Gautam Gambhir Update; India Vs South Africa 2nd Test Defeat | Guwahati | ટીમ ઈન્ડિયાની હાલત પાકિસ્તાન કરતા પણ ખરાબ થઈ: ગંભીરનો અંદાજ પસંદ નથી આવી રહ્યો; 93 વર્ષમાં પહેલીવાર 400થી વધુ રનથી હાર મળી


સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલા

  • કૉપી લિંક

સાઉથ આફ્રિકાએ બે ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતનો 2-0થી સફાયો કરી દીધો છે. ગુવાહાટી ટેસ્ટના પાંચમા દિવસે 549 રનના ટાર્ગેટને ચેઝ કરી રહેલી ભારતીય ટીમ તેની બીજી ઇનિંગ્સમાં 140 રન પર ઓલઆઉટ થઈ ગઈ. સાઉથ આફ્રિકાએ મેચ 408 રનથી જીતી લીધી. ભારત તેના 93 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં પહેલીવાર 400 રનથી વધુના અંતરથી હાર્યું છે.

આ છેલ્લા એક વર્ષમાં ભારતીય ટીમની ઘરઆંગણે 7 ટેસ્ટમાં પાંચમી હાર છે. આ દરમિયાન બે વાર ભારતને ઘરમાં ક્લીન સ્વીપ થવું પડ્યું છે. ઓક્ટોબર-નવેમ્બર 2024માં ન્યૂઝીલેન્ડે ભારતને ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં 3-0થી હરાવ્યું હતું.

એક વર્ષ પહેલાં સુધી ઘરઆંગણાના મેદાન પર અજેય મનાતી ભારતીય ટીમ આ સમયે પોતાના ઘર પર જ દુનિયાની સૌથી નબળી ટીમમાં સામેલ થઈ ગઈ છે. છેલ્લા 13 મહિનામાં પાકિસ્તાને પણ ભારત કરતાં સારો દેખાવ કર્યો છે. આ સમયગાળામાં ઘરના મેદાન પર ભારત કરતાં વધુ મેચ માત્ર ઝિમ્બાબ્વેની ટીમ જ હારી છે.

સ્ટોરીમાં જાણો ઓક્ટોબર 2024થી અત્યાર સુધી ઘરેલું મેદાન પર કઈ ટીમ કેવું રમી છે અને ભારતના નબળા પ્રદર્શન પાછળના કારણો શું છે…

માત્ર વેસ્ટ ઇન્ડિઝને હરાવી શક્યા ઓક્ટોબર 2024 થી અત્યાર સુધી ભારતીય ટીમે ઘરઆંગણે ત્રણ સિરીઝ રમી છે. ન્યૂઝીલેન્ડે 3-0 થી અને સાઉથ આફ્રિકાએ 2-0 થી હરાવ્યા. આ બંને સિરીઝ વચ્ચે ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે બે મેચ જીતી. એટલે કે 7 માંથી 5 ઘરઆંગણાની ટેસ્ટમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો.

ભારત કરતાં પાકિસ્તાનનું પ્રદર્શન સારું રહ્યું પાકિસ્તાનની ટીમ દરેક ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા કરતાં નબળી માનવામાં આવે છે. પરંતુ, છેલ્લા 13 મહિનામાં પાકિસ્તાને પણ પોતાના ઘરઆંગણે ભારત કરતાં સારો દેખાવ કર્યો છે. પાકિસ્તાને આ સમયગાળામાં પોતાના ઘરમાં 7 ટેસ્ટ મેચ રમી. તેમાંથી 4 માં તેને જીત મળી અને 3 માં જ હારનો સામનો કરવો પડ્યો.

પાકિસ્તાને આ જ સાઉથ આફ્રિકા સામે સિરીઝ ડ્રો કરાવી હતી જે સાઉથ આફ્રિકન ટીમે ભારતનું ક્લીન સ્વીપ કર્યું છે તેની જ સામે પાકિસ્તાને ગયા મહિને પોતાના ઘરમાં સિરીઝ 1-1થી ડ્રો કરાવી હતી. પાકિસ્તાને બે ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચ જીતી હતી. જ્યારે, બીજી ટેસ્ટ સાઉથ આફ્રિકા જીત્યું હતું. બંને ટેસ્ટમાં બરાબરીનો મુકાબલો થયો પરંતુ ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે બંને મેચ એકતરફી રીતે હારી.

ઘરમાં ભારતના નબળા પ્રદર્શનના 3 કારણો..

1. ગૌતમ ગંભીરનો અંદાજ પસંદ નથી આવી રહ્યો ગૌતમ ગંભીરે જ્યારેથી કોચિંગ સંભાળ્યું છે, ટીમ ટેસ્ટમાં સારું પ્રદર્શન કરી રહી નથી. ઘરેલુ મેદાનો પર ટીમનું પ્રદર્શન વધુ નબળું પડ્યું છે. ગંભીર સ્પેશિયાલિસ્ટ ખેલાડીઓની જગ્યાએ ઓલરાઉન્ડર્સને વધુ મહત્વ આપી રહ્યો છે અને આ ઓલરાઉન્ડર્સ બેટિંગ અને બોલિંગ બંનેમાં નિષ્ફળ થઈ રહ્યા છે. સાઉથ આફ્રિકા સામેની બંને ટેસ્ટમાં ભારતીય ટીમમાં માત્ર ત્રણ સ્પેશિયાલિસ્ટ બેટર્સ ઉતર્યા હતા.

2. યુવાનોનું નિરાશાજનક પ્રદર્શન યુવા ખેલાડીઓનું નબળું પ્રદર્શન પણ ભારતીય ટીમની ખરાબ હાલત માટે જવાબદાર છે. છેલ્લા એક વર્ષમાં યશસ્વી જયસ્વાલ, હર્ષિત રાણા, નીતિશ રેડ્ડી, સાઈ સુદર્શન અને વોશિંગ્ટન સુંદર જેવા ઘણા ખેલાડીઓએ મહત્વપૂર્ણ પ્રસંગોએ ટીમને સંભાળી શકે તેવો દેખાવ કર્યો નથી.

કોલકાતા ટેસ્ટની વાત કરીએ તો યશસ્વી છેલ્લી 4 ઇનિંગ્સમાંથી 3માં 20 રનથી વધુનો સ્કોર કરી શક્યો નથી. જ્યારે સાઈ સુદર્શન 2 ઇનિંગ્સમાં માત્ર 15 અને 14 રન જ બનાવી શક્યો. ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર અને નીતિશ કુમાર રેડ્ડી પણ ખાસ પ્રદર્શન કરી રહ્યા નથી.

3. ન તો પેસ રમી શકે છે ન તો સ્પિન ભારતીય ટીમની સૌથી મોટી સમસ્યા એ છે કે ભારતીય બેટર્સ ન તો પેસર્સને રમી શકે છે અને ન તો સ્પિનર્સને. સાઉથ આફ્રિકા સિરીઝ સામે ભારતે બંને ટેસ્ટ મેચમાં કુલ 38 વિકેટ ગુમાવી, જેમાં 13 પેસર્સે અને 25 સ્પિનર્સે લીધી. કેપ્ટન શુભમન ગિલ ગરદનના દુખાવાને કારણે બંને ઇનિંગ્સમાં રમી શક્યો નહીં, અને તેનાથી બેટિંગ લાઇનઅપ વધુ નબળી દેખાઈ.

છેલ્લા એક વર્ષના આંકડા પણ ચિત્રને વધુ સ્પષ્ટ કરે છે. 16 ઓક્ટોબર 2024 થી અત્યાર સુધી ટીમ ઈન્ડિયાએ હોમ મેચમાં કુલ 280 વિકેટ ગુમાવી છે. આમાંથી 182 પેસર્સને અને 97 સ્પિનર્સને મળ્યા છે. માત્ર હોમ પીચ પર પડેલી 107 વિકેટોમાં, પેસર્સ સામે 34 અને સ્પિનર્સ સામે 73 બેટર્સ આઉટ થયા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *