ્લા વર્ષના ટોપર્સનાં નામ યાદ છે? વાંચો સંપૂર્ણ સમાચાર

2.ઈન્ટરનેશનલ : યુવતીઓને બળજબરીથી ગર્ભવતી કરાવી:જાતીય સંબંધો દરમિયાન મહિલાઓનું ગળું દબાવ્યું, મૃતદેહ ફાર્મ હાઉસમાં દફનાવ્યા; એપસ્ટીનની નવી ફાઇલોમાં દાવો વાંચો સંપૂર્ણ સમાચાર

3.નેશનલ : છત્તીસગઢ-મહારાષ્ટ્ર બોર્ડર પર 3 નક્સલવાદી ઠાર:ગઢચિરોલીમાં શહીદ જવાનને ગાર્ડ ઓફ ઓનર; પરિવારે અંતિમ વિદાય આપી વાંચો સંપૂર્ણ સમાચાર

4.ઈન્ટરનેશનલ : પાકિસ્તાની PM બોલ્યા- કાશ્મીર PAKનો હિસ્સો બનશે:કાશ્મીરીઓ સાથે મજબૂતીથી ઊભા છીએ, આ વિસ્તાર પાકિસ્તાનની લાઇફલાઇન છે વાંચો સંપૂર્ણ સમાચાર

5.બિઝનેસ : RBIની બેંકો સામે લાલ આંખ:લોન-રિકવરી એજન્ટોની દાદાગીરી નહીં ચાલે:ગ્રાહકોને ડરાવી-ધમકાવી શકશે નહીં, ડિજિટલ ફ્રોડ પર ₹25,000 વળતર મળશે વાંચો સંપૂર્ણ સમાચાર

6.સ્પોર્ટ્સ : હર્ષિત રાણા T20 વર્લ્ડ કપમાંથી બહાર:પ્રેક્ટિસ મેચમાં ઈજાગ્રસ્ત થયો, સિરાજનું 556 દિવસ પછી કમબેક; કાલે અમેરિકા સામે પહેલી મેચ વાંચો સંપૂર્ણ સમાચાર

7.ધર્મ તહેવાર જ્યોતિષ : પ્રેરક કથા:ઘણી વાર સફળતા તરત મળતી નથી, તેથી હાર ન માનો; ધીરજ રાખનાર વ્યક્તિ જ સફળ થાય છે વાંચો સંપૂર્ણ સમાચાર

🗣️ ચર્ચિત નિવેદન

😲 અજબ ગજબ

દુનિયાનો સૌથી લાંબો જંગલી સાપ

ઈન્ડોનેશિયામાં દુનિયાનો સૌથી લાંબો સાપ મળ્યો છે, જેને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યો છે. આ અજગર 23 ફૂટ 8 ઈંચ લાંબો છે. સામાન્ય રીતે આવા જંગલી સાપોની લંબાઈ 9 ફૂટથી 19 ફૂટની વચ્ચે હોય છે.

📸 ફોટો, જે પોતે સમાચાર છે

🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ

1. આજનું એક્સપ્લેનર: ‘2030 સુધીમાં ભારત સહિત દુનિયામાં 2.2 કરોડના મોત થશે’, તેમાં 54 લાખ બાળકો; અમેરિકા-બ્રિટન ટાળી શક્યા હોત, મદદ કેમ રોકી?

2. ફિલ્મી ફેમિલી : ‘બોર્ડર’ જોતાં થિયેટરમાં 59 લોકો જીવતા ભૂંજાયા: ડિરેક્ટરના ભાઈ ફાઇટર પ્લેન ક્રેશ થતાં શહીદ થયા, ‘સંદેશે આતે હૈ…’ના રેકોર્ડિંગમાં સંગીતકારના મોંમાંથી લોહી નીકળવા લાગ્યું

3. કોમનવેલ્થ પહેલાં આ સ્પોર્ટ્સ કોર્સ કરી લો, કરિયર બની જશે: મહિને 30 હજારથી 30 લાખ સુધીની આવક, 10થી 15 નવા કોર્સ કરીને વ્હાઇટ કોલર જોબ મળી જશે

4. ન બજેટમાં કાંઈ, ન કંપનીઓએ સાંભળ્યું; શું અમે રોબોટ છીએ?: ગિગ વર્કર્સ- એક્સિડન્ટ થાય તોપણ 12-13 કલાક કામ કરો; સરકાર આંધળી-બહેરી થઈ

5. બોલિવૂડ ક્રાઇમ ફાઇલ્સ : હિરોઇન દીકરીને પિતા જ પ્રોસ્ટિટ્યૂટ માનતા!: કંટાળેલી ‘બાલિકાવધૂ’ 2 બોટલ દારૂ પીને ફાંસે લટકી ગઈ, સેંથો પૂરેલી લાશ અને ગર્ભપાતે શંકાની સોય બોયફ્રેન્ડ તરફ વાળી

6. બાંગ્લાદેશથી ભાસ્કર હિન્દુ-બૌદ્ધ-ક્રિશ્ચિયન સંગઠન હસીનાનાં પાલતું કૂતરાં છે: સેક્યુલરિઝમ દૂર થશે, શરિયા નહીં આવે; યુનુસના સલાહકાર બોલ્યા, ભારત અમને ભુતાન ન સમજે

🌍 કરંટ અફેર્સ

⏳ આજના દિવસનો ઈતિહાસ

📊​​​​​​​ માર્કેટની સ્થિતિ

🌦️ મોસમનો મિજાજ

શનિવારનું રાશિફળ: મેષ રાશિના જાતકોના મિલકતના વિવાદો ઉકેલાશે, કન્યા રાશિના લોકોને અચાનક ધનલાભનો યોગ વાંચો સંપૂર્ણ રાશિફળ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *