Divya Bhaskar Morning News Brief PM Modi Congress Trump resort man shot dead


.

ગઈકાલના મોટા સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન સાથે જોડાયેલા રહ્યા. તેમણે કહ્યું કે દેશ પહેલેથી જ જાણે છે કે કોંગ્રેસવાળા નગ્ન છે. બીજા મોટા સમાચાર અમિતાભ બચ્ચનને પહેલો સાઉથ ફિલ્મફેર એવોર્ડ મળવા અંગેના રહ્યા હતા. આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર

1. સુપ્રીમ કોર્ટમાં સોનમ વાંગચુકની NSA (નેશનલ સિક્યુરિટી એક્ટ) હેઠળ દાખલ કરાયેલી અરજી પર સુનાવણી થશે.

2. મેટા અને વોટ્સએપની પ્રાઈવેસી પોલિસી અને 213 કરોડના દંડ સાથે જોડાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.

📰 કાલના મોટા સમાચારો

1. ‘કોંગ્રેસી પહેલાથી નગ્ન, તો પછી કપડાં ઉતારવાની જરૂર કેમ પડી’:કોંગ્રેસના શર્ટલેસ પ્રોટેસ્ટ પર મોદીનો પ્રહાર, ‘PM બનવું હોય તો લોકોના દિલ જીતો’; મેરઠમાં રેપિડ-મેટ્રો રેલનું ઉદ્ઘાટન

PM નરેન્દ્ર મોદીએ મેરઠ મેટ્રો અને નમો ભારત રેપિડ રેલને લીલી ઝંડી આપી હતી. તેમણે મેટ્રોમાં મુસાફરી કરી અને સ્કૂલના બાળકો અને ડોકટરો સાથે વાતચીત કરી. મોદીએ ₹12,930 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને મોહિઉદ્દીનપુરમાં એક જાહેર સભાને સંબોધી હતી.

જાહેર સભામાં સંબોધન કરતા મોદીએ AI સમિટમાં કોંગ્રેસ પાર્ટીના પ્રદર્શનની આકરી ટીકા કરી. મોદીએ કહ્યું- વિશ્વની સૌથી મોટી AI કોન્ફરન્સ ભારતમાં યોજાઈ હતી. આખો દેશ ગર્વ અનુભવતો હતો, પરંતુ કોંગ્રેસ પાર્ટી અને તેના ઇકોસિસ્ટમે શું કર્યું? તેમણે વૈશ્વિક કાર્યક્રમને ગંદા અને નગ્ન રાજકારણનો અખાડો બનાવી દીધો. વાંચો સંપૂર્ણ સમાચાર

2. ટ્રમ્પના રિસોર્ટમાં ગન લઈને ઘુસ્યો યુવક:હાથમાં ફ્યુઅલ કેન પણ હતું; સુરક્ષાકર્મીઓએ જોતાં જ ગોળી મારી, ઘટના સ્થળે મોત

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના માર-એ-લાગો રિસોર્ટમાં રવિવારે ઘૂસવાનો પ્રયાસ કરનાર એક યુવકને સુરક્ષાકર્મીઓએ ગોળી મારી દીધી. તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. ઘટના સમયે રાષ્ટ્રપતિ ટ્રમ્પ રાજધાની વોશિંગ્ટનમાં હતા.

રાષ્ટ્રપતિની સુરક્ષા કરતી એજન્સી સિક્રેટ સર્વિસે જણાવ્યું કે એક વ્યક્તિ ગેરકાયદેસર રીતે અંદર ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જ્યારે તેણે સુરક્ષિત વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો, ત્યારે સિક્રેટ સર્વિસના એજન્ટે તેને ગોળી મારી દીધી. જાણકારી અનુસાર, યુવક શોટગન જેવી બંદૂક અને ફ્યુઅલ કેન લઈને આવ્યો હતો. તેની ઉંમર 20 વર્ષ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર

3. T20 વર્લ્ડ કપમાં ભારતની સૌથી મોટી હાર:સુપર-8માં સાઉથ આફ્રિકાએ 76 રને હરાવ્યું; સેમિફાઈનલમાં પહોંચવા માટે હવે બાકીની બંને મેચ જીતવી પડશે

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો છે. રવિવારે તેને સાઉથ આફ્રિકાએ ત્રીજી સુપર-8 મેચમાં 76 રનના અંતરથી હરાવ્યું છે. આની સાથે જ ટુર્નામેન્ટમાં ભારતની જીતનો સિલસિલો પણ અટકી ગયો છે. આ પહેલા ઈન્ડિયાએ સતત 12 મેચ જીતી હતી.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આફ્રિકી ટીમે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી. ટીમે 20 ઓવરમાં 7 વિકેટ પર 187 રન બનાવ્યા. જવાબમાં ભારતીય ટીમ 18.5 ઓવરમાં 111 રન પર ઓલઆઉટ થઈ ગઈ. માર્કો યાન્સેને 4 વિકેટ ઝડપી. કેશવ મહારાજે 3 વિકેટ લીધી. કોર્બિન બોશને 2 અને એડન માર્કરમને એક વિકેટ મળી. શિવમ દુબેએ સૌથી વધુ 42 રન બનાવ્યા.

ડેવિડ મિલર પ્લેયર ઓફ ધ મેચ રહ્યો

સાઉથ આફ્રિકા તરફથી ડેવિડ મિલરે 35 બોલમાં 63 રનની ઇનિંગ્સ રમી હતી. તેણે ડેવાલ્ડ બ્રેવિસ સાથે મળીને 50 બોલમાં 97 રનની ભાગીદારી કરી હતી. શાનદાર પ્રદર્શન બદલ મિલરને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કર્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર…

4. ‘સ્લીપર સેલ’નો પર્દાફાશ:તમિલનાડુમાં છુપાયેલાં PAK આતંકીઓને દિલ્હી પોલીસે દબોચ્યા, દેશમાં મોટા ધડાકા કરવાનું પ્લાનિંગ હતું

દિલ્હી પોલીસે રવિવારે 8 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. જેમાંથી 6ની તમિલનાડુ અને 2ની પશ્ચિમ બંગાળમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તેઓ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી, ISI અને બાંગ્લાદેશી આતંકવાદી સંગઠનોના ઈશારે આતંકવાદી હુમલાઓનું કાવતરું ઘડી રહ્યા હતા.

શંકાસ્પદોમાં એક બાંગ્લાદેશી નાગરિકનો સમાવેશ થાય છે. તેમની પાસેથી 12થી વધુ મોબાઇલ ફોન અને 16 સિમ કાર્ડ મળી આવ્યા હતા. તમિલનાડુના તિરુપુરમાં 6શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી: મિઝાનુર રહેમાન, મોહમ્મદ શબાત, ઓમર, મોહમ્મદ લિટન, મોહમ્મદ શાહિદ અને મોહમ્મદ ઉજ્જલ. વાંચો સંપૂર્ણ સમાચાર…

5. અમિતાભ બચ્ચનને પહેલો સાઉથ ફિલ્મફેર એવોર્ડ મળ્યો:’કલ્કિ’ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકે સન્માનિત; અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’એ ધૂમ મચાવી

70મા ‘સાઉથ ફિલ્મફેર એવોર્ડ્સ’નું આયોજન શનિવારે કેરળના કોચીમાં થયું હતું. આ દરમિયાન અમિતાભ બચ્ચનને ફિલ્મ ‘કલ્કિ 2898 AD’ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટર મેલ (તેલુગુ)નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ તેમનો પહેલો ‘સાઉથ ફિલ્મફેર એવોર્ડ’ છે. પ્રભાસ સ્ટારર ફિલ્મમાં ‘બિગ બી’એ અશ્વત્થામાનો રોલ ભજવ્યો હતો. ફિલ્મ ‘કલ્કિ 2898 AD’ 27 જૂન 2024 ના રોજ રિલીઝ થઈ હતી.

ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા મેળવીને દુનિયાભરમાં ₹1,000 કરોડથી વધુની કમાણી કરી હતી. ‘ફિલ્મફેર એવોર્ડ્સ સાઉથ (તેલુગુ) 2026’માં ફિલ્મે બે એવોર્ડ જીત્યા, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (મેલ) નો એવોર્ડ અમિતાભ બચ્ચને જીત્યો, જ્યારે બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇનનો એવોર્ડ નિતિન જિયાની ચૌધરીને મળ્યો. વાંચો સંપૂર્ણ સમાચાર

6. અમદાવાદ સિવિલમાં શાહરૂખને ટોઇલેટ કરાવ્યું ને 21 લાખનું સોનું નીકળ્યું:અબુ ધાબીથી આવેલા પેસેન્જરના શરીરમાંથી 135 ગ્રામ સોનાની ત્રણ કેપ્સ્યુલ મળી

અબુ ધાબીથી અમદાવાદ આવેલી એર અરેબિયા ફ્લાઇટમાં આવેલા શાહરૂખ નામના પેસેન્જરના શરીરમાંથી 21 લાખથી વધુની કિંમતની સોનાની કેપ્સ્યુલ કસ્ટમ વિભાગના એર ઇન્ટલિજન્ટ યુનિટ દ્વારા કબજે કરવામાં આવી છે. આ અગાઉ યુગાન્ડાની મહિલાના શરીરમાં છુપાવેલી હેરોઇન ભરેલી 79 કેપ્સ્યુલ કબજે કરવામાં આવી હતી.

આ કેસમાં તાજેતરમાં જ કોર્ટ દ્વારા મહિલા આરોપીને વીસ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ત્યાં વળી આવો જ કેસ કસ્ટમ વિભાગના અધિકારીઓએ પકડી પાડ્યો છે. 19 ફેબ્રુઆરી 2026ના રોજ અમદાવાદ કસ્ટમ્સના AIU અધિકારીઓએ એર અરેબિયા ફ્લાઇટ નં. 3L 111 દ્વારા અબુ ધાબીથી અમદાવાદ આવી રહેલા શાહરૂખ નામના એક પેસેન્જરને અટકાવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર

7. મહેસાણામાં જાવેદે ‘રાહુલ’ બની યુવતીને બ્લેકમેલ કરી ગેસ્ટ હાઉસમાં બોલાવી:રંગેહાથ ઝપડાઈ જતાં ટોળાએ અધમૂઓ કરી નાખ્યો, પિતા વચ્ચે પડતાં તેઓને પણ માર્યા; દુષ્કર્મનો ગુનો દાખલ

મહેસાણાના ખેરાલુ તાલુકાના એક ગામની 20 વર્ષીય યુવતી પર મોહમદ જાવેદ નામના યુવકે ‘રાહુલ પટેલ’ નામ ધારણ કરી દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. આરોપીએ યુવતીના ફોટો-વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને ગેસ્ટ હાઉસમાં બોલાવી હતી.

અહીં રંગેહાથ ઝડપાઈ જતાં ટોળાએ જાવેદને બેફામ માર મારી બેભાન કરી નાખ્યો હતો. વચ્ચે પડેલા તેના પિતાને પણ ટોળાએ ઢીક્કા-પાટુનો માર માર્યો હતો. આ મામલે યુવતીએ દુષ્કર્મની અને યુવકના ભાઈએ મારામારીની ખેરાલુ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર

🎭 આજનું કાર્ટૂન

⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં

1.નેશનલ : ધર્મગુરુ પર ‘POCSO’નો ગાળિયો:અવિમુક્તેશ્વરાનંદ વિરુદ્ધ બાળકોના યૌન શોષણના મામલે FIR; શંકરાચાર્યએ કહ્યું- કેસ કરનાર હિસ્ટ્રીશીટર, સત્ય સામે આવશે વાંચો સંપૂર્ણ સમાચાર

2.ઈન્ટરનેશનલ : પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક:એક જ પરિવારના 16 લોકોનાં મોત; PAKએ કહ્યું- TTPના સાત કેમ્પને ટાર્ગેટ કર્યા, આત્મઘાતી હુમલાનો બદલો લીધો વાંચો સંપૂર્ણ સમાચાર

3.નેશનલ : જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ:જૈશના 3 આતંકીઓ ઘેરાયા; 18 દિવસ પહેલા પણ એક આતંકવાદીને ઠાર કરાયો હતો વાંચો સંપૂર્ણ સમાચાર

4.ઈન્ટરનેશનલ : ટેરિફમાં ફેરફારથી ભારત-અમેરિકા ટ્રેડ ડીલ બેઠક ટળી:રિવ્યુ પછી નવી તારીખ નક્કી થશે, કરાર પર કાયદેસર મહોર લાગવાની હતી હવે વિલંબની શક્યતા વાંચો સંપૂર્ણ સમાચાર

5.બિઝનેસ : આ અઠવાડિયે બજાર માટે 3 મોટા ટ્રિગર:GDP ડેટા અને ટ્રમ્પ ટેરિફ પર નજર; નિફ્ટી માટે 25,900નું લેવલ પાર કરવું જરૂરી વાંચો સંપૂર્ણ સમાચાર

6.સ્પોર્ટ્સ : T20 વર્લ્ડ કપમાં 12 મેચ જીત્યા બાદ ભારતની હાર:સુપર-8માં સાઉથ આફ્રિકાએ 76 રને હરાવ્યું; નંબર-1 રેન્કિંગ બેટર અભિષેક શર્મા ફરી નિષ્ફળ ગયો વાંચો સંપૂર્ણ સમાચાર

7.ધર્મ તહેવાર જ્યોતિષ : મંગળ-શુક્રની યુતિ:હોળી પહેલાં ‘ધનશક્તિ રાજયોગ’ રચાશે; મિથુન-મકર સહિત ચાર રાશિઓ માટે ખુલશે કુબેરના ભંડાર વાંચો સંપૂર્ણ સમાચાર

🗣️ ચર્ચિત નિવેદન

😲 અજબ ગજબ

અન્ડરવેર લાવવા માટે 50 અધિકારીઓની ડ્યુટી

પ્રયાગરાજમાં BSNLના ડાયરેક્ટર વિવેક બંજલની આગતાસ્વાગતા માટે 50 અધિકારીઓની ડ્યુટી લગાવવામાં આવી હતી. આ અધિકારીઓને બ્રેકફાસ્ટ અને લંચની સાથે-સાથે ડાયરેક્ટર માટે અન્ડરવેર સુધીની વ્યવસ્થા કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. જોકે, સોશિયલ મીડિયા પર લોકોની ટીકા અને વિરોધ બાદ આ નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.

📸 ફોટો, જે પોતે સમાચાર છે

🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ

1. આજનું એક્સપ્લેનર:પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક, તાલિબાને બદલો લેવાના સોગંદ ખાધા; જૂના સાથીઓમાં આટલી દુશ્મની કેવી રીતે થઈ?

2. સન્ડે બિગ સ્ટોરી : ગયા વર્ષે પાસ, આ વર્ષે નાપાસ!: પોલીસ ભરતીમાં કેટલાક ઉમેદવારોની હાઇટ ઘટી ગઇ, 3 વાર માપી તો ત્રણેય વાર અલગ માપ

3. ખાખી કવર : એક પેગ માટે જીવ લીધો, આજે દેશનો વ્હિસ્કી કિંગ છે!: 300 લોકોની સામે ગોળી મારી, છતાં ‘નો વન કિલ્ડ જેસિકા’, દારૂની બોટલ પર જેસિકાની બિંદી છે?

4. ભાસ્કર એક્સપ્લેનર : સગી માતાએ તરછોડ્યો, ત્યારે રમકડું બની ગયું ‘મા’: સોશિયલ મીડિયા પર વાઇરલ જાપાનના વાંદરા ‘પંચ-કુન’ની દર્દભરી કહાની

5. જૈશની મહિલા જિહાદી બ્રિગેડ, ભારત માટે નવો ખતરો: ઓપરેશન સિંદૂર પછી મસુદ અઝહરે નિયમો બદલ્યા, દિલ્હી બ્લાસ્ટ પહેલું એસાઈન્ટમેન્ટ

6. સન્ડે જઝબાત: છોકરો સમજીને મહિલા ટોયલેટમાંથી ખેંચીને બહાર કાઢી: પહેલવાન છું, તૂટેલા કાન; કદ-કાઠી જોઈને લોકો કહે છે- ‘છોકરા જેવી લાગે છે, લગ્ન નહીં થાય’

🌍 કરંટ અફેર્સ

⏳ આજના દિવસનો ઈતિહાસ

🌦️ મોસમનો મિજાજ

સોમવારનું રાશિફળ: વૃષભ રાશિની નાણાકીય સ્થિતિ સુધરશે, કુંભ જાતકો માટે જમીનમાં રોકાણ કરવાનો શ્રેષ્ઠ દિવસ વાંચો સંપૂર્ણ રાશિફળ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *