GPSC Recruitment 378 Posts 67 Departments Apply Online Date Notification | GPSCના 67 વિભાગમાં 378 જગ્યા પર ભરતી: આવતીકાલે ઓનલાઈન અરજી કરી શકાશે, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ – Gandhinagar News
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારોની AI જનરેટેડ તસવીર.
ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા લાખો યુવા ઉમેદાવારો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્યના 67 વિવિધ વિભાગમાં કુલ 378 જગ્યા ભરવા માટે મેગા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ સ્પર્ધાત્મક પરીક્ષા આપ
.
અહીં ક્લિક કરી જુઓ સંપૂર્ણ લિસ્ટ
લાયકાત, પે-સ્કેલ સહિતની તમામ વિગતો વેબસાઈટ પર ઉપલબ્ધ GPSC દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ રાજ્યના જુદા જુદા વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ કરાઈ છે. લાયકાત, પે-સ્કેલ, કેટેગરી મુજબના રિઝર્વેશન અને પરીક્ષા સંબંધિત તમામ વિગતો GPSCની સત્તાવાર વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે.
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ 13 ડિસેમ્બર ઓનલાઈન અરજી કરવાની શરૂઆત આવતીકાલથી થશે. જ્યારે ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ 13 ડિસેમ્બર છે. GPSCએ ઉમેદવારોને અપીલ કરતાં જણાવ્યું હતું કે છેલ્લા દિવસ સુધી રાહ ન જોતાં વહેલી તકે અરજી પૂર્ણ કરી દેવી, જેથી ટેક્નિકલ સમસ્યાના કારણે અવરોધ ન આવે.
નોટિફિકેશન સંપૂર્ણ રીતે વાંચવું અને લાયકાતની પુષ્ટિ કરવી અરજી કરતાં પહેલાં નોટિફિકેશન સંપૂર્ણ રીતે વાંચવું અને લાયકાતની પુષ્ટિ કરવી જરૂરી છે. ભરતી સંબંધિત સંપૂર્ણ માહિતી, સિલેબસ, પસંદગી પદ્ધતિ વગેરે વિગતો GPSC વેબસાઈટ પર મૂકવામાં આવી છે.