Donald Trump Slams Time Magazine Cover Photo, Worst Picture | ટાઈમ મેગેઝિનના કવર પર પોતાનો ફોટો જોઈ ટ્રમ્પ ભડક્યા: કહ્યું- મારા માથાના વાળ ગાયબ કરી દીધા, કોઈ વિચિત્ર વસ્તુ મૂકી દીધી, મને આ એંગલવાળા ફોટા ગમતા જ નથી
વોશિંગ્ટન ડીસી2 કલાક પેહલા
- કૉપી લિંક

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટાઈમ મેગેઝિનના કવર પર છપાયેલા પોતાના ફોટા પર નારાજગી વ્યક્ત કરી છે અને તેને તેમણે જોયેલી સૌથી ખરાબ તસવીર ગણાવી છે.
ટ્રમ્પે સોમવારે પોતાની નારાજગી ટ્રુથ સોશિયલ પર જણાવી. કહ્યું- ટાઈમે તેમના વિશે એક સારો લેખ લખ્યો છે, પરંતુ કદાચ અત્યાર સુધીની સૌથી ખરાબ તસવીર પ્રકાશિત કરી છે.
ટ્રમ્પે આગળ લખ્યું-
ફોટામાં મારા વાળ ગાયબ કરી દીધા છે અને માથા ઉપર એક વિચિત્ર તરતી વસ્તુ રાખવામા આવી છે જે નાના મુગટ જેવી દેખાય છે. તે ખૂબ જ વિચિત્ર છે.

ટ્રમ્પે કહ્યું- મને નીચેના એંગલથી ફોટા લેવાનું ગમતું જ નથી, પરંતુ આ ખૂબ જ ખરાબ ફોટો છે અને તેની જાણ કરવી જરૂરી છે જેથી તેઓ જાણી શકે કે તેઓ શું કરી રહ્યા છે.

ફોટાને ટ્રમ્પની જીત તરીકે રજૂ કર્યો
ટાઈમ મેગેઝિનના કવર ફોટોમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ આત્મવિશ્વાસપૂર્વક આગળ જોઈ રહ્યા છે, તેનું શીર્ષક ‘હિઝ ટ્રાયમ્ફ’ છે. એટલે કે તેમની જીત.
એરિક કોર્ટેલ્સાએ આ સ્ટોરી લખી છે. આને મધ્ય પૂર્વમાં ટ્રમ્પની જીત તરીકે રજૂ કરવામાં આવી રહી છે.
ટાઇમે ગાઝા યુદ્ધ રોકવા બદલ ટ્રમ્પની પ્રશંસા કરી
ટાઈમે પોતાની સ્ટોરીમાં લખ્યું છે કે ટ્રમ્પ હંમેશા માનતા આવ્યા છે કે કોઈપણ સમસ્યાનું નિરાકરણ ‘ધ આર્ટ ઓફ ધ ડીલ’ દ્વારા કરી શકાય છે. તેમણે 1987માં આ નામથી એક પુસ્તક પણ લખ્યું છે.
ટ્રમ્પ દ્રઢપણે માને છે કે દરેક સંઘર્ષ, ભલે ગમે તેટલો જટિલ હોય, સંવાદ દ્વારા ઉકેલી શકાય છે. તેમણે આનો પ્રયાસ વ્યવસાયમાં અને પછી રાજકારણમાં કર્યો છે.
તેથી જ્યારે તેમણે ઇઝરાયલ અને હમાસ વચ્ચેના ગાઝા યુદ્ધને સમાપ્ત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જે તેમના બીજા કાર્યકાળના સૌથી મુશ્કેલ કાર્યોમાંનું એક હતું, ત્યારે તેમણે કોઈ રાજદ્વારી કે જનરલની મદદ લીધી નહીં.
તેના બદલે ટ્રમ્પે બે લોકોને પસંદ કર્યા જે તેમની ભાષા બોલતા હતા. સ્ટીવ વ્હિટકોફ, એક રિયલ એસ્ટેટ ડેવલપર જે ખાસ દૂત બન્યા, અને જેરેડ કુશનર તેમના જમાઈ, જેમનો મધ્ય પૂર્વમાં વ્યાપક પ્રભાવ હતો.
ટાઈમે લખ્યું છે કે, આ ઇઝરાયલ-હમાસ કરાર ટ્રમ્પના બીજા કાર્યકાળની એક મોટી સિદ્ધિ બની શકે છે. મધ્ય પૂર્વ માટે એક મોટા ગેમ ચેન્જર પણ સાબિત થઈ શકે છે.
પોપ ફ્રાન્સિસની તસવીર જોઈને ટ્રમ્પ ગુસ્સે થયા હતા
ટ્રમ્પ અગાઉ ટાઇમ મેગેઝિન પ્રત્યે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. 2013માં જ્યારે પોપ ફ્રાન્સિસ ટાઇમ મેગેઝિનના કવર પર દેખાયા ત્યારે તેઓ ગુસ્સે થયા હતા. તેમણે કહ્યું હતું કે મેગેઝિન એક મજાક છે અને ખરાબ સ્ટંટ ભજવે છે.
ટ્રમ્પે ભવિષ્યવાણી કરી હતી કે ટાઇમ ન્યૂઝવીક મેગેઝિનની જેમ ખતમ થશે. ત્રણ વર્ષ પછી જ્યારે ટ્રમ્પને પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા, ત્યારે તેમણે પોતાનો આનંદ વ્યક્ત કરતા કહ્યું કે તે એક સન્માનની વાત છે. તેમણે કહ્યું કે તેઓ ટાઇમ મેગેઝિન વાંચીને મોટા થયા છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ મેગેઝિન છે.

આ ફોટો 1989માં ડોનાલ્ડ ટ્રમ્પનો છે, તે જ વર્ષે તેઓ પહેલીવાર ટાઇમ મેગેઝિનના કવર પર દેખાયા હતા. ટાઇમ સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું હતું કે, દુનિયામાં કોઈ તેમના જેટલી મહેનત કરતું નથી.
ટ્રમ્પને ટાઇમ મેગેઝિનના કવર પર 47 વખત દર્શાવવામાં આવ્યા
ટ્રમ્પ ટાઇમ મેગેઝિનના કવર પર 47 વખત દેખાયા છે. તેમને બે વાર ટાઇમના પર્સન ઓફ ધ યર તરીકે નામ આપવામાં આવ્યું છે. તેમને પહેલીવાર 2016માં અને ફરીથી 2024માં રાષ્ટ્રપતિ બન્યા પછી પસંદ કરવામાં આવ્યા હતા.
ટ્રમ્પ પહેલીવાર 16 જાન્યુઆરી, 1989ના રોજ ટાઈમ મેગેઝિનના કવર પેજ પર દેખાયા હતા. મેગેઝિનની હેડલાઈન હતી, ‘આ માણસ તમને ઈર્ષ્યાથી હરાવી શકે છે અથવા ફક્ત નાપસંદ કરી શકે છે. દેખાડો કરવો તેનો ખેલ છે… અને ટ્રમ્પ તેનું નામ છે.’
2017માં ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે ટાઇમ મેગેઝિનના કવર પર સૌથી વધુ વખત દેખાવાનો રેકોર્ડ બનાવ્યો છે. જોકે, તેમનો દાવો ખોટો હતો. ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સન ટાઇમ મેગેઝિનના કવર પર સૌથી વધુ 55 વખત દેખાયા છે.

ટ્રમ્પે અગાઉ આ ફોટા પર નારાજગી વ્યક્ત કરી હતી
આ પહેલીવાર નથી જ્યારે ટ્રમ્પે પોતાના ફોટા પર નારાજગી વ્યક્ત કરી હોય. તેઓ પહેલા પણ આવું કરી ચૂક્યા છે. આ વર્ષે 24 માર્ચે તેમણે કોલોરાડો સ્ટેટ એસેમ્બલીમાં પ્રદર્શિત કરાયેલા પોતાના ફોટા પર નારાજગી વ્યક્ત કરી હતી.
ટ્રમ્પે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું, કોઈ માણસ પોતાનો ખરાબ ફોટો કે પેઈન્ટીંગ પસંદ નહીં કરી, પરંતુ કોલોરાડોની રાજધાનીમાં ગવર્નરના આદેશથી લગાવવામાં આવેલ મારા ફોટાને જાણી જોઈને ખરાબ કરવામાં આવ્યું છે. તે બીજા બધા રાષ્ટ્રપતિઓના ફોટા કરતાં પણ ખરાબ છે. મેં કદાચ આટલો ખરાબ ફોટો ક્યારેય જોયો નથી.

ટ્રમ્પના આક્રોશ બાદ, કોલોરાડોના ગવર્નરે ફોટો દૂર કરવાનો આદેશ આપ્યો.
હવામાં લહેરાતા વાળનો ફોટો નકલી હોવાનું કહ્યું હતું
તેમના પહેલા કાર્યકાળ દરમિયાન, ટ્રમ્પ 2020માં ઉત્તર કેરોલિનાની યાત્રા પછી વ્હાઇટ હાઉસ પાછા ફર્યા. મરીન વન હેલિકોપ્ટરમાંથી ઉતરીને વ્હાઇટ હાઉસ સાઉથ લૉન પાર કરતા ઘણા ફોટોગ્રાફરોએ તેમને કેદ કર્યા.
એક ફોટામાં તેમના વાળ વિચિત્ર દેખાતા હતા, હવામાં લહેરાતા હતા. તેમના ચહેરાનો નારંગી રંગ, કાન અને વાળની આસપાસની હળવી ત્વચા સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. આ તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી.

આ ફોટો વિલિયમ મૂન દ્વારા લેવામાં આવ્યો હતો અને બાદમાં એપી અને એએફપી જેવી સમાચાર એજન્સીઓ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
ટ્રમ્પે તેને નકલી ગણાવ્યો અને દાવો કર્યો કે તે ફોટોશોપ દ્વારા બનાવવામાં આવ્યા છે. જોકે, મૂને કહ્યું કે આ ફોટો વાસ્તવિક છે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.