Gold Silver Price Today 20 February 2026; Gold Silver Prices Decrease Slightly; PHOTOS


  • Gujarati News
  • Business
  • Gold Silver Price Today 20 February 2026; Gold Silver Prices Decrease Slightly; PHOTOS

નવી દિલ્હી2 દિવસ પેહલા

  • કૉપી લિંક

સોના-ચાંદીની કિંમતમાં આજે 20 ફેબ્રુઆરીએ નજીવો ઘટાડો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનું 132 રૂપિયા સસ્તું થઈને ₹1.54 લાખ પર આવી ગયું છે. જ્યારે, એક કિલો ચાંદી 792 રૂપિયા ઘટીને ₹2.45 લાખ પર આવી ગઈ છે.

અલગ-અલગ શહેરોમાં સોનાના ભાવ અલગ હોવાના 4 કારણો:

ટ્રાન્સપોર્ટેશન અને સિક્યોરિટી: સોનું એક શહેરથી બીજા શહેરમાં લઈ જવામાં ઈંધણ અને ભારે સુરક્ષાનો ખર્ચ આવે છે. આયાત કેન્દ્રોથી અંતર વધવા પર ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધી જાય છે, જેનાથી સ્થાનિક ભાવ વધી જાય છે.

ખરીદીનો જથ્થો: દક્ષિણ ભારત જેવા વિસ્તારોમાં વપરાશ વધુ (લગભગ 40%) હોવાને કારણે જ્વેલર્સ મોટા પ્રમાણમાં સોનું ખરીદે છે. બલ્ક ખરીદી પર મળતી છૂટનો ફાયદો ગ્રાહકોને ઓછા ભાવના રૂપમાં મળે છે.

સ્થાનિક જ્વેલરી એસોસિએશન: દરેક રાજ્ય અને શહેરના પોતાના જ્વેલરી એસોસિએશન (જેમ કે તમિલનાડુમાં મદ્રાસ જ્વેલર્સ એસોસિએશન) હોય છે. આ સંસ્થાઓ સ્થાનિક માંગ અને પુરવઠાના આધારે તેમના વિસ્તાર માટે સોનાનો ભાવ નક્કી કરે છે.

જૂનો સ્ટોક અને ખરીદ કિંમત: જ્વેલર્સે પોતાનો સ્ટોક કયા ભાવે ખરીદ્યો છે, તે પણ મહત્વનું છે. જે જ્વેલર્સ પાસે જૂનો અને સસ્તા ભાવે ખરીદેલો સ્ટોક હોય છે, તેઓ ગ્રાહકો પાસેથી ઓછી કિંમત વસૂલી શકે છે.

સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો

1. સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો: હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)નો હોલમાર્ક ધરાવતું સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો. આ નંબર આલ્ફાન્યૂમેરિક એટલે કે આ રીતે હોઈ શકે છે- AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે.

2. કિંમત ક્રોસ ચેક કરો: સોનાનું સાચું વજન અને ખરીદવાના દિવસે તેની કિંમત ઘણા સ્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ) પરથી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે અલગ-અલગ હોય છે.

અસલી ચાંદીને ઓળખવાની 4 રીતો

મેગ્નેટ ટેસ્ટ: અસલી ચાંદી ચુંબક સાથે ચોંટતી નથી. જો ચોંટી જાય તો નકલી છે.

આઇસ ટેસ્ટ: ચાંદી પર બરફ મૂકો. અસલી ચાંદી પર બરફ ખૂબ ઝડપથી પીગળશે.

સ્મેલ ટેસ્ટ: અસલી ચાંદીમાં ગંધ હોતી નથી. નકલીમાં કોપર જેવી ગંધ આવી શકે છે.

ક્લોથ ટેસ્ટ: ચાંદીને સફેદ કપડાથી ઘસો. જો કાળો નિશાન આવે તો અસલી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *