Divya Bhaskar Morning News Brief Putin will come to India today | મોર્નિંગ ન્યૂઝ બ્રીફ: મોદીને AI વીડિયોમાં ચા વેચતા બતાવાયા, વિવાદ; છત્તીસગઢમાં 12 નક્સલી ઠાર, 3 જવાન શહીદ; તથ્ય પટેલને 10 વર્ષની સજા થઈ શકે – Gujarat News


.

ગઈકાલના મોટા સમાચાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના AI વીડિયો પર થયેલા વિવાદ સાથે સંબંધિત હતા. બીજા મોટા સમાચાર છત્તીસગઢમાં 12 નક્સલવાદીઓના માર્યા જવાની ઘટનાના હતા.

⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર

1. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસની ભારત મુલાકાતે આવશે.

2. તમિલનાડુમાં ચાલી રહેલા SIR વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.

📰 કાલના મોટા સમાચારો

1. કોંગ્રેસે હીરાબા પછી ફરી એકવાર મોદીનો AI વીડિયો પોસ્ટ કર્યો:આ વખતે ‘ચા’વાળા બતાવ્યા; ચાય બોલો, ચાય…, ભાજપે કહ્યું, આ ખૂબ જ શરમજનક, જનતા માફ નહીં કરે

કોંગ્રેસે બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચા વેચતો એક AI જનરેટેડ વીડિયો પોસ્ટ કર્યો છે. આમાં PMને ચાવાળા તરીકે દર્શાવવામાં આવ્યા છે. તેમના હાથમાં ચાની કીટલી છે, બીજા હાથમાં ગ્લાસ છે.

વીડિયોમાં મોદીને જોર-જોરથી ‘ચા બોલો, ચા-ચા જોઈએ’ બોલતા દર્શાવવામાં આવ્યા છે. AI વીડિયોમાં PM રેડ કાર્પેટ પર ચાલી રહ્યા છે. તેમની પાછળ ભારત સહિત અનેક દેશોના ઝંડા લાગેલા છે. આમાં ભાજપનો પણ ઝંડો છે. આ AI વીડિયો કોંગ્રેસનાં પ્રવક્તા ડો. રાગિણી નાયકે પોસ્ટ કર્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર

2. 7 એરપોર્ટ પર ઇન્ડિગોની 100 ફ્લાઇટ કેન્સલ:ક્યાંક ટેકનિકલ કારણ તો ક્યાંક ક્રૂની કમી, ઠીક થવામાં 48 કલાક લાગશે; DGCAએ જવાબ માગ્યો

દેશના 8 એરપોર્ટ પર ટેકનિકલ ખામી અને ક્રૂ મેમ્બર્સની અછતને કારણે 100થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. ઈન્ડિગો એરલાઇને જણાવ્યું હતું કે ખરાબ હવામાન, સિસ્ટમમાં ગડબડી અને સ્ટાફ સાથે જોડાયેલા નવા નિયમોને કારણે ફ્લાઇટ્સ પર અસર પડી છે. 48 કલાકમાં સ્થિતિ સામાન્ય થઈ જશે. જ્યારે, DGCA (નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય) એ ઈન્ડિગો પાસેથી જવાબ માંગ્યો છે, કારણ કે નવેમ્બરમાં 1272 ફ્લાઇટ્સ રદ થઈ છે.

નવા નિયમો લાગુ થયા છે: DGCA એ પાયલટો માટે નવા નિયમો લાગુ કર્યા છે. 1 નવેમ્બરથી નિયમો બદલાયા પછી ખાસ કરીને ઈન્ડિગોની ફ્લાઇટ્સ પર અસર જોવા મળી છે. હવે પાયલટોને દર અઠવાડિયે 48 કલાકનો આરામ આપવો જરૂરી છે અને રાત્રે લેન્ડિંગની સંખ્યા 6 થી ઘટાડીને 2 કરી દેવામાં આવી છે.. વાંચો સંપૂર્ણ સમાચાર

3. ઈન્ડિયાની સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝ માટે ટીમ જાહેર:હાર્દિક અને ગિલ કમબેક કરશે; રાયપુરમાં T20 વર્લ્ડ કપ માટે ભારતની જર્સી લોન્ચ

સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝ માટે BCCIએ ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. જસપ્રીત બુમરાહને વન-ડેમાંથી આરામ આપીને T20માં સામેલ કરવામાં આવ્યો. હાર્દિક પંડ્યા અને શુભમન ગિલની પણ ટીમમાં વાપસી થઈ. T20 સિરીઝ 9 ડિસેમ્બરથી શરૂ થશે. BCCIએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ અંગેની જાણકારી આપી. બુધવારે જ રાયપુરમાં બોર્ડે T20 વર્લ્ડ કપ માટે જર્સી પણ લોન્ચ કરી.

વાંચો સંપૂર્ણ સમાચાર

4. નવા ફોનમાં સંચાર સાથી એપ્લિકેશન નહીં હોય:સરકારે પ્રી-ઇન્સ્ટોલેશનનો આદેશ પાછો ખેંચ્યો; વિપક્ષે કહ્યું હતું, આનાથી જાસૂસી થઈ શકે છે

કેન્દ્ર સરકારે મોબાઇલ ફોન પર સંચાર સાથી એપના પ્રી-ઇન્સ્ટોલેશન (પહેલેથી ડાઉનલોડ)ના નિર્ણયને પાછો ખેંચી લીધો છે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે માત્ર એક દિવસમાં પોતાની મરજીથી એપ ડાઉનલોડ કરનારાઓની સંખ્યામાં 10 ગણો વધારો થયો છે. સંચાર સાથી એપની વધતી લોકપ્રિયતાને જોતાં સરકારે મોબાઇલ બનાવતી કંપનીઓ માટે પ્રી-ઇન્સ્ટોલેશનની અનિવાર્યતા સમાપ્ત કરી દીધી છે.

બીજી તરફ, કેન્દ્ર સરકારે બુધવારે લોકસભામાં જણાવ્યું હતું કે સંચાર સાથી એપથી જાસૂસી કરવી ન તો શક્ય છે, ન તો જાસૂસી થશે. કેન્દ્રીય સંચારમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ એપને લઈને કોંગ્રેસનેતા દીપેન્દ્ર સિંહ હુડ્ડાના સવાલોના જવાબમાં કહ્યું હતું કે ફીડબેકના આધારે મંત્રાલય એપ ઇન્સ્ટોલ કરવાના આદેશમાં ફેરફાર કરવા તૈયાર છે. વાંચો સંપૂર્ણ સમાચાર

5. છત્તીસગઢમાં 12 નક્સલીઓ ઠાર, 3 જવાન શહીદ, 2 ઘાયલ:PM મોદી-શાહની સ્ટ્રેટજીના ચોથા દિવસે મોટું એન્કાઉન્ટર, તમામ નક્સલીઓના મૃતદેહ અને હથિયારો જપ્ત

છત્તીસગઢમાં દંતેવાડા-બીજાપુર બોર્ડર પર જવાનોએ 12 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. તમામ મૃતદેહો મળી આવ્યા છે. માર્યા ગયેલા નક્સલવાદીઓની સંખ્યા વધી શકે છે. જ્યારે એન્કાઉન્ટરમાં DRGના 3 જવાન શહીદ થયા છે અને 2 ઘાયલ થયા છે. બસ્તર રેન્જના IG સુંદરરાજ પી.એ પુષ્ટિ કરી છે.

બસ્તર રેન્જના IG સુંદરરાજ પી.એ જણાવ્યું કે એન્કાઉન્ટરમાં બીજાપુર DRGના જવાન હેડ કોન્સ્ટેબલ મોનુ વડારી, રમેશ સોડી અને કોન્સ્ટેબલ દુકારુ ગોંડે શહીદ થયા. ગંગાલૂર પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલોમાં જવાનોની ટીમ સતત સર્ચ કરી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર

6. ઈસ્કોન બ્રિજ કેસમાં તથ્ય પટેલને 10 વર્ષની સજા થઈ શકે:સાપરાધ મનુષ્ય વધની કલમમાંથી મુક્તિ આપવાનો હાઈકોર્ટનો ઈન્કાર, પિતાને મુક્તિ અપાઈ

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. તથ્ય પટેલ અને તેના પિતા દ્વારા સાપરાધ મનુષ્ય વધની કલમમાંથી ડિસ્ચાર્જ આપવા માટે ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી રિવિઝન અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે તથ્ય પટેલને મુક્તિ આપવાનો ઈન્કાર કર્યો છે. જ્યારે તેના પિતાને મુક્તિ આપવામાં આવી છે. સાપરાધ મનુષ્ય વધની કલમ અંતર્ગત તથ્ય પટેલને 10 વર્ષની સજા થઈ શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર

7. તસ્કરો છાના પગે આવી માતાજીના આભૂષણો ચોરી ગયા, CCTV:એક ધ્યાન રાખવા ઊભો રહ્યો, બીજો અંદર જઈ ચાંદીનું છત્ર ખેંચી ગયો, મહેસાણામાં અઠવાડિયામાં બે ઘટના

મહેસાણા તાલુકાના વીરતા ગામે ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે, જેમાં ગત રાત્રિના 12 વાગ્યાના અરસામાં બે તસ્કરો ગામમાં આવેલા વેરાઈ માતાજીના મંદિરમાં ઘૂસ્યા હતા અને ગર્ભગૃહના બંધ દરવાજાનાં તાળાં તોડીને માતાજીને અર્પણ કરાયેલા લાખોના આભૂષણો, ચાંદીનું છત્ર અને કીમતી પાદુકાઓની ચોરી કરી ગયા હતા.

આ ચોરીની સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા CCTVમાં કેદ થઈ છે, જેમાં એક તસ્કર બહાર વોચ રાખતો અને બીજો તસ્કર નકાબ બાંધીને અંદર ચોરી કરતો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. એક જ અઠવાડિયામાં બે ચોરીની ઘટના સામે આવતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. વાંચો સંપૂર્ણ સમાચાર

🎭 આજનું કાર્ટૂન

⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં

1.નેશનલ : છત્તીસગઢમાં 12 નક્સલીઓ ઠાર, 3 જવાન શહીદ, 2 ઘાયલ:PM મોદી-શાહની સ્ટ્રેટજીના ચોથા દિવસે મોટું એન્કાઉન્ટર, તમામ નક્સલીઓના મૃતદેહ અને હથિયારો જપ્ત વાંચો સંપૂર્ણ સમાચાર

2.ઈન્ટરનેશનલ : પુતિને કહ્યું-જો યુરોપ યુદ્ધ ઈચ્છે છે તો રશિયા તૈયાર છે:પૂરી તાકાતથી જવાબ આપીશું, તેમની એવી હાર થશે કે કોઈ બચશે નહીં વાંચો સંપૂર્ણ સમાચાર

3.નેશનલ : પાણીપતમાં 4 બાળકોની હત્યા, સાયકો કિલર મહિલા અરેસ્ટ:પોતાના દીકરાને પણ પાણીમાં ડુબાડ્યો; સુંદર દેખાતા બાળકોને નિશાન બનાવતી હતી વાંચો સંપૂર્ણ સમાચાર

4.ઈન્ટરનેશનલ : ભારત-રશિયા એકબીજાના મિલિટરી બેઝનો ઉપયોગ કરી શકશે:રક્ષા કરારને રશિયન સંસદની મંજૂરી, પુતિનની ભારત મુલાકાત પહેલાં જાહેરાત વાંચો સંપૂર્ણ સમાચાર

5.આ નોંધી રાખો : નવી આધાર એપમાં ઘેરબેઠાં એડ્રેસ-નામ બદલી શકશો:મોબાઇલ નંબર બદલવાની સુવિધા શરૂ; કોઈ ડોક્યુમેન્ટની જરૂર નહીં વાંચો સંપૂર્ણ સમાચાર

6.સ્પોર્ટ્સ : કોહલી 15 વર્ષ બાદ વિજય હજારે ટ્રોફી રમશે:DDCAને ફોન કરીને જાણકારી આપી; 24 ડિસેમ્બરથી ટૂર્નામેન્ટ શરૂ થશે વાંચો સંપૂર્ણ સમાચાર

7.ધર્મ તહેવાર જ્યોતિષ : આજે માગશર પૂર્ણિમા:પુરાણો પ્રમાણે પૂજા-દાન કરવાથી 32 ગણુ ફળ પ્રાપ્ત થાય છે, જાણો પૂજા-વિધિ અને મંત્ર વાંચો સંપૂર્ણ સમાચાર

🗣️ ચર્ચિત નિવેદન

😲 ખબર હટકે

મહિલાઓના ડરથી 55 વર્ષ સુધી એકલો રહ્યો વ્યક્તિ

રવાન્ડાનો એક વ્યક્તિ મહિલાઓના ડરને કારણે 55 વર્ષથી એકલો રહી રહ્યો છે. 16 વર્ષની ઉંમરે તેણે નક્કી કર્યું હતું કે, તે મહિલાઓથી દૂર રહેશે. આ પછી તેણે માટીના એક નાના ઘરમાં પોતાનું આખું જીવન વિતાવ્યું. વાસ્તવમાં, આ વ્યક્તિને ગાયનોફોબિયા (Gynophobia) નામની એક બીમારી છે, જેમાં વ્યક્તિને મહિલાઓથી ડર લાગે છે.

📸 ફોટો, જે પોતે સમાચાર છે

🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ

1. ભાસ્કર એક્સક્લૂસિવ: ‘લાલો’ શૂટ થયું એ ઘરના માલિકની દારુણ સ્થિતિ:’100 કરોડની કમાણી કરી, પણ અમને કંઈ ન આપ્યું, શૂટિંગ સમયે માસી માસી કરતાં; હવે સામું નથી જોતા’

2. IPS ડાયરીઝ-3 : કિડનેપરને પકડવા ગોળીબાર થયો:બે જિલ્લા ફેંદી અઠવાડિયે બાળકને હેમખેમ પાછું લવાયું, પોલીસે ગોળીએ વીંધી કિડનેપરને જીવતો પકડ્યો

3. 3 દિવસ ક્રાઇમ બ્રાંચને ઊઠાં ભણાવ્યાં, રિક્ષાવાળાની ટિપ કામ કરી:પોણા કલાકના ઘટનાક્રમનો તાળો મળ્યો અને મિત્રએ ગુનો કબૂલ્યો, ઘરેણાં પહેરવાનો શોખ બન્યો મોતનું કારણ

4. 11 વખત ધારાસભ્ય-સાંસદ રહેલા આઝમ ખાન હવે કેદી નંબર 425:50 મહિના જેલ, 55 દિવસ જામીન, ફરી જેલ; રામપુરના લોકોએ કહ્યું, યોગી દયા કરે

5. Editor’s View: પાકિસ્તાને ગુજરાત-રાજસ્થાન માગ્યાં:નેપાળે નવી લીટી દોરી, બાંગ્લાદેશમાં ભારતના ટૂકડા કરવાની વાત, ચીનના ઇશારે ત્રણ પાડોશીઓનો ખતરનાક પ્લાન

🌍 કરંટ અફેર્સ

⏳ આજના દિવસનો ઈતિહાસ

📊​​​​​​​ માર્કેટની સ્થિતિ

🌦️ મોસમનો મિજાજ

ગુરુવારનું રાશિફળ:મિથુન જાતકોને લાભદાયી ગ્રહ સ્થિતિ બનેલી છે; સિંહ જાતકોને નાણાકીય લેવડ-દેવડમાં વિવાદની સ્થિતિથી સાચવવું વાંચો સંપૂર્ણ રાશિફળ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *