Faf Du Plessis Skips IPL 2026 Mini Auction; Announces Decision To Play PSL | RCBના પૂર્વ કેપ્ટને પાકિસ્તાની લીગ માટે IPL છોડી: ડુ-પ્લેસિસે મિની ઓક્શનમાંથી નામ પાછું ખેંચ્યું, કહ્યું- નવો પડકાર લેવા માગું છું


સ્પોર્ટ્સ ડેસ્ક8 કલાક પેહલા

  • કૉપી લિંક

RCBના કેપ્ટન રહેલા દક્ષિણ આફ્રિકાના ખેલાડી ફાફ ડુ-પ્લેસિસ પાકિસ્તાન સુપર લીગ (PSL) રમવા માટે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 2026 સીઝનથી દૂર રહ્યા છે. તેમણે શનિવારે એક પોસ્ટ દ્વારા જણાવ્યું કે તેઓ 16 ડિસેમ્બરે અબુધાબીમાં યોજાનાર મિની ઓક્શનમાં ભાગ નહીં લે.

41 વર્ષીય ફાફે લખ્યું – ભારત હંમેશા મારા હૃદયમાં એક ખાસ સ્થાન રાખશે. આ બિલકુલ વિદાય નથી, તમે મને ફરીથી જોશો. આ વર્ષે મેં એક નવો પડકાર લેવાનો નિર્ણય કર્યો છે. હું આગામી PSL સીઝનમાં રમીશ.

ડુ પ્લેસિસ ગત સીઝનમાં દિલ્હી કેપિટલ્સનો ભાગ રહ્યો છે. તેમને દિલ્હીએ 15 નવેમ્બરે જાહેર કરાયેલી રિટેન્શન લિસ્ટમાં રિલીઝ કર્યા હતા. ડુ-પ્લેસિસ 2022થી 2024 સુધી 3 સીઝનમાં RCBની કેપ્ટનશીપ કરી હતી. ફ્રેન્ચાઇઝીએ તેમને મેગા ઓક્શન પહેલા રિલીઝ કર્યા હતા.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPL-2025ની ફાઇનલમાં પંજાબ કિંગ્સ (PBKS)ને 6 રનથી હરાવ્યું. આ ટીમમાં ડુ-પ્લેસિસ નહોતા. તે આ સિઝનમાં દિલ્હીથી રમી રહ્યા હતા.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPL-2025ની ફાઇનલમાં પંજાબ કિંગ્સ (PBKS)ને 6 રનથી હરાવ્યું. આ ટીમમાં ડુ-પ્લેસિસ નહોતા. તે આ સિઝનમાં દિલ્હીથી રમી રહ્યા હતા.

ફાફ ડુ-પ્લેસિસે આ પોસ્ટ દ્વારા IPL-2026 છોડવાની જાહેરાત કરી…

ફાફ ડુ પ્લેસિસની સંપૂર્ણ પોસ્ટ…

IPLમાં 14 સીઝન રમ્યા પછી, મેં આ વર્ષે મારું નામ ઓક્શનમાં ન આપવાનો નિર્ણય કર્યો છે. આ એક મોટો નિર્ણય છે. જ્યારે હું પાછળ ફરીને જોઉં છું, ત્યારે હૃદયમાં ખૂબ આભારની લાગણી થાય છે.

આ લીગ મારી ક્રિકેટ યાત્રાનો એક મહત્વપૂર્ણ ભાગ રહી છે. મને વર્લ્ડ ક્લાસ સાથી ખેલાડીઓ સાથે રમવાની, શાનદાર ફ્રેન્ચાઇઝીનો ભાગ બનવાની અને એવા ચાહકો સામે રમવાની તક મળી, જેમનો જુસ્સો બીજા કોઈના જેવો નથી. ભારતે મને મિત્રતા, શીખ અને યાદો આપી છે, જેમણે મને એક ખેલાડી અને એક માણસ બંને તરીકે આકાર આપ્યો છે.

દરેક કોચ, સાથી ખેલાડી, સપોર્ટ સ્ટાફ અને દરેક ચાહકનો, જેમણે વર્ષોથી મને સાથ આપ્યો, દિલથી આભાર. તમારો ટેકો મારા માટે ખૂબ જ મહત્વનો છે. 14 વર્ષ લાંબો સમય છે, મને ગર્વ છે કે આ સફરે મને શું આપ્યું. ભારત હંમેશા મારા હૃદયમાં એક ખાસ સ્થાન રાખશે, અને આ બિલકુલ અલવિદા નથી, તમે મને ફરીથી જોશો.

‘એક નવો દેશ. એક નવું વાતાવરણ. એક નવો પડકાર. હું પાકિસ્તાનની મહેમાનગતિને લઈને ઉત્સાહિત છું. જલ્દી જ આપ સૌને મળીશું.’

ફાફ 154 IPL મેચ રમી ચૂક્યા છે સાઉથ આફ્રિકન ક્રિકેટર ફાફ ડુ પ્લેસિસ IPLની 154 મેચ રમી ચૂક્યા છે. તેમણે 2012માં CSK સાથે પોતાની IPL કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને દિલ્હી માટે પણ રમી ચૂક્યા છે. ફાફે 135.78ના સ્ટ્રાઇક રેટથી 4773 રન બનાવ્યા છે. જેમાં 39 ફિફ્ટી શામેલ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *