Fire in 7-storey building in Indonesia, 20 dead | ઇન્ડોનેશિયામાં 7 માળની ઇમારતમાં આગ, 20નાં મોત: ઘણા લોકો હજુ પણ અંદર ફસાયા; બેટરીમાં બ્લાસ્ટ થવાથી દુર્ઘટના સર્જાઈ
જકાર્તા5 કલાક પેહલા
- કૉપી લિંક

ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં આજે એક 7 માળની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી. સ્થાનિક ચેનલ કોમ્પાસ ટીવી અનુસાર, આ દુર્ઘટનામાં અત્યારસુધીમાં 20 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે, જેમાં 5 પુરુષ અને 15 મહિલાનો સમાવેશ થાય છે. તેમાંથી કેટલાકનાં મોત શ્વાસ રૂંધાવાથી થયાં હતાં.
મીડિયા રિપોર્ટ અનુસાર, કેટલાક લોકો હજુ પણ ઇમારતની અંદર ફસાયેલા છે તેમને બહાર કાઢવાનું કામ હજુ પણ ચાલુ છે.
જે ઇમારતમાં આગ લાગી હતી એ ટેરા ડ્રોન ઇન્ડોનેશિયાની ઓફિસ છે. આ કંપની ખનન (માઇનિંગ) અને ખેતી (એગ્રિકલ્ચર) સંબંધિત કાર્યો માટે ડ્રોન સર્વે સેવાઓ પૂરી પાડે છે.
આગની 7 તસવી…

જકાર્તામાં મંગળવારે એક 7 માળની ઇમારતમાં આગ લાગી ગઈ.

આગ લાગ્યા બાદ લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.

આગનો ધુમાડો આકાશમાં ચારેય બાજુ ફેલાઈ ગયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, આગની શરૂઆત પહેલા માળેથી થઈ હતી.

ઇમારતની અંદર હજુ પણ ઘણા લોકો ફસાયેલા છે, જેમને બચાવવામાં આવી રહ્યા છે.

અકસ્માતમાં અત્યારસુધીમાં 20 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે. પોતાનાં પરિવારજનોને શોધતા લોકો.

આગમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોને બહાર કાઢતી રેસ્ક્યૂ ટીમ.
ફાયરબ્રિગેડની ટીમ તપાસમાં જોડાઈ
આગની શરૂઆત ઇમારતની પહેલા માળથી થઈ. શરૂઆતમાં કર્મચારીઓએ આગ બુઝાવવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ તેઓ એના પર કાબૂ મેળવી શક્યા નહીં. પોલીસે જણાવ્યું કે પહેલા માળ પર રાખેલી બેટરીઓમાં આગ લાગી ગઈ હતી. આને કારણે આગ ફેલાતી ગઈ અને જલદી જ સાતમા માળ સુધી ફેલાઈ ગઈ. હાલમાં આખી ઇમારતની તપાસ હજુ ચાલુ છે. ફાયરબ્રિગેડની ટીમ દરેક માળ તપાસી રહી છે.
આ સમાચાર પણ વાંચો…
હોંગકોંગમાં 35 માળનાં 8 બિલ્ડિંગમાં આગ, 36નાં મોત: 257 લોકો ગુમ, હજુ પણ અંદર ઘણા લોકો ફસાયાની આશંકા; વાંસના માળખામાં લાગેલી આગ ઈમારતોમાં ફેલાઈ

થોડા દિવસ પહેલાં જ હોંગકોંગના ઉત્તરીય તાઈ પો જિલ્લામાં 35 માળના રહેણાક કોમ્પ્લેક્સની ઇમારતોમાં આગ ફાટી નીકળી હતી. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ અનુસાર, આ ઘટનામાં 36 લોકોનાં મોત થયાં છે, જ્યારે 257 લોકો ગુમ છે. અહેવાલમાં જણાવાયું છે કે આગ ઓછામાં ઓછી આઠ ઇમારતોમાં ફેલાઈ ગઈ છે. અત્યારસુધીમાં ફક્ત એક જ ઇમારત પર કાબૂ મેળવી શકાયો છે. સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો…